નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, કેજરીવાલ કે યોગી આદિત્યનાથ, વડાપ્રધાન પદ માટે લોકો કોને પસંદ કરે છે? જાણો સર્વે August 22, 2023 22:36 IST
દેશમાં 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ભાજપ આ માટે તૈયારી કરી રહ્યું છે.
કેન્દ્રમાં ભાજપ સરકારને હરાવવા માટે વિપક્ષ 'INDIA' ગઠબંધનના નેતૃત્વમાં એક થયા છે.
પરંતુ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન પદ માટે લોકો કોને પસંદ કરે છે? એક સર્વે બહાર આવ્યો છે. ABP અને C વોટરે છત્તીસગઢમાં 11 લોકસભા અને 90 વિધાનસભા મતવિસ્તારોનો સર્વે કર્યો છે. સર્વેમાં 18 વર્ષથી ઉપરના 7679 લોકોએ ભાગ લીધો હતો.
2024ની ચૂંટણીમાં વડાપ્રધાન પદ માટે લોકોએ નરેન્દ્ર મોદીને સૌથી વધુ પસંદગી આપી છે.
લોકોએ રાહુલ ગાંધીને બીજા ક્રમે પસંદ કર્યા છે.
સર્વેમાં 62 ટકા લોકોએ વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને પસંદ કર્યા છે
જ્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને માત્ર 3 ટકા લોકો પસંદ કરે છે.
મોદી પછી બીજા ક્રમે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ, સાંસદ રાહુલ ગાંધી છે. 20 ટકા લોકોએ તેમને વડાપ્રધાન પદ માટે પસંદ કર્યા છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 6 ટકા જ્યારે અન્ય નેતાઓને 9 ટકા પસંદ કરવામાં આવ્યા છે.