Monsoon Trip: ચોમાસામાં અમદાવાદ નજીક આ સ્થળે માણો જન્નત જેવો નજારો, પાર્ટનર ખુશ થશે
Best Places To Visit In Jamnagar In Monsoon: ચોમાસાના વરસાદમાં ફરવા માટે ગુજરાતનું જામનગર ઉત્તમ સ્થળ છે. દરિયા કિનારો, ધોધ અને ડુંગરનું કુદરતી સૌંદર્ય જોઇ પ્રવાસીઓ મંત્રમુગ્ઘ થઇ જાય છે.
જામનગરના જોવલાયક 4 સ્થળ ગુજરાતમાં ઘણા જોવાલાયક સ્થળો છે જ્યાં ચોમાસામાં ફરવા થઇ શકાય છે. જામનગર ગુજરાતમાં દરિયા કિનારે આવેલું સુંદર શહેર છે. અહીં ચોમાસાના વરસાદ પછીનો કુદરતી નજારો જોવા લાયક હોય છે. જામનગર ઐતિહાસિક ઇમારતોની સાથે સાથે પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર ફરવા લાયક સ્થળ છે. જો અહીં પાર્ટનર, પરિવાર અને મિત્રો સાથે ફરવા થઇ શકાય છે. અમદાવાદથી જામનગર 300 કિમી દૂર આવેલું છે. જામનગર રોડ અને ટ્રેન માર્ગે મોટાભાગના શહેરો સાથે જોડાયેલું છે. (Photo: Social Media)
બેચટેલ બીચ : Bechtel Beach બેચટેલ બીચ જામનગરના પ્રસિદ્ધ દરિયા કિનારા પૈકીનું એક માનવામાં આવે છે. અહીં સફેદ રેતી અને વાદળી રંગના દરિયાના પાણી જોઇ પ્રવાસીઓ મંત્રમુગ્ઘ થઇ જાય છે. અહીં દરિયા કિનારની રેતીની બેસીને પાર્ટનર સાથે હાથમાં હાથ નાંખી સૂર્યાસ્ત અને સૂર્યોદતનો નજારો જોવો યાદગાર રહે છે. દરિયા કિનારીની સુંદરતા સાથે સાથે અદભુત શાંતિ પ્રવાસીઓને સુખદ આનંદ આપે છે. (Photo: Social Media)
ખંડ ખંભાળિયા ધોધ : Khad Khambhaliya Waterfall ખંડ ખંભાળિયા ઝરણું જોયા વગર જામનગર પ્રવાસ અધુરો ગણાય છે. તે ગુજરાતના સૌથી પ્રખ્યાત સુંદર ધોધ પૈકીનું એક છે. આ ધોધના પાણીનો અવાજ ઘણા કિલોમીટર દૂરથી સાંભળી શકાય છે. ખંડ ખંભાળિયા ધોધ જામનગર શહેરથી 40 કિમી દૂર કાલાવડ તાલુકાના રાવશિયા ગામમાં આવેલું છે. (Photo: Social Media)
રણજીત સાગર ડેમ : Ranjit Sagar Dam રણજીત સાગર ડેમ જામનગરમાં ચોમાસામાં ફરવા માટે સૌથી પ્રખ્યાત અને સુંદર સ્થળ પૈકીનું એક છે. જો તમે પ્રકૃતિ પ્રેમી છો, આ સ્થળ જરૂર ગમશે. ચોમાસાના વરસાદમાં અહીં મુલાકાતીઓ પાણીમાં મસ્તી કરવાની મજા માણે છે. વોટર પાર્કનો ખર્ચ કરવાના બદલે નેચરલ વોટર પાર્કનો આનંદ માણવા મળે છે. (Photo: Social Media)
જામનગર મરીન નેશનલ પાર્ક : Khad Khambhaliya Waterfall જામનગરના દરિયાઇ કિનારમાં આવેલા મરીન નેશનલ પાર્કને ઓગસ્ટ 1980થી દરિયાઇ ઉદ્યાનનો દરજ્જો મળ્યો છે. પ્રવાસીઓને ચોમાસામાં આ સ્થળે ફરવું અદભુત આનંદ આપે છે. આ વિસ્તારમાં 458 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલો છે. અહીં હોડીમાં બેસીને પહોંચી શકાય છે. જામનગરથી 30 કિમી દૂર કચ્છના અખાતમાં આ સ્થળ આવેલું છે. (Photo: Social Media)