Haresh Suthar
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/04/js-325987780_1355272475234593_2742950977165199818_n.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/04/js-Beyonce.jpg)
મુકેશ અંબાણીએ તેમની પુત્રી ઈશા અંબાણીના સંગીત સમારોહને ખાસ બનાવવા માટે હોલીવુડ પોપ સ્ટાર બિયોન્સને આમંત્રણ આપ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈશા અંબાણી અને આનંદ પીરામલના આ પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં પરફોર્મ કરવા માટે બિયોન્સે $3-4 મિલિયન એટલે કે 20-30 કરોડ રૂપિયા લીધા હતા. (સ્રોત: બેયોન્સ/ફેસબુક)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/04/js-John-Legend.jpg)
ઈશા અંબાણીની સગાઈનું આયોજન ઈટાલીમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બોલિવૂડથી લઈને હોલીવુડના અનેક સ્ટાર્સનો મેળો જામ્યો હતો. આ બધાની વચ્ચે અમેરિકન સિંગર જોન લિજેન્ડે પરફોર્મન્સ આપ્યું હતું. તમને જણાવી દઈએ કે, જ્હોન લિજેન્ડને તેમના ગીતો માટે 10 વખત ગ્રેમી એવોર્ડથી નવાજવામાં આવ્યા છે, સાથે જ વર્ષ 2015માં ઓસ્કાર એવોર્ડ પણ મળ્યો છે. (સ્રોત: જોન લિજેન્ડ/ફેસબુક)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/04/js-Maroon-5.jpg)
મુકેશ અંબાણીએ પુત્ર આકાશ અંબાણીના લગ્નને વૈભવી બનાવવા માટે કોઈ કસર છોડી ન હતી. મુકેશ અંબાણીએ તેમના પુત્રની રિસેપ્શન પાર્ટીમાં ખાસ પરફોર્મન્સ આપવા માટે અમેરિકાના પ્રખ્યાત પોપ બેન્ડ 'મરૂન 5'ને બોલાવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ પોપ બેન્ડ ગમે ત્યાં પરફોર્મ કરવા માટે 1-1.5 મિલિયન ડોલર એટલે કે 7-10 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. (સોર્સઃ મરૂન 5/ફેસબુક)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/04/js-Chainsmokers.jpg)
આકાશ અંબાણી અને શ્લોકા મહેતાનું પ્રી-વેડિંગ ફંક્શન ત્રણ દિવસ સુધી ચાલ્યું. સ્વિત્ઝર્લેન્ડના સેન્ટ મોરિટ્ઝમાં પ્રી-વેડિંગ સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. આ ફંકશનમાં 'ચેઈનસ્મોકર્સ'એ તેમનું પરફોર્મન્સ આપ્યું હતું. (સ્રોત: ધ ચેઈનસ્મોકર્સ/ફેસબુક)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/04/js-Chris-Martin-From-Coldplay.jpg)
કોલ્ડપ્લે લીડ સિંગર ક્રિસ માર્ટિન પણ આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજરી આપી હતી. ફંક્શનના કેટલાક વીડિયો વાયરલ થયા હતા, જેમાં માર્ટિન કોલ્ડપ્લેના હિટ ગીતોમાંથી એક 'સ્કાય ફુલ ઓફ સ્ટાર્સ' ગાતો જોવા મળ્યો હતો. (સ્રોત: ક્રિસ માર્ટિન-કોલ્ડપ્લે/ફેસબુક)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/04/js-Atif-Aslam.jpg)
તાજેતરમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણીના 28માં જન્મદિવસની દુબઈમાં ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. અનંતના જન્મદિવસ પર પાકિસ્તાની ગાયક આતિફ અસલમે ખાસ પરફોર્મન્સ આપ્યું હતું. (સોર્સઃ આતિફ અસલમ/ફેસબુક)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/04/js-Rahat-Fateh-Ali-Khan.jpg)
પાકિસ્તાનના પ્રખ્યાત ગાયક રાહત ફતેહ અલી ખાને પણ અનંત અંબાણીની જન્મદિવસની પાર્ટીમાં હાજરી આપી હતી જે આખો દિવસ ચાલી હતી. (સ્ત્રોત: ઉસ્તાદ રાહત ફતેહ અલી ખાન ઓનલાઈન/ફેસબુક)
( આ પણ વાંચોઃ South Actress Love Stories: સાઉથ અભિનેત્રીઓનો ‘પરિણીત પ્રેમ’ લગ્ન કે બ્રેકઅપ, શું આવ્યું પરિણામ? જાણો લવ સ્ટોરી )


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us