Most Expensive City 2024 : ભારતના સૌથી મોંઘા શહેરો માં મુંબઈ પ્રથમ, વિશ્વનું સૌથી મોંઘુ શહેર હોંગકોંગ
Most Expensive cities 2024 : વિશ્વ (World) ના સૌથી મોંઘા શહેરમાં હોંગકોંગ (Hong Kong) પ્રથમ સ્થાને છે, તો ભારત (India) ના સૌથી મોંઘા શહેરમાં મુંબઈ સૌથી મોંઘુ શહેર (CitY) છે. તો જોઈએ મર્સર 2024 નો કોસ્ટ ઓફ લિવિંગ રિપોર્ટ (Mercer Cost of Living Report 2024).
Most Expensive City in India and the World : મોંઘવારી ભારત જ નહીં વિશ્વભરમાં વધી રહી છે. ત્યારે મર્સર 2024 ના કોસ્ટ ઓફ લિવિંગ રિપોર્ટમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. જેમાં ભારતનું સૌથી મોંઘુ શહેર મુંબઈ હોવાનું સામે આવ્યું છે, જ્યારે વિશ્વનું સૌથી મોંઘુ શહેર હોંગકોંગ માનવામાં આવે છે. મર્સરનો આ રિપોર્ટ રહેવાનો ખર્ચ, મકાનના ભાડા, વ્યક્તિગત સંભાળ, પરિવહન ખર્ચ આ બધાના સર્વેના આધારે આપવામાં આવ્યો છે. (પ્રતિકાત્મક ફોટો સોર્સ - ફ્રીપીક)
વિશ્વના મોંઘા શહેરોમાં મુંબઈ 136 મા નંબર પર - મર્સર 2024 ના રિપોર્ટ અનુસાર, ભારતના મોંઘા શહેરોની વાત કરીએ તો, મુંબઈમાં રહેવું દિવસેને દિવસે સતત મોંઘુ થઈ રહ્યું છે. વિશ્વના મોંઘા શહેરોના 2023ના રિપોર્ટ સાથે તુલના કરીએ તો, 2024 માં મુંબઈ 147 મા સ્થાનેથી 11 સ્થાન આગળ વધીને 136 માં સ્થાને પહોંચી ગયું છે, જ્યારે દિલ્હી 4 સ્થાન વધીને 164 માં સ્થાને પહોંચી ગયું છે. તો ચેન્નાઈ પાંચ સ્થાન ઘટીને 189 માં સ્થાને, બેંગલુરુ છ સ્થાન ઘટીને 195 મા પર, હૈદરાબાદ 202માં યથાવત છે, પુણે આઠ સ્થાનની છલાંગ લગાવીને 205માં અને કોલકાતા ચાર સ્થાન આગળ વધીને 207 પર પહોંચી ગયું છે. (પ્રતિકાત્મક ફોટો સોર્સ - ફ્રીપીક)
ભારતના ટોપ 7 મોંઘા શહેર - દુનિયામાં ટોપ 100 મોંઘા શહેરોમાં ભારતનું એક પણ શહેરનું નામ નથી, પરંતુ ભારતના સૌથી મોંઘા શહેરોની વાત કરીએ તો, પ્રથમ નંબર પર મુંબઈ, બીજા નંબર પર દિલ્હી, ત્રીજા નંબર પર ચેન્નાઈ, ચોથા નંબરે બેંગ્લોર, પાંચમા નંબરે હૈદરાબાદ, છઠ્ઠા નંબરે પૂણે અને સાતમા નંબર પર કોલકાતાનો નંબર આવે છે. (ફોટો - એક્સપ્રેસ)
