Health Tips Of Mahatma Gandhi : મહાત્મા ગાંધી સવારે નાસ્તમાં ક્યા ડ્રાયફ્રૂટ્સ ખાતા હતા? ફાયદા જાણી તમે પણ ચોંકી જશો
Mahatma Gandhi Life Style Tips: મહાત્મા ગાંધીની જીવનશૈલી બહુ સરળ હતી અને ખાણીપીણી બાબતે ચુસ્ત હતા. તેઓ સવારે નાસ્તામાં એક ડ્રાયફૂટ્સ ખાતા હતા, જેનાથી શરીરને દિવસભર એનર્જી મળી રહેતી હતી.
મહાત્મા ગાંધી લાઇફ સ્ટાઇલ ગાંધી જયંતિ દર વર્ષે 2 ઓક્ટોબરે દેશભરમાં ઉજવવામાં આવે છે. મહાત્મા ગાંધીની જીવનશૈલી વિશે વાત કરીયે તો તેમણે માંસાહારી ભોજન ન થવાનો નિયમ લીધો હતો. તેમણે જીવનભર તેનું પાલન કર્યું હતુ. બાપુ હંમેશા પોતાની ખાણીપીણીમાં અમુક ફેરફાર કરતા રહેતા. પરંતુ બાપુનું ભોજન હંમેશા દેશી હતું. (Photo: Indian Express)
શરીરને એનર્જી આપે છે ખજૂરમાં ભરપૂર માત્રામાં ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને સુક્રોઝ હોય છે, જેના સેવનથી શરીરમાં એનર્જી લેવલ વધે છે. સવારે ખાલી પેટ તેનું સેવન કરવાથી શરીર દિવસભર ઉર્જાવાન રહે છે. (Photo: Freepik)
હાડકાં મજબૂત બનાવે ખજૂરમાં કેલ્શિયમ, કોપર, સેલેનિયમ અને મેગ્નેશિયમ સારી માત્રામાં જોવા મળે છે. આ તમામ ગુણ હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક છે. આવી સ્થિતિમાં તેનું નિયમિત સેવન કરવાથી હાડકાં મજબૂત થાય છે. (Photo: Freepik)
લોહીની ઉણપ દૂર કરે લોહીની ઉણપને કારણે એનિમિયાની સમસ્યા શરૂ થાય છે, આવી સ્થિતિમાં ખજૂરનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમાં સારી માત્રામાં આયર્ન હોય છે. (Photo: Freepik)
પાચનક્રિયા સુધરે છે ખજૂરમાં આવા પોષક તત્વો મળી આવે છે જે પાચન માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તેના સેવનથી પેટ સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે. (Photo: Freepik)
હૃદય તંદુરસ્ત રહે છે ખજૂરમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે જે ધમનીના કોષોમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં, તેના સેવનથી હૃદય સંબંધિત સમસ્યાઓથી રાહત મળી શકે છે. (Photo: Freepik)