Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/mount-abu-temperature.jpg)
રાજસ્થાનનું હિલ સ્ટેશન માઉન્ટ આબુ હાલ કાશ્મીર બની ગયું છે. માઉન્ટ આબુમાં તાપમાન શૂન્યથી નીચે માઈનસ 4 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. માઈનસ તાપમાનમાં માઉન્ટ આબુમાં બરફની ચાદર પથરાઇ ગઇ છે. પ્રવાસીઓ બરફ જોઇ આનંદીત થઇ ગયા છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/mount-abu-snowfall.jpg)
માઉન્ટ આબુમાં આજે સીઝનનો સૌથી ઠંડો દિવસ હતો. માઉન્ટ આબુમાં તાપમાનમાં 8 ડિગ્રીનો ઘટાડો થયો છે. તાપમાન શૂન્યથી નીચે માઈનસ 4 ડિગ્રી સુધી ગગડ્યું છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/mount-abu-snowfall-time-1.jpg)
સમગ્ર માઉન્ટ આબુ પર હાલ કાશ્મિર જેવો માહોલ છે. માઉન્ટ આબુના સૌથી ઉંચા શિખર ગુરુ શિખર પર તાપમાન માઈનસ 6 ડિગ્રી સુધી નોંધાયું છે. પ્રવાસીઓ ધુમ્મસ સાથે બરફનો આનંદ માણી રહ્યા છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/mount-abu-weather.jpg)
માઉન્ટ આબુમાં બરફની ચાદર પથરાય હોય તેવો માહોલ છે. ઘરની બહાર મુકેલી કાર હોય કે ખુલ્લા મેદાન બરફ દેખાય છે. માઉન્ટ આબુના પોલો ગ્રાઉન્ડ મેદાનમાં બરફની ચાદર પથરાઇ ગઇ છે. મેદાનની ઘાસ પર સફેદ બરફ જોઇ પ્રવાસીઓ ખુશ થઇ રહ્યા છે. ઘરની બહાર મૂકેલા કુંડાનું પાણી થીજીને બરફ બની ગયું છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/mount-abu-snowfall-2024-1.jpg)
માઉન્ટ આબુમાં વાદળ છવાયેલા વાતાવરણને કારણે થોડાક દિવસ પહેલા તાપમાન ઉંચુ હતું. જો કે શનિવાર વાદળ હટી જતા આકાશ સ્વચ્છ થતા તાપમાન ઘટ્યું છે. ત્યારબાદથી તાપમાન ગગડીને શૂન્યથી નીચે માઈનસ 4 થયું છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/mount-abu-snowfall-2024.jpg)
તાપમાન ઘટતા માઉન્ટ આબુના પ્રખ્યાત નકી તળાવના પાણીમાં બરફ જામી ગયું છે. નકી તળાવ ફરવા આવનાર પ્રવાસીઓ બરફ જોઇ ખુશ થાય છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/mount-abu-visit-time-1.jpg)
માઉન્ટ આબુ ગુજરાતીઓનું મનપસંદ હિલ સ્ટેશન છે. સામાન્ય રીતે 31 ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી માટે મોટી સંખ્યામાં લોકો માઉન્ટ આબુ જાય છે. માઉન્ટ આબુ પર બરફની ચાદર પથરાતા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવવાની અપેક્ષા છે. છેલ્લા 4 દિવસમાં 1 લાખથી વધુ પ્રવાસીઓ માઉન્ટ આબુ પહોંચ્યા છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/mount-abu-snowfall-season.jpg)
માઉન્ટ આબુનો નજારો માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચ્યા છે, જેના લીધે હોટેલ રેસ્ટોરન્ટ ફુલ થઇ ગયા છે અને રૂમ ભાડાં પણ વધી ગયા છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/mount-abu-snowfall-time.jpg)
માઉન્ટ આબુમાં જોવાલાયક ઘણા સ્થળો છે. જેમા ગુરુ શિખર, અચલગઢ, જૈન દેરાસર, નકી તળાવ, મંકી પોઇન્ટ, વન્ય અભ્યારણ, અચલેશ્વર મહાદેવ મંદિર સહિત ઘણા ઘણા ફરવા લાયક સ્થળો છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/mount-abu-visit-time.jpg)
માઉન્ટ આબુ બરફથી ઠંકાઇ ગયું છે. સવારે અને સાંજે ધુમ્મસ છવાયેલું વાતાવરણ છે. પ્રવાસીઓ કડકડતી ઠંડી અને બરફનો આનંદ માણી રહ્યા છે. (Photo Crdit: Anil Aern)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us