કયા શહેરમાં કઈ વસ્તુઓ મોંઘી - મર્સર કોસ્ટ ઓફ લિવિંગ ડેટા અનુસાર ભારતીય શહેરોની વાત કરીએ તો, સૌંદર્ય પ્રસાધનો, ટોયલેટરીઝ અને બ્યુટી પ્રોડક્ટ્સ સહિતની અંગત સંભાળના ઉત્પાદનો મુંબઈમાં સૌથી વધુ મોંઘા જોવા મળ્યા છે, ત્યારબાદ ચેન્નાઈ આવે છે. તો કોલકાતામાં સૌથી ઓછા ખર્ચાળ જોવા મળ્યા છે.તો ઉર્જા અને ઉપયોગિતા ખર્ચ પણ મુંબઈમાં સૌથી મોંઘા છે, ત્યારબાદ પૂણેનો નંબર આવે છે. તો વાહનવ્યવહાર ખર્ચ, જેમાં ઓટોમોબાઈલ, ઓટો પાર્ટ્સ અને રનિંગ કોસ્ટ પણ સૌથી મોંઘા છે, આ વસ્તુઓમાં મુંબઈ પછી બેંગલુરુ આવે છે. (પ્રતિકાત્મક ફોટો સોર્સ - ફ્રીપીક)
મકાનોના ભાડાની વાત કરીએ તો દિલ્હી પ્રથમ છે, અહીં હાઉસિંગ ભાડામાં સૌથી વધુ વધારો જોવા મળ્યો હતો, જે પ્રવાસીઓ માટે 12-15 ટકા હતો, જ્યારે મુંબઈમાં મકાન ભાડા 6-8 ટકા, બેંગલુરુમાં 3-6 ટકા અને પુણે, હૈદરાબાદ અને ચેન્નાઈમાં 2-4 ટકાનો વધારો જોવા મળ્યો હતો. જો જીવન જરૂરિયાતની વસ્તુઓની વાત કરીએ તો, દૂધ અને ડેરી ઉત્પાદનો, બ્રેડ ઉત્પાદનો, પીણાં, તેલ, ફળો અને શાકભાજી કોલકાતામાં સૌથી વધુ પોસાય તેવા જોવા મળ્યા હતા, ત્યારબાદ પૂણેનો નંબર આવે છે, જ્યારે દિલ્હીમાં દારૂ અને તમાકુ ઉત્પાદનો સૌથી ઓછા ખર્ચાળ જોવા મળ્યા હતા. (પ્રતિકાત્મક ફોટો સોર્સ - ફ્રીપીક)
મર્સરના અહેવાલમાં જણાવાયું છે કે, વૈશ્વિક અર્થતંત્ર ભૌગોલિક રાજકીય સંઘર્ષો અને વધતી જતી ફુગાવા જેવા પડકારોનો સામનો કરી રહ્યું છે, તેથી સંસ્થાઓ તેમના વૈશ્વિક પ્રતિભા પૂલ પર અસર સાથે ઝઝૂમી રહી છે. રિપોર્ટ એ પણ દર્શાવે છે કે, ટોચની પ્રતિભાઓને આકર્ષિત કરવા અને જાળવી રાખવાની વાત આવે છે ત્યારે હાઉસિંગ ખર્ચ એ મુખ્ય પરિબળ છે. હાઉસિંગ ખર્ચ માત્ર સંસ્થાના બજેટને જ અસર કરતું નથી, પરંતુ તે કર્મચારીઓના જીવનની ગુણવત્તાને પણ અસર કરે છે. (પ્રતિકાત્મક ફોટો સોર્સ - ફ્રીપીક)
દુનિયાના ટોપ 10 મોંઘા શહેરો - દુનિયાના ટોપ મોંઘા શહેરોની વાત કરીએ તો, હોંગકોંગ વિશ્વમાં સૌથી મોંઘુ શહેર છે. ત્યારબાદ બીજા નંબર પર સિંગાપુર, તો ત્રીજા નંબરે સ્વિટ્ઝરલેન્ડનું જ્યૂરિચ, ચોથા નંબર પર સ્વિઝરલેન્ડનું જિનેવા, પાંચમા નંબર પર સ્વિઝરલેન્ડનું બેસલ, છઠ્ઠા નંબર પર પણ સ્વિઝરલેન્ડનું બર્ન શહેર મોંઘુ શહેર છે, ત્યારબાદ સાતમા નંબર પર અમેરિકાની ન્યુયોર્ક સિટી, આઠમા નંબર પર યુકેનું લંડન સીટી, બહામાસનું નાસાઉ શહેર, નવમા નંબર પર અમેરિકાનું લોસ એન્જલસ તો 10 મા નંબર પર ડેનમાર્કનું કોપેનહેગન શહેર વિશ્વનું સૌથી મોંઘુ શહેર છે. (પ્રતિકાત્મક ફોટો સોર્સ - ફ્રીપીક)