Monsoon Trip in Meghalaya : ચોમાસામાં ફરવા જવાનો પ્લાન હોય તો મેઘાલય જેવું બેસ્ટ સ્થળ કોઈ નહીં, અહીંના વોટર ફોલ અને કુદરતી સૌંદર્યતા જિંદગીભરનું સંભારણુ બની જશે, જુઓ ફોટો જોઈ ફરવાનું મન જરૂર થઈ જશે.
Meghalaya Tour Trip | મેઘાલય પ્રવાસ : ઉત્તર ભારતમાં આ સમયે સર્વત્ર ગરમી છે. તાપમાનનો પારો સતત વધી રહ્યો છે અને લોકો વરસાદની કાગ ડોળે રાહ જોઈ રહ્યા હતા. આવી સ્થિતિમાં, તમને જણાવી દઈએ કે, એક એવા રાજ્ય વિશે વાત કરીએ જ્યાં વરસાદ ખૂબ જ સુંદર હોય છે. જ્યારે વાંસના ઊંચા વૃક્ષો વચ્ચે લાકડામાંથી બનેલા ઘરો પર વરસાદ પડે છે ત્યારે તેનો અવાજ અને સુંદરતા જ અલગ હોય છે. આ સિવાય એક પહાડ પર રહી અને બીજા પહાડ પર વરસાદ જોવાની સુંદરતા જ અલગ છે. વરસાદ વચ્ચે આછો જીણો તડકો અને પછી મેઘધનુષ્ય, આ બધું તમારું મન ખુશ કરી દેશે. તો, જો આ વાતો સાંભળી તમને વરસાદ જોવાનું મન થાય તો એકવાર મેઘાલયનો વરસાદ જોવો જોઈએ. (ફોટો - કિનરેમ ધોધ - મેઘાલય ટુરિઝમ)
મેઘાલયના વરસાદને સુંદર માનવામાં આવે છે કારણ કે, અહીં વર્ષમાં લગભગ 300 થી વધુ દિવસ વરસાદ પડે છે. તમારે અહીં વરસાદની રાહ જોવાની જરૂર નહીં પડે, બલ્કે અહીંના લોકલ લોકો વરસાદ બંધ થવાની રાહ જુએ છે. પરંતુ ખાસ વાત એ છે કે, આ વરસાદથી જ આ રાજ્ય તૈયાર થયું છે. તો જોઈએ અહીંના સુંદર જોવા લાયક સ્થળો. (ફોટો - નોહકલિકાઈ ફોલ્સ - મેઘાલય ટુરિઝમ)
મૌનિસરામ - મૌનિસરામ મેઘાલયનું એક સુંદર ગામ છે. જ્યાં સૌથી વધુ વરસાદ પડે છે. તમે અહીં ઉમ્ખાકોઈ ઝીલ, માવ્લુહ ગુફા, વેઈ સોડોંગ ફોલ, નોહલીકલાઈ ઝરણુ,ક્રેમ લિયાટ પ્રાહ ગુફા, જોઈ શકો છો. (ફોટો - ઉમિયમ લેક - મેઘાલય ટુરિઝમ)
માવલીનોંગ (Mawlynnong) - માવલીનોંગ મેઘાલય રાજ્યના પૂર્વ ખાસી હિલ્સ જિલ્લામાં આવેલું એક ગામ છે. આ તેની સ્વચ્છતા માટે ડિસ્કવર ઈન્ડિયા મેગેઝિન દ્વારા તેને એશિયાના સૌથી સ્વચ્છ ગામ તરીકે પસંદ કરવામાં આવ્યું હતું. (ફોટો - ક્રાંગસૂરી ધોધ - મેઘાલય ટુરિઝમ)
શિલોંગ - શિલોંગ એક હિલ સ્ટેશન છે અને મેઘાલય રાજ્યની રાજધાની છે. તે લેડી હૈદરી પાર્કમાં મેનીક્યુર્ડ બગીચા માટે જાણીતું છે. નજીકમાં, વોર્ડ લેક પણ છે જ્યાં તમે ફરવા પણ જઈ શકો છો. અહીં તમે એલિફન્ટ ફોલ્સ (Elephant Falls) ની પણ મુલાકાત લઈ શકો છો. (ફોટો - કુડેંગ્રીમ ધોધ - મેઘાલય ટુરિઝમ)
બાલપાક્રમ નેશનલ પાર્ક - બાલપાક્રમ રાષ્ટ્રીય ઉદ્યાન મેઘાલયમાં ગારો હિલ્સની દક્ષિણે આવેલ એક રાષ્ટ્રીય ઉદ્યાન છે, જે બાંગ્લાદેશ સાથેની આંતરરાષ્ટ્રીય સરહદની નજીક 910 મીટરની ઉંચાઈએ આવેલું છે. અહીં તમે પ્રકૃતિની સુંદરતાની પ્રશંસા કરવા જઈ શકો છો. (ફોટો - નોંગ્રીઆટ રુટ બ્રિજ - મેઘાલય ટુરિઝમ)
અમદાવાદથી મેઘાલય કેવી રીતે જવું - અમદાવાદથી તમે મેઘાલય સીધી ટ્રેન નથી પણ ફ્લાઈટ દ્વારા પહોંચી શકાય છે. આ માટે અમદાવાદથી સીધી બારાપાની એરપોર્ટની ફ્લાઈટ મળી જાય છે. આ સિવાય તમે જો ઓછ ખર્ચે ટ્રેનથી પહોંચવા માંગતા હોવ તો અમદાવાદથી સીધી ગુવાહાટી કામાખ્યા એક્સપ્રેસ ટ્રેન જાય છે (ટિકિટ ખર્ચ સ્લીપર - 900 રૂપિયા) થાય છે. ત્યારબાદ ગુવાહાટીથી તમે શિલાંગ (99 કિમી) ટ્રેન અથવા બસમાં બેસી જઈ શકો છો. અને શિલાંગ પહોંચી તમે મેઘાલયના અન્ય સ્થળોએ આરામથી પહોંચી શકો છો. (ફોટો - ચેરાપુંજી સોહરા - મેઘાલય ટુરિઝમ)