Mumbai Rain : સોમવારે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં અચાનક ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદ અને વાવાઝોડા દરમિયાન મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં એક પેટ્રોલ પંપ પર હોર્ડિંગ પડતાં 4 લોકોના મોત થયા
Mumbai Rain : સોમવારે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં અચાનક ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદ અને વાવાઝોડા દરમિયાન મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં એક પેટ્રોલ પંપ પર હોર્ડિંગ પડતાં 4 લોકોના મોત થયા હતા. જ્યારે 50થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. (Express photo by Pradip Das)
મુંબઈમાં ભારે પવનના કારણે કેટલીક જગ્યાએ ઝાડ પડવાની ઘટનાઓ પણ સામે આવી હતી. દાદર, કુર્લા, માહિમ, ઘાટકોપર, મુલુંડ અને વિક્રોલીમાં તોફાની પવન સાથે વરસાદ પડ્યો હતો. (Express photo by Pradip Das)
જ્યારે દક્ષિણ મુંબઈના કેટલાક ભાગોમાં ઝરમર વરસાદ જોવા મળ્યો હતