Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/pets-dogs.jpg)
કૂતરા એટલે કે ડોગ મનુષ્યના સૌથી વફાદાર પ્રાણી માનવામાં આવે છે. ભારતમાં પણ કુતરા પાળવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. ઘરે ડોગ પાળવા સરળ હોય છે. ઘણા પશુપ્રેમીઓ તેમના ઘરમાં એક નહીં પરંતુ ઘણા કૂતરાઓને રાખે છે. બાય ધ વે, તમામ પ્રાણીઓમાં, કૂતરો એકમાત્ર પ્રાણી છે જે માનવ હૃદયની સૌથી નજીક છે અને ઝડપથી માણસો સાથે મિત્રતા કરી લે છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/best-pets-for-home.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/Tibetan-Mastiff.jpg)
તિબેટીયન મસ્તિ પ્રજાતિના કૂતરાઓ સૌથી શક્તિશાળી છે. તે સામાન્ય રીતે હિમાલયના પ્રદેશોમાં જોવા મળે છે. આ પ્રજાતિના શ્વાન તેમની તાકાત, વફાદારી અને રક્ષણાત્મક સ્વભાવ માટે જાણીતા છે. તિબેટીયન માસ્ટિફનું વજન સામાન્ય રીતે 40 થી 50 કિલોગ્રામની વચ્ચે હોય છે. તેઓ પોતાના માલિક પ્રત્યે બિલકુલ વફાદાર હોય છે. તિબેટિયન માસ્ટીફ પ્રજાતિના કૂતરાની કિંમત 70થી 75 હજાર રૂપિયા સુધીની હોય છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/Saint-Bernard.jpg)
સેન્ટ બર્નાર્ડ પ્રજાતિના શ્વાનનું કદ ખૂબ જ વિશાળ હોય છે. તેમનો સ્વભાવ એકદમ સરળ હોય છે, પરંતુ તેઓ તેમના માલિક પ્રત્યે એકદમ વફાદાર હોય છે. આ પ્રજાતિના ડોગ રક્ષણાત્મક ક્ષમતા માટે ઓળખવામાં આવે છે. આ પ્રજાતિના શ્વાન મુખ્યત્વે સ્વિટ્ઝરલેન્ડ અને ઇટાલીના પર્વતોમાં જોવા મળે છે. તેમનું વજન 70 થી 120 કિલોગ્રામ સુધીનું હોય છે. આ કૂતરા જોવામાં આળસુ હોય છે, પરંતુ તેમનો સ્વભાવ એકદમ ધારદાર હોય છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/English-Bulldog.jpg)
ઇંગ્લિશ બુલડોગ પ્રજાતિના શ્વાનને બ્રિટીશ બુલડોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કૂતરાઓને બુલડોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમને ત્રાંસી નાક, કરચલીવાળો ચહેરો અને પહોળા શરીરથી ઓળખવામાં આવે છે. આ પ્રજાતિના શ્વાન તેમના શાંત અને મૈત્રીપૂર્ણ સ્વભાવ માટે ઓળખવામાં આવે છે. તેમના શરીરનું કદ નાનું અને નક્કર હોય છે. (Photo: Freepik)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us