Best Places to Visit In Udaipur: ચોમાસાના વરસાદમાં રાજસ્થાનનું લેક સીટી ઉદયપુર સોળે કળાએ ખીલી ઉઠે છે. ઉંચા પહાડોથી ઘેરાયેલું ઉદયપુરમાં વરસાદ પછી રોમેન્ટિક માહોલમાં પાર્ટનર કે મિત્રો સાથે આ 5 સ્થળોની લોંગ ડ્રાઇવ યાદગાર બની રહે છે.
ઉદયપુર પ્રવાસ ચોમાસાના વરસાદમાં રાજસ્થાનનું લેક સીટી ઉદયપુર સોળે કળાએ ખીલી ઉઠે છે. ઉદયપુર પ્રકૃતિ અને ઇતિહાસ પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે. ઉદયપુર રોમેન્ટિક અને ફોટોજેનિક પ્લેસ છે. ચોમાસામાં ઉદયપુર પ્રવાસને વધુ યાદગાર બનાવવા આ લોંગ ટ્રીપની મજા માણવી જોઇએ. (Photo: Social Media)
સજ્જનગઢ કિલ્લો સજ્જનગઢ કિલ્લો, જેને મોનસૂન પેલેસ પણ કહેવાય છે, તે ઉદયપુરથી માત્ર 10 કિમી દૂર છે. સજ્જનગઢ કિલ્લા પર પહોંચવાનો માર્ગ ઉંચા પહાડ અનં જગલ માંથી પસાર થાય છે. વરસાદમાં આ પહાડ પર વાદળો અને ગાઢ ધુમ્મસ જોવા મળે છે. સજ્જનગઢ કિલ્લા પરથી ઉદયપુર શહેરનો નયનરમ્ય મનમોહક નજારો જોવા મળે છે. આ લોંગ ડ્રાઇવ પ્રવાસને રોમાંચક બનાવે છે. (Photo: @UdaipurBlog)
ઝાડોલા રોડ ચોમાસામાં ઉદયપુરથી લગભગ 30 કિમી દૂર ઝાડોલ પહોંચવાના રસ્તા પર મનમોહક કુદરતી નજારો જોવા મળે છે. વરસાદમાં લીલાછમ વૃક્ષો તમને બોલાવી રહ્યા હોવાનો અહેસાસ થાય છે. રસ્તાની બંને બાજુ લીલા ચાદરી પાથરી હોય તેવી ઉંડી ખીણ અને ખેતરો આંખોને ઠંડક આપે છે. આ સ્થળની મુલાકાત તમારા પ્રવાસનો સંપૂર્ણ થાક ઉતારી દે છે. (Photo: Social Media)
બડી ઝીલ બડી ઝીલ, ઉદયપુરથી લગભગ 12 થી 15 કિમી દૂર આવેલી છે. તળાવ પાસે બાહુબલી હિલ્સનો નજારો ખાસ કરીને ચોમાસામાં આકર્ષક હોય છે. રસ્તામાં આવતા ઝરણાં, પહાડ અને ગામડાં આ પ્રવાસને પ્રકૃતિ પ્રેમીઓને સુંદર અનુભવ આપે છે. (Photo: Social Media)
નંદેશ્વર મંદિર જો તમને વધુ લાંબા ડ્રાઇવની મજા માણવાની ઇચ્છા છે તો નંદેશ્વર મંદિર તરફી ઉપડી જાવ. આ એક શાંત અને કુદરતી સ્થળ છે જ્યાં એક આકર્ષક શિવ મંદિર અને તેની નજીક આવેલું તળાવ ચોમાસામાં અત્યંત આકર્ષક દેખાય છે. શહેરની ભીડથી દૂર અહીંનું શાંત વાતાવરણ સુખદ અનુભવ આપે છે. (Photo: Social Media)
પિપલિયા જો તમને એડવેન્ચર અને ઓફ બીટ સ્થળો ફરવાનો શોખ છે, તો પિપલિયાની મુલાકાત લેવી જોઇએ. અહીંની ખીણ, ઝણા અને કુદરતી સૌંદર્ય વરસાદમાં જોવાલાયક હોય છે. પહાડ માંથી પસાર થતા વળાંક વાળા રસ્તાઓ પ્રવાસને વધુ રોમાંચક બનાવે છે. (Photo: Social Media)