ઓગસ્ટમાં મિની વેકેશનમાં મહાબળેશ્વરના આ 7 સ્થળો પર કરો પ્રવાસ, કુદરતી સૌંદર્ય માણીને ફ્રેશ થઇ જશો
મહાબળેશ્વર ફેમસ પ્રવાસન સ્થળો : ઓગસ્ટમાં મીનિ વેકેશન આવી રહ્યું છે. આ ગાળામાં તમે મહાબળેશ્વર ફરવા જઇ શકો છો. મહાબળેશ્વર માત્ર કુદરતી સૌંદર્યથી ભરપૂર નથી. તેનું ધાર્મિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક પાસું પણ ખૂબ જ રસપ્રદ છે. મહાબળેશ્વરમાં ફરવા માટેના 7 ફેમસ સ્થળો વિશે અહીં જણાવી રહ્યા છીએ.
Mahabaleshwar Places: વરસાદની ઋતુમાં હરિયાળી, વાદળોથી ઢંકાયેલા પર્વતો અને ઠંડા પવનનો આનંદ માણવા માંગ છો તો મહાબળેશ્વર તમારા માટે યોગ્ય સ્થળ છે. મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં સ્થિત આ હિલ સ્ટેશન ચોમાસામાં વધુ સુંદર બની જાય છે. અહીંની ખીણો, ધોધ અને ખીણના નજારા મનને મોહિત કરે છે. (તસવીર - સોશિયલ મીડિયા)
ઓગસ્ટમાં મીનિ વેકેશન આવી રહ્યું છે. આ ગાળામાં તમે મહાબળેશ્વર ફરવા જઇ શકો છો. મહાબળેશ્વર માત્ર કુદરતી સૌંદર્યથી ભરપૂર નથી. તેનું ધાર્મિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક પાસું પણ ખૂબ જ રસપ્રદ છે. મહાબળેશ્વરમાં ફરવા માટેના 7 ફેમસ સ્થળો વિશે અહીં જણાવી રહ્યા છીએ.(તસવીર - સોશિયલ મીડિયા)
લિંગમાલા ધોધ : લિંગમાલા ધોધની ખાસિયત એ છે કે તે ઊંચાઈ પરથી પડવાનો અદ્ભુત નજારો રજૂ કરે છે. ઓગસ્ટમાં પાણીનો પ્રવાહ સૌથી વધુ હોય છે અને આ સ્થળ ટ્રેકિંગના શોખીનો માટે ઉત્તમ છે. (તસવીર - સોશિયલ મીડિયા)
વેન્ના લેક : આ તળાવ ફેમિલી અને કપલ્સમાં ખૂબ જ લોકપ્રિય છે. અહીં તમે બોટિંગનો આનંદ માણી શકો છો અને તળાવના કિનારે ગરમાગરમ મકાઈ અને ચા નો આનંદ માણી શકો છો. ઓગસ્ટમાં વરસાદને કારણે તળાવમાં પાણીનું સ્તર વધારે હોય છે અને તેની સુંદરતા જોવા જેવી હોય છે. (તસવીર - સોશિયલ મીડિયા)
અર્થર સીટ પોઇન્ટ : આ મહાબળેશ્વરનું સૌથી પ્રખ્યાત વ્યૂ પોઈન્ટ છે, જ્યાંથી તમે ખીણો અને જંગલોનો ખૂબ જ સુંદર નજારો જોઈ શકો છો. જ્યારે ચોમાસામાં ચારે બાજુ ધુમ્મસ અને હરિયાળી હોય છે ત્યારે તેનો નજારો વધુ અદ્ભુત બની જાય છે. (તસવીર - સોશિયલ મીડિયા)
મહાબળેશ્વર મંદિર : ભગવાન શિવને સમર્પિત આ પ્રાચીન મંદિર ધાર્મિક શ્રદ્ધા સાથે સંકળાયેલું છે. કૃષ્ણા નદીનું ઉદગમ સ્થાન પણ અહીં માનવામાં આવે છે. હરિયાળી વચ્ચે સ્થિત આ મંદિર ચોમાસામાં એક અલગ જ શાંત વાતાવરણ આપે છે. (તસવીર - સોશિયલ મીડિયા)
મેપ્રો ગાર્ડન : આ સ્થળ ખાસ કરીને બાળકો અને ખાવાના શોખીનો માટે શ્રેષ્ઠ છે. અહીં તમે સ્ટ્રોબેરી પ્રોડક્ટ્સની ટેસ્ટિંગ કરી શકો છો અને કુદરતી સૌંદર્યનો આનંદ પણ માણી શકો છો. (તસવીર - સોશિયલ મીડિયા)
ટેપોલા લેક : તેને મીની કાશ્મીર પણ કહેવામાં આવે છે. અહીં કાયકિંગ, બોટિંગ વગેરે જેવા વોટર સ્પોર્ટ્સનો આનંદ માણી શકાય છે. ઓગસ્ટમાં તળાવની આસપાસ હરિયાળી અને વાદળોનો નજારો ખૂબ જ આકર્ષક હોય છે.(તસવીર - સોશિયલ મીડિયા)
એલફિંસ્ટન પોઈન્ટ : આ વ્યૂ પોઈન્ટ એવા લોકો માટે છે જેઓ ઊંચાઈથી ખીણો અને ધોધનો નજારો જોવા માંગે છે. વરસાદની ઋતુ દરમિયાન અહીંની ખીણો ધુમ્મસ અને હરિયાળીથી ઢંકાયેલી હોય છે. (તસવીર - સોશિયલ મીડિયા)