Mulayam Singh Yadav Life Story: મુલાયમ સિંહ યાદવ નામ આવે ને ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) યાદ આવી જાય. ભારતીય રાજકીય ક્ષેત્રનો કદાવર ચહેરો અસ્ત થયો છે. 82 વર્ષની વયે એમનું નિધન થયું છે. એમના અંતિમ સંસ્કાર 11 ઓક્ટોબરે સૈફઇમાં કરવામાં આવશે. એમના પાર્થિવ દેહને ગુરૂગ્રામના મેદાંતા હોસ્પિટલમાંથી પહેલા 16 અશોકા અને બાદમાં સૈફઇ ખાતે લઇ જવાશે.
ગૃહમંત્રી અમિત શાહે મેદાંતા હોસ્પિટલ પહોંચી મુલાયમ સિંહ યાદવના અંતિમ દર્શન કર્યા હતા. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઇને યૂપીના મુખ્યમંત્રી સહિતે મુલાયમ સિંહના નિધન અંગે શોક વ્યક્ત કર્યો છે.