Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/MG-Comet-EV-Car-1.jpg)
એમજી મોટર ઈન્ડિયા દ્વારા ભારતીય બજારમાં 2025 કોમેટ ઇવી કાર લોન્ચ કરી છે. 2025 એમજી કોમેટ ઇવી ભારતની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર છે, જે નવા સેફ્ટી ફીચર્સ સાથે રજૂ કરવામાં આવી છે. આ કોમ્પેક્ટ ઇલેક્ટ્રિક કાર હવે પહેલા કરતા વધુ પ્રીમિયમ અને સુરક્ષિત થઇ ગઇ છે. કંપનીએ આ કાર સિંગલ ચાર્જિંગમાં 200 કિમીથી વધુ દોડવાનો દાવો કર્યો છે. કંપનીએ નવી એમજી કોમેટ ઇવીમાં ઘણા નવા ફીચર્સ ઉમેર્યા છે, જેનાથી ડ્રાઇવિંગ અનુભવ વધુ આનંદદાયક બને છે. જો તમે ઇ કાર ખરીદવાનું વિચારો છો તો એમજી કોમેટ ઇવી વિશે વિચારી શકાય છે. 2025 MG Comet EV કારની કિંમત, માઇલેજથી લઇ સેફ્ટી ફીચર્સ સહિત તમામ વિગત જાણો અહીં (Photo: MG Motor)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/MG-Comet-EV-Safety-features.jpg)
લેટેસ્ટ એમજી કોમેટ ઇવીમાં હવે રિયર પાર્કિંગ કેમેરા અને પાવર ફોલ્ડિંગ આઉટસાઇડ રિયર વ્યૂ મિરર ORVMs) આવે છે. જે Excite અને Excite FC વેરિયન્ટ્સમાં ઉપલબ્ધ છે. તો Exclusive અને Exclusive FC વેરિયન્ટ્સને લેધર સીટ અને 4 સ્પીકર ઓડિયો સિસ્ટમ સાથે અપગ્રેડ કરવામાં આવ્યા છે, જેનાથી કારનું ઇન્ટિરિયર પહેલા કરતા વધુ પ્રીમિયમ આકર્ષક દેખાય છે. ઉપરાંત ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કન્ટ્રોલ (ESC) અને ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક (EPB) જેવા સેફ્ટી ફીચર્સ પણ ઉમેરવામાં આવ્યા છે. (Photo: MG Motor)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/2025-MG-Comet-EV.jpeg)
નવી એમજી કોમેટ ઇવીમાં ક્રીપ મોડ આપવામાં આવ્યું છે, જેનાથી બ્રેક પરથી પગ હટાવતા જ કાર ધીમે ધીમે આપમેળે ચાલવા લાગે છે. અગાઉ કાર ચલાવવા માટે ડ્રાઇવરે એક્સિલેટર દબાવી રાખવું પડતું હતું. ઉપરાંત 17.4 kWh બેટરી પેક સાથે આ ઇવી 1 વખત ચાર્જ થયા બાદ 230 કિમી સુધી માઇલેજ રેન્જ આપતી હોવાનો કંપનીએ દાવો કર્યો છે. (Photo: MG Motor)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/MG-Comet-EV-Car.jpg)
એમજી કોમેટ ઇવી સાથે e-Shield પ્રોગ્રામ રજૂ કર્યો છે, જેમા 3 વર્ષ કે 1 લાખ કિલોમીટરની સ્ટાન્ડર્ડ વોરંટી, 3 વર્ષની રોડસાઇડ આસિસ્ટન્ટ (RSA) અને 3 ફ્રી લેબર સર્વિસ સામેલ છે. તે ઉપરાંત બેટરી પેક પર 8 વર્ષ કે 1.2 લાખ કિમીની વોરંટી આપવામાં આવે છે. (Photo: MG Motor)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/MG-Comet-EV-Features.jpg)
2025 MG Comet EV 5 વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. જેમા Executive, Excite, Excite Fast Charge (FC), Exclusive અને Exclusive Fast Charge (FC) સામેલ છે. ઉપરાંત કંપની એ Blackstorm Edition પણ રજૂ કરી છે, જેનું બુકિંગ ₹ 11,000 થી શરૂ થઇ ગયું છે. (Photo: MG Motor)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/MG-Comet-EV-photo.jpg)
નવા એમજી કોમેટ ઇવીની કિંમત 4.99 લાખ રૂપિયા એક્સ શો-રૂમથી શરૂ થાય છે. ટોપ મોડેલની કિંમત 9.80 લાખ રૂપિયા સુધી પહોંચે છે. એમજી કોમેટ ઇવીને બેટરી અને બેટરી વગરના મોડલમાં ખરીદી શકાય છે. ગ્રાહક પોતાના બજેટ મુજબ કોઇ પણ મોડલ પસંદ કરી શકે છે. કોમ્પેક્ટ સાઇઝ, એડવાન્સ ફીચર્સ અને વાજબી કિંમતના લીધે એમજી કોમેટ ઇવી કાર શહેરમાં ચલાવવા માટે એક ઉત્તમ વિકલ્પ બની શકે છે. (Photo: MG Motor)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us