
ભારતના સૌથી મોટા ધનવાન અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીએ આજે બદ્રીનાથ અને કેદારનાથના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. ઉપરાંત તેમણે આ બંને મંદિરોને અઢી – અઢી કરોડ રૂપિયા એમ કુલ પાંચ કરોડ રૂપિયાનું દાન આપ્યુ હતું.
ઉલ્લેખનિય છે કે, હિન્દુ ધર્મની મહત્વપૂર્ણ ચાર ધામ યાત્રા પૈકીના મુખ્ય બે મંદિર છે. જેમાં બદ્રિનાથ મંદિર ભગવાન વિષ્ણુ અને કેદારનાથ ભગવાન શિવને સમર્પિત છે.
-
બદ્રીનાથ મંદિરમાં સામાન્ય ભક્તની જેમ મુકેશ અંબાણી પહોંચ્યા.
બદ્રીનાથ મંદિરમાં ભગવાન બદ્રી વિશાલના દર્શન કર્યા હતા અને મંદિરના ગર્ભગૃહમાં થોડો સમય ધ્યાન કર્યું હતું. ભગવાન બદ્રી વિશાલના શ્રૃંગારમાં ઉપયોગમાં લેવાયેલી તુલસીની માળા મુકેશ અંબાણીને ભેટમાં આપવામાં આવી. -
આ અગાઉ સપ્ટેમ્બરમાં મુકેશ અંબાણીએ સૌથી નાના પુત્ર અનંત અંબાણીની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે પ્રસિદ્ધ તિરૂપતી બાલાજી મંદિરના દર્શન કર્યા હતા.
-
ઉપરાંત મુકેશ અંબાણીએ ભગવાન કૃષ્ણને સમર્પિત કેરળના ગુરુવાયુર શ્રી કૃષ્ણ મંદિરમાં ભગવાન કૃષ્ણના પણ દર્શન કર્યા હતા.
-
રાજસ્થાનના પ્રસિદ્ધ નાથદ્વારાના શ્રીનાથજી મંદિરના દર્શને પહોંચલા મુકેશ અંબાણી.