વરસાદમાં કેરળનું આ સ્થળ દેખાય છે જન્નત જેવું, ઘરે પાછા જવાનું મન નહીં થાય
Best Tourist Places In Wayanad Kerala: કેરળનું વાયનાડ ચોમાસાના વરસાદ બાદ સોળે કળાએ ખીલી ઉઠે છે. ઉંચા પહાડ, ધુમ્મ્સ, લીલા ઘાસથી ઢંકાયેલા મેદાન, નદી અને ઝરણાં જોઇ પ્રવાસીઓને ઘરે પાછા જવાનું મન નથી થતું.
વરસાદમાં વાયનાડ પ્રવાસ ચોમાસાના વરસાદમાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે. આથી પ્રકૃતિ પ્રેમીઓ માટે ચોમાસામાં કુદરતી સુંદરતાનો નજારો માણવા કરેળ શ્રેષ્ઠ સ્થળ છે. કેરળ દક્ષિણ ભારતનું કાશ્મીર કહેવાય છે. એક બાજુ ઉંચા પહાડ તો બીજી બાજુ દરિયો, ઉંડી ખીણ, નદી, ઝરણાં અને પક્ષીઓનો કલવર પ્રવાસીઓને કેરળ ખેંચી લાવે છે. કેરળનું વાયનાડ પ્રખ્યાત ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે. અહીં વાયનાડના પ્રખ્યાત જોવાલાયક 5 સ્થળોની જાણકારી આપી છે. (Photo: Social Media)
અડકકલ ગુફા વાયનાડ પ્રવાસ દરમિયાન પ્રવાસીઓ અડકકલ ગુફાની અચૂક મુલાકાત લે છે. હકીકીતમાં અડકકલ ગુફાઓમાં ઘણો આકર્ષક નજારો જોવા મળે છે. તે વાયનાડનું અત્યંત મહત્વપૂર્ણ અને આકર્ષક સ્થળ માનવામાં આવે છે. અહીં ટ્રેકિંગ કરીને પ્રવાસીઓ પહોંચે છે. ગાઢ લીલાછમ જંગલ અને કોફીના બગીચા જોઇ પ્રવાસીઓ આનંદિત થઇ જાય છે. (Photo: Kerala Tourism)
સોચીપુરા ઝરણું વાયનાડમાં જોવાલાયક સ્થળોમાં સોચીપુરા ઝરણું અત્યંત સુંદર છે. હકીકતમાં આ ઝરણું પ્રવાસીઓને હિલ સ્ટેશન જેવો અનુભવ કરાવે છે. તેને સેંટિનેલ રોક વોટરફોલના નામે પણ ઓળખવામાં આવે છે. આ ઝરણું ગાઢ જંગલ અને ઉંચા પહાડોથી ઘેરાયેલું હોવાના કારણે પણ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર છે. અહીં પ્રવાસીઓને ટ્રેકિંગ કરવાની તક મળે છે. (Photo: Kerala Tourism)
ચેમ્બરા પીક વાયનાડમાં ચેમ્બરા પીક પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. એક ઉંચા શિખરથી સમગ્ર વાયનાડનો નજારો જોવા મળેછે. હકીકતમાં ચેમ્બરા પીક વાયનાડનું સૌથી ઉંચુ શિખર છે. અહીં પ્રવાસીઓ ટ્રેકિંગ કરવાની મજા માણે છે. ગાઢ જંગલ, લીલા ઘાસવાળા મેદાન અને ધુમ્મસ થી ઢંકાયેલા પહાડ પ્રવાસીઓને સુખદ અનુભવ કરાવે છે. (Photo: Kerala Tourism)
બાણાસુર સાગર ડેમ વાયનાડ ફરવા જાવ તો બાણાસુર સાગર ડેમ જોવાનું ભુલતા નહીં. આ ડેમનો અદભુત નજારો જોવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે અને બોટિંગની મજા માણે છે. અહીં ટ્રેકિંગ પણ કરી શકાય છે. સાથે સાથે કુદરતી સૌંદર્યનો અદભુત નજારો જોવા મળે છે. (Photo: Kerala Tourism)
ટ્રી હાઉસ વાયનાડ ફરતી વખતે ટ્રી હાઉસની મુલાકાત લેવી જોઇએ. હકીકતમાં પ્રવાસીઓ ઝાડ પર બનેલા ઘર જોઇ આશ્ચર્યચકિત થાય છે, જે તમારા પ્રવાસને યાદગાર બનાવે છે. અહીંનું દરેક દ્રશ્ય અદભુત અને આકર્ષક હોય છે. (Photo: Kerala Tourism)