Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/Monsoon-Trip-Romantic-Places.jpg)
ચોમાસાના વરસાદમાં ફરવાની મજા જ કંઇક અલગ હોય છે. મિત્રો, પાર્ટનર અને પરિવાર સાથે ફરવા માટે ભારતમાં ઘણા સ્થળો છે જે ચોમાસના વરસાદમાં સ્વર્ગ જેવા દેખાય છે. ઝરમર વરસાદ, માટીની મીઠી સુગંઘ અને ચારે બાજુ હરિયાળી જોઇ પ્રવાસીઓનું મન પ્રફુલ્લિત થઇ જાય છે. અહી ભારતના પ્રસિદ્ધ 4 સ્થળો વિશે જાણકારી આપી છે, જે પાર્ટનર સાથે ફરવા માટે પરફેક્ટ છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/Coorg-Monsoon-Trip.jpg)
કર્ણાટકમાં આવેલું કુર્ગ દક્ષિણ ભારતનું કાશ્મીર કહેવાય છે. કોફીના બગીચા, ગાઢ જંગલો અને ઠંડા હવામાન માટે પ્રખ્યાત કુર્ગ ચોમાસામાં ફરવા માટે રોમેન્ટિક ડેસ્ટિનેશન છે. તાડિયાંડમોલ જેવા ટ્રેકિંગ સ્પોટ અને એબી ફોલ્સ જેવા ઝરણાં ચોમાસાના વરસાદમાં સોળે કાળે ખીલી ઉઠે છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/Munnar-Monsoon-Trip.jpg)
મુન્નાર કેરળની પશ્ચિમ ઘાટીનું સૌથી સુંદર મોનસૂન ડેસ્ટિનેશન છે. વરસાદમાં ચારેય બાજુ ધુમ્મુસ હોય છે. ચાના બગીચા વરસાદમાં લીલી ચાદર ઓઢી હોય તેવા દેખાય છે. ખળખળ વહેતા અડ્ડકલ અને લક્કમ ઝરણાંનું સૌંદર્ય જોવાલાયક હોય છે. અહીં સારા સુવ્યવસ્થિત રોડ રસ્તાઓ છે અને હિમાલયના વિસ્તારોની તુલનાએ ભૂસ્ખલનનો ખતરો ઓછો હોય છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/Udaipur-Monsoon-Trip.jpg)
રાજસ્થાનનું ઉદયપુર ચોમાસામાં ફરવા માટે ઉત્તમ સ્થળ છે. લેક સિટી તરીકે પ્રખ્યાત ઉદયપુરમાં વરસાદ બાદ વાતાવવરણ રોમેન્ટિક બની જાય છે. પિછોલ તળાવના કિનારે બેસવું, નૌકા વિહાર, સજ્જનગઢની મુલાકાત યાદગાર રહે છે. હરિયાળી, શાંતિ અને ઓછી ભીડ ઉદયપુરને ચોમાસામાં ફરવા માટે લોકપ્રિય સ્થળ બનાવે છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/lonavala-monsoon-trip.jpg)
મહારાષ્ટ્રનું લોનાવાલા ખંડાલા ઉનાળાની સાથે સાથે ચોમાસામાં પણ ફરવા માટે શ્રેષ્ઠ સ્થળ છે. મુંબઇના લોકો માટે ફેમસ વિકેન્ડ ડેસ્ટિનેશન છે. લીલી ચાદર ઓઢેલા પહાડ, વાદળ, ધુમ્મસ, ઠંડી હવા પ્રવાસીઓને અદભુત આનંદ આપે છે. લોનાવાલા ખંડાલા રોડ અને ટ્રેન માર્ગે સારી રીતે જોડાયેલું હોવાથી મોટી સંખ્યામાં લોકો અહીં ફરવા આવે છે. (Photo: Social Media)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us