મહાકુંભે હર્ષા રિછારિયાને બનાવી દીધી સ્ટાર, એક દિવસમાં ફોલોઅર્સ 667K થી 1 મિલિયન થઇ ગયા
Harsha Richhariya : હર્ષ રિછારિયાને પ્રયાગરાજ મહાકુંભ 2025 ની સૌથી સુંદર સાધ્વી તરીકે વર્ણવવામાં આવી રહી છે. પરંતુ હર્ષા એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે
maha kumbh 2025 : પ્રયાગરાજમાં વિશ્વના સૌથી મોટા મેળા મહાકુંભ 2025નો ભવ્ય પ્રારંભ થઇ ગયો છે. સનાતન ધર્મમાં મહાકુંભનું ખૂબ જ વિશેષ મહત્વ છે. મહાકુંભમાંથી ઘણી તસવીરો સામે આવી છે અને ઘણા નામોની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. (Photo: Harsha Richhariya/Insta)
આ સમયે કુંભમાં સૌથી વધુ ચર્ચામાં રહેલી વ્યક્તિ હર્ષ રિછારિયા છે જે પોતાને સાધ્વી ગણાવી રહી છે. હર્ષ રિછારિયાનું સોશિયલ મીડિયા પર એક એકાઉન્ટ પણ છે, જેના ફોલોઅર્સની સંખ્યા માત્ર એક જ દિવસમાં એટલી વધી ગઈ કે તમને વિશ્વાસ નહીં આવે. (Photo: Harsha Richhariya/Insta)
એવું પણ કહી શકાય કે મહાકુંભ 2025 એ હર્ષ રિછારિયાને રાતોરાત સ્ટાર બનાવી દીધી છે. ફક્ત એક જ દિવસમાં આટલા બધા ફોલોઅર્સ મેળવવા એ ખૂબ મોટી વાત છે. ચાલો જાણીએ કે તે કોણ છે અને પહેલા શું કરતી હતી. સોશિયલ મીડિયા પર તેના કેટલા ફોલોઅર્સ છે.(Photo: Harsha Richhariya/Insta)
હર્ષ રિછારિયાને પ્રયાગરાજ મહાકુંભ 2025 ની સૌથી સુંદર સાધ્વી તરીકે વર્ણવવામાં આવી રહી છે. પરંતુ હર્ષા એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. જો તમે તેમની સોશિયલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામ પર નજર નાખો તો તેણે પોતાને એક એન્કર ગણાવી છે. આ સાથે તેણે એમ પણ કહ્યું છે કે તેઓ એક સામાજિક કાર્યકર્તા અને ઇન્ફ્લુએન્સર છે. (Photo: Harsha Richhariya/Insta)
હર્ષા રિછારિયાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું છે કે તે નિરંજની અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી શ્રી કૈલાશાનંદગિરિ જી મહારાજની શિષ્યા છે. 30 વર્ષીય હર્ષ રિછારિયા ઉત્તરાખંડના રહેવાસી છે. તેના સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો છે જેમાં તે મેકઅપ વીડિયો શૂટ કરતી અને શો હોસ્ટ કરતી જોવા મળે છે.(Photo: Harsha Richhariya/Insta)
હર્ષ રિછારિયાના વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક યુટ્યુબર પૂછે છે કે તમે ખૂબ સુંદર છો, શું તમારા મનમાં ક્યારેય સાધ્વીનું જીવન છોડવાનો પ્રશ્ન આવ્યો હતો. આના પર તે કહે છે કે મેં જે કરવાનું હતું તે છોડી દીધું છે અને આ વેશ ધારણ કર્યો છે. તે કહે છે કે સાધ્વી બન્યા પછી તે ખૂબ જ શાંતિ અનુભવી રહી છે. (Photo: Harsha Richhariya/Insta)
આ દરમિયાન હર્ષ રિછારિયાએ જણાવ્યું કે તેણે બે વર્ષ પહેલાં શાંતિની શોધમાં આ વેશ અપનાવ્યો હતો. એક સમયે તેનું જીવન ગ્લેમર અને સ્ટારડમથી ભરેલું હતું. પણ હવે તે આધ્યાત્મિકતા તરફ વળી ગઈ છે. (Photo: Harsha Richhariya/Insta)
જ્યારે મહાકુંભ શરૂ થયો એટલે કે 13 જાન્યુઆરીએ ત્યારે હર્ષ રિછારિયાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગભગ 667K ફોલોઅર્સ હતા. પરંતુ માત્ર એક જ દિવસમાં 14 જાન્યુઆરી 2025ના રોજ, સમાચાર લખાય ત્યાં સુધીમાં તેના 10 લાખ ફોલોઅર્સ થઈ ગયા છે. એટલે કે માત્ર એક જ દિવસમાં હર્ષ રિચારિયાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 3 લાખ 33 હજાર ફોલોઅર્સ વધી ગયા છે. (Photo: Harsha Richhariya/Insta)