Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/Maruti-Suzuki-e-Vitara-Launch-1.jpg)
મારૂતિ સુઝુકી ઈ વિટારા કારની પહેલી ઝલક સામે આવી છે. ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપોના પ્રથમ દિવસે દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ પોતાની સૌથી વધુ રાહ જોવાતી મારૂતિ સુઝુકી ઇલેક્ટ્રિક એસયુવી ઇ વિટારા રજૂ કરી છે, જેને બે બેટરી પેક સાથે રજૂ કરવામાં આવી છે. ઇવેન્ટમાં રજૂ કરવાની પહેલા કંપનીએ મારુતિ ઇવીએક્સ નામથી ઓટો એક્સ્પો 2023માં ઇ-વિટારાના કોન્સેપ્ટ મોડેલનું પ્રદર્શન કર્યું હતું. મારુતિ ઈ વિટારા કારમાં કંપનીએ નવી ડિઝાઈનથી લઈને ફીચર્સ સુધીના ઘણા મોટા અપડેટ આપ્યા છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/Maruti-Suzuki-e-Vitara-Car-Launch.jpeg)
ડિઝાઇનની રીતે જોઇએ તો મારુતિ સુઝુકી ઇ વિટારા ઓટો એક્સ્પો 2023માં પ્રદર્શિત મારુતિ ઇવીએક્સ જેવી જ છે, જેમાં કેટલાક અપડેટ્સ છે જે આગળ અને પાછળના ભાગમાં ટ્રાઇ-સ્લેશ એલઇડી ડેટાઇમ રનિંગ લાઇટ્સ, આગળના ખૂણામાં ચાર્જિંગ પોર્ટ્સ અને પાછળના ભાગમાં વ્હીલ કમાન કવર તરીકે દેખાય છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/Maruti-Suzuki-e-Vitara-unveiled.jpeg)
મારુતિ સુઝુકી ઇ વિટારામાં બે બેટરી પેક, પહેલું બેટરી પેક 49kWh અને બીજું બેટરી પેક 61kWh આપવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે આ ઇલેક્ટ્રિક વિટારા એકવાર ફુલ ચાર્જ કર્યા બાદ 500 કિમીની ડ્રાઇવિંગ રેન્જ આપશે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/Maruti-Suzuki-e-Vitara-Car.jpeg)
મારુતિ ઇ-વિટારાના પાવરની વાત કરીએ તો સિંગલ મોટર સાથે 49kWh બેટરી પેક 144 hpનો પાવર જનરેટ કરે છે અને સિંગલ-મોટર સાથેનો મોટો 61kWh બેટરી પેક 174 એચપી પાવર જનરેટ કરે છે. આ બંને બેટરી વેરિઅન્ટમાંથી પેદા થતો પીક ટોર્ક 189 એનએમ છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/Maruti-Suzuki-e-Vitara.jpg)
મારુતિ સુઝુકી ઇ વિટારા કારના ડાયમેન્શનની વાત કરીયે તો લંબાઈ 4,275 મીમી, પહોળાઈ 1,800 મીમી અને ઊંચાઈ 1,635 મીમી છે, જેનું વ્હીલબેઝ 2,700 મિમી છે. તેનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 180 મીમી છે અને તેનું વજન 1,702 કિલોથી 1,899 કિલોગ્રામ ની વચ્ચે છે, જે વેરિઅન્ટ મુજબ અલગ હોઇ શકે છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/Maruti-Suzuki-e-Vitara-Launch.jpg)
મારુતિ સુઝુકી ઇ વિટારા કંપની દ્વારા મોર્ડન ઇલેક્ટ્રિક એસયુવી તરીકે બનાવવામાં આવી છે, જેના પુરાવા તેના ફીચર્સ છે. આ અપકમિંગ કારમાં ડ્યુઅલ સ્ક્રીન, સ્પ્લિટ-ફોલ્ડિંગ સીટ, એડજસ્ટેબલ હેડરેસ્ટ, થ્રી-પોઇન્ટ સીટ બેલ્ટ અને આઇએસઓએફઆઇએક્સ ચાઇલ્ડ સાથે નવી ઓપરેટિંગ સિસ્ટમનો સમાવેશ થાય છે. અન્ય એડવાન્સ ફીચર્સમાં ઓટો હોલ્ડ, ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક, ટ્રેઇલ ડ્રાઇવ મોડ્સ, હિલ ડિસેન્ટ કંટ્રોલ, સિંગલ-ઝોન ઓટો ક્લાઇમેટ કન્ટ્રોલ, વાયરલેસ ફોન ચાર્જર, સાઇડ અને કર્ટેન એરબેગ્સ, હીટેડ મિરર અને એડવાન્સ ડ્રાઇવિંગ આસિસ્ટન્સ સિસ્ટમ (ADAS) સામેલ છે. (Photo: Social Media)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us