Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/krishna-rukmini-marriage-Madhavpur-mela-2025.jpg)
માધવપુર મેળો ધાર્મિક અને સાંસ્કૃતિ કાર્યક્રમની સાથે સાથે હવે ગ્લોબ્લ ઇવેન્ટ બની રહ્યો છે. દર વર્ષે ગુજરાતમાં યોજાતો માધવપુર મેળો ઉત્તર ભારત અને પૂર્વના સંગમ પર્વ તરીકે ઓળખાય છે. ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રુકમણીના લગ્નની ઉજવણી માટે દર વર્ષે માધવપુર મેળો યોજાય છે. કૃષ્ણ રુકમણીના લગ્નના સાક્ષી બનવા દર વર્ષે મોટી સંખ્યામાં લોકો માધવપુર ઘેડ મેળામાં આવે છે. માધવપુર મેળો ક્યાં અને ક્યારે યોજાયે છે? આ મેળાના ઇતિહાસ અને આકર્ષણ વિશે વિગતવાર જાણો (Photo: Gujarat Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/Madhavpur-mela-2025.jpg)
માધવપુરનો મેળો એટલે કે માધવરાયનો લોકમેળો ગુજરાતના પોરબંદર જિલ્લામાં માધવપુર ગામે યોજાય છે. માધવપુર ગામમાં યોજવાથી તેને માવધપુરનો મેળો કહેવાય છે. દર વર્ષે ભગવાન કૃષ્ણ અને રુકમણીના વિવાહ પ્રસંગની યાદમાં માધવપુરનો મેળો યોજાય છે. આ લગ્ન સમારંભને માણવા અને દર્શન કરવા દેશભરમાંથી ભગવાન કૃષ્ણના ભક્તજનો એકઠા થાય છે જે મેળાનું સ્વરૂપ ધારણ કરે છે. (Photo: Gujarat Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/Madhavpur-Fair-in-Porbandar.jpg)
માધવપુરનો મેળો પોરબંદર જિલ્લાના માધવપુર ગામે દર વર્ષે ચૈત્ર સુદ નોમ થી સતત પાંચ દિવસ સુધી યોજાય છે. આ વર્ષે માધવપુરનો ઘેડ મેળો 6 થી 10 એપ્રિલ 2025 સુધી યોજાવાનો છે. ભગવાન શ્રી કૃષ્ણ રુકમણીના લગ્ન પ્રસંગ સમા માધવપુરના મેળાની ભવ્ય ઉજવણી માટે સરકાર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. માધવપુર મેળામાં ગરબા, લોક નૃત્યુ, સંગીત અને વિવિધ મનોરંજન કાર્યક્રમો યોજાશે. (Photo: Gujarat Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/krishna-rukmini-marriage-Madhavpur-.jpg)
માધવપુર મેળા દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીના લગ્નની વિધિ કરવામાં આવે છે. જેમા આ વખતે 6 એપ્રિલે માંડવો રોપાશે. ત્યારબાદ 6, 7 અને 8 એપ્રિલ દરમિયાન માધવરાયજી મંદિરથી બ્રહ્મકુંડ સુધી ફુલેકા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 9 એપ્રિલના રોજ આ ભવ્ય લગ્નની વિવિધ વિધિઓ થશે. છેલ્લે 10 એપ્રિલના રોજ રૂકમિણી મંદિરથી જાન પ્રસ્થાન થશે અને સાંજે ચાર વાગે માધવરાયજી મંદિર પહોંચશે. માધવરાયજી મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રુકમણીના લગ્ન સંપન્ન થશે. આ દિવસે તીર્થધામ દ્વારકા ખાતે પણ ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમિણીજ નું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. (Photo: Gujarat Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/krishna-rukmini-marriage-Madhavpur-1.jpg)
લોકવાયકા મુજબ માધવપુરમાં ભગવાન શ્રી કૃષ્ણે દેવી રુકમણી સાથે લગ્ન કર્યા હતા. દ્વાપર યુગરમાં મહારાષ્ટ્રના વિદર્ભની રાજકુંવરી રૂક્ષ્મણી અપહરણ કરી ભગવાન શ્રી કૃષ્ણ માધવપુર લઈ આવ્યા હતા. ત્યારબાદ આ સ્થળે શ્રી કૃષ્ણ અને રુકમણી લગ્ન કર્યા હતા. કહેવાય છે કે, માધવપુર મેળાની શરૂઆત 13મી સદીમાં થઇ હતી. આથી દર વર્ષે માધવપુરમાં કૃષ્ણ રુકમણીના લગ્નની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. (Photo: Gujarat Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/famous-tourist-places-in-Porbandar.jpg)
પોરબંદર ગુજરાતના દરિયા કિનારે આવેલું છે. પોરબંદર ધાર્મિક, સાંસ્કૃતિક અને આર્થિક મહત્વ ધરાવે છે. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મ પણ પોરબંદરમાં થયો હતો. ગાંધીજીનો જન્મ જે ઘરમાં થયો તો તેને કીર્તી મંદિર કહેવામાં આવે છે. આ કીર્તી મંદિર જોવા દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં લોકો પોરબંદર આવે છે. કિર્તી મંદિર ઉપરાંત પોરબંદરના જોવાલાયક સ્થળોમાં પોરબંદરમાં કિર્તી મંદિર, સાંદીપની આશ્રમ, સુદામા મંદિર, જાંબુવન ગુફા પ્રખ્યાત છે. (Photo – porbandar.nic.in)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/madhavray-mandir-madhavpur.jpg)
માધપુરમાં માધવરાય મંદિર આવેલું છે, જે ભગવાન શ્રીકૃષ્ણ અને તેમના ભાઇ બલરામને સમર્પિત છે. પોરબંદર રાજવી દ્વારા નિર્મિત આ હવેલીમાં શ્રી કૃષ્ણ સાથે તેમના મોટા ભાઇ ત્રિકમરાયજીની પૂજા થાય છે,જેમને બલરામ કહેવાય છે. સમગ્ર ભારતમાં બંને ભાઇની એક સાથે પૂજા થતી હોય તેવું એકમાત્ર મંદિર છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/madhavpur-beach-2.jpg)
માધવપુર બીચ પણ પ્રખ્યાત છે. ગુજરાતના પશ્ચિમ છેડે દ્વારકા અને જુનાગઢની વચ્ચે પોરબંદરમાં માધવપુર બીચ આવેલું છે. દરિયા કિનારો, ચમકતી રેશમ જેવી રેતી અને નારિયેળીના ઉંચા ઝાડ અને શાંત વાતાવરણ પ્રવાસીઓને માધવપુર બીચ ખેંચી લાવે છે. માધવપુરની ગણતરી ગુજરાતના સૌથી સુંદર રેતાળ બીચમાં થાય છે. અહીં ઘણી ફિલ્મો અને સિરિયલોની શુટિંગ થઇ છે. (Photo: Gujarat Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/madhavpur-mela-2025-date.jpg)
માધવપુર મેળો
માધવપુર મેળા માટે ગુજરાત સરકાર દ્વારા ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે. આ લોક મેળામાં મનોરંજન માટે ચકડોળ, હિંચકા પણ હોય છે. મેળાનો રાતનો નજારો જોવાલાયક હોય છે. (Photo: Social Media)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us