બીઝી લાઈફ સ્ટાઇલમાં આપણે હંમેશા ઝડપી(Instant) અને હેલ્થી નાસ્તાના ઓપ્શન શોધમાં હોઈએ છીએ જે પોષણ સાથે સમાધાન કર્યા વિના આપણી ક્રેવિંગને સંતોષે છે. અહીં એક એવી ઇઝી અને હેલ્થી રેસિપી શોધી છે જે ક્રેવિંગને સંતોષવામાં મદદ કરશે.
રોશની ચોપરાએ તેના ઇન્સ્ટાગ્રામ પર મખાના ચાટની રેસીપી શેર કરી હતી, થોડી સામગ્રી, સરળ, હેલ્થી અને સ્વાદિષ્ટ સ્વાદ ધરાવતી આ મખાના ચાટ સાંજની ભૂખ સંતોષવા માટે યોગ્ય ઉકેલ છે.
મખાના ચાટ એક યુનિક રેસિપીછે કારણ કે તેને વ્યક્તિગત પસંદગીઓ અનુસાર કસ્ટમાઇઝ કરી શકાય છે અને તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે વિવિધ શાકભાજી, મસાલા અને ચટણી સાથે તૈયાર કરી શકાય છે.
મખાના ચાટ એક લોકપ્રિય નાસ્તો છે અને તેના સ્વાસ્થ્ય લાભો અને યુનિક સ્વાદ માટે ભારતીય ઘરોમાં ખૂબ જ સામાન્ય છે.આ અતિ-સરળ અને સ્વાદિષ્ટ ચાટ ફાઇબર, પ્રોટીન અને આવશ્યક ખનિજોથી ભરપૂર છે અને તેને આરોગ્યપ્રદ પસંદગી બનાવે છે.
મખાના ચાટમાં વધારે ફાઇબરએ પાચન સુધારવામાં મદદ કરે છે અને કબજિયાતને ટાળે છે . કાળું મીઠું અને જીરું જેવા અન્ય મસાલા પેટનું ફૂલવું અને એસિડિટીની સમસ્યાઓમાં મદદ કરી શકે છે.