Monsoon Skin Care Tips : ચોમાસામાં ઓઈલી સ્કિનની સમસ્યા વધે તો કેવી રીતે કાળજી રાખવી?
Monsoon Skin Care Tips : ચોમાસુ (Monsoon) એ ઉનાળાની ગરમીમાંથી રાહત આપે છે. પરંતુ આ ઋતુના આગમન સાથે લાઈફ સ્ટાઇલમાં કેટલાક પરિવર્તન કર્વ્સ પડે છે. વરસાદી વરાવરણમાં ઉચ્ચ ભેજ જોવા મળે છે અને તે ઓઈલી સ્કિનની સમસ્યામાં વધારો કરે છે. અહીં જાણો કેટલી બ્યુટી ટિપ્સ
ચોમાસુ (Monsoon) એ ઉનાળાની ગરમીમાંથી રાહત આપે છે. પરંતુ આ ઋતુના આગમન સાથે લાઈફ સ્ટાઇલમાં કેટલાક પરિવર્તન કર્વ્સ પડે છે. વરસાદી વરાવરણમાં ઉચ્ચ ભેજ જોવા મળે છે અને તે ઓઈલી સ્કિનની સમસ્યામાં વધારો કરે છે. અહીં જાણો કેટલી બ્યુટી ટિપ્સ
સ્કિનએ સાફ રાખો : સફાઈએ કોઈપણ સ્કિનકેર રૂટિનનો પાયો છે, અને ચોમાસા દરમિયાન ઓઈલી સ્કિન માટે, તે વધુ નિર્ણાયક બની જાય છે. તમારી સ્કિનનો નેચરલ ભેજ ન છીનવાય અને ગંદકી, અશુદ્ધિઓ અને વધારાનું તેલ અસરકારક રીતે દૂર કરે તેવા હળવા ક્લીન્સરનો ઉપયોગ કરો.
એક્સ્ફોલિયેશન : એક્સ્ફોલિયેશનએ ઓઈલી સ્કિનના પ્રકારો માટે ગેમ-ચેન્જર છે. નિયમિતપણે તમારી સ્કિનને એક્સ્ફોલિએટ કરવાથી મૃત કોષોને દૂર કરવામાં, છિદ્રોને બંધ કરવામાં અને વધારાનું તેલ ઘટાડવામાં મદદ મળે છે.
લાઈટ મેકઅપ રાખો : ચોમાસા દરમિયાન ભારે મેકઅપ કરવાથી અસ્વસ્થતા અનુભવાય છે અને છિદ્રો ભરાઈ જાય છે. હેવી નહિ પરંતુ લાઈટ વોટરપ્રૂફ મેકઅપ પ્રોડક્ટનો ઉપયોગ કરો.
મેકઅપ રીમુવરનો ઉપયોગ કરો : રાત્રે સુતા પહેલા તમારી સ્કિનને સાફ કરવી મહત્વપૂર્ણ છે. વરસાદનું પાણી, ભેજ અને પરસેવો મેકઅપને તમારા છિદ્રોમાં સ્થાયી થવાનું કારણ બની શકે છે. જેથી ત્વચામાં બળતરા થાય છે. તેથી, તમારી સ્કિનકેર રૂટિનમાં વિશ્વસનીય મેકઅપ રીમુવરનો સમાવેશ કરવો જરૂરી છે.