મકરસંક્રાતિ પર જોવા મળ્યો પીએમ નરેન્દ્ર મોદીનો અનોખો અંદાજ, ગાયોને ખવડાવ્યો ચારો
makar sankranti 2024 : પીએમ મોદીની આ તસવીરો સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં જોવા મળે છે કે પ્રધાનમંત્રી પોતાના હાથેથી એક-એક કરીને ગાયને ચારો ખવડાવે છે
makar sankranti 2024 : મકરસંક્રાંતિના શુભ પ્રસંગે સ્નાન અને દાન કરવાની પરંપરા છે. આ સિવાય આ દિવસે ગાયોની સેવા કરવાનું પણ વધારે મહત્વ છે. હિન્દુ રિત રિવાજ અને માન્યતાઓમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે.
પીએમ મોદીની આસપાસ ઘણી ગાયો ફરતી જોવા મળે છે. પીએમ મોદી ગાયો પ્રેમથી હાથ ફેરવતા પણ જોવા મળે છે. જણાવી દઇએ કે તસવીરોમાં જોવા મળી રહેલી આ ગાયો પીએમઓ જ રાખવામા આવે છે.
આ ગાયો સામાન્ય ગાયથી અલગ છે. તેમની નસ્લ અને સંરચના સામાન્ય ગાયથી અલગ હોય છે. આ પુંગનૂર નસ્લની ગાય છે, જેને દક્ષિણ ભારતમાં વિકસિત કરવામાં આવી છે. આને દુનિયાની સૌથી નાની ગાય કહેવામાં આવે છે. તેની ઉંચાઇ સામાન્ય રીતે 3 થી 5 ફૂટ વચ્ચે હોય છે. (તમામ તસવીરો - બીજેપી ટ્વિટર)