Maha Kumbh 2025: મહાકુંભ ભીડ નિયંત્રણ માટે VIP પાસ રદ, વાહન પ્રવેશ પ્રતિબંધ
Maha Kumbh 2025 માટે પ્રયાગરાજમાં ભીડ નિયંત્રણની નવી ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે. VIP પાસ રદ કરાયા છે અને વાહન માટે No-Entry Zone લાગુ કરાયો છે. મહાકુંભમાં મૌની અમાસે થયેલ નાસભાગ બાદ સુરક્ષાને ધ્યાનમાં રાખી આ પગલાં લેવામાં આવ્યા છે.
મહાકુંભ મેળામાં નાસભાગની ઘટનાના એક દિવસ બાદ, પ્રશાસને ભીડ નિયંત્રણ માટે કડક પગલાં લીધા છે. વિઆઈપી પાસ રદ કરવામાં આવ્યા છે, વાહનો માટે પ્રતિબંધિત ઝોન બનાવવામાં આવ્યા છે, અને માર્ગોમાં નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. આ પગલાં ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓને ટાળવા માટે લેવામાં આવ્યા છે.
મહાકુંભ 2025 નાસભાગ બાદ સુરક્ષા કડક । મૌની અમાસના દિવસે, શાહી સ્નાન દરમિયાન, સંગમ ઘાટ પર નાસભાગમાં 30 લોકોના મોત થયા હતા અને 90 લોકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને, પ્રશાસને ભીડ નિયંત્રણ અને સુરક્ષા વધારવા માટે નવા નિયમો લાગુ કર્યા છે.
પ્રયાગરાજમાં વાહન પ્રવેશ પ્રતિબંધ, VIP પાસ રદ । પ્રયાગરાજ વિસ્તારમાં તમામ VVIP પાસ રદ કરવામાં આવ્યા છે અને સમગ્ર મહાકુંભા વિસ્તારને નો-વ્હીકલ ઝોન બનાવવામાં આવ્યો છે. જાહેરાત કરી છે તેમજ કુંભ મેળાના ઘાટ પર જતા લોકોના ભારે ધસારાને ધ્યાનમાં રાખીને અને સ્નાન કર્યા બાદ તેઓના સુરક્ષિત પરત ફરવાને ધ્યાનમાં રાખીને, ભક્તો માટેના રસ્તાઓને ઓવરલેપિંગ ટાળવા માટે એક માર્ગમાં ફેરવવામાં આવ્યા છે.
પ્રયાગરાજ બહાર વાહન પાર્ક કરવા આદેશ । નજીકના તમામ જિલ્લાઓના વાહનોને કુંભ મેળાના વિસ્તારમાં પ્રવેશવા પર પ્રતિબંધ છે. આમ તમામ વાહનો પ્રયાગરાજ શહેરની બહાર પાર્ક કરવામાં આવશે. 4 ફેબ્રુઆરી સુધી શહેરમાં ફોર-વ્હીલરના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની સૂચનાઓ પણ જારી કરવામાં આવી છે.
મહાકુંભ મેળો વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળાવડો છે, અને ભીડ નિયંત્રણ અને સુરક્ષા તેની સફળતા માટે મહત્વપૂર્ણ છે. 1954માં પણ મહાકુંભમાં નાસભાગની મોટી ઘટના બની હતી, જેમાં અનેક લોકોના મોત થયા હતા. આથી, આવા પગલાં ભવિષ્યમાં આવી ઘટનાઓને ટાળવા માટે જરૂરી છે.
આ પગલાંના અમલથી, પ્રશાસન આશા રાખે છે કે શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિશ્ચિત થશે અને મહાકુંભ મેળો શાંતિપૂર્ણ રીતે યોજાઈ શકશે. મૌની અમાસ નાસભાગ બાદ પણ શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. સુરક્ષા વ્યવસ્થા સઘન કરાતાં સ્નાન સહિત વ્યવસ્થાઓ શ્રધ્ધાળુઓ માટે સરળ બની છે. (એક્સપ્રેસ ફોટા વિશાલ શ્રીવાસ્તવ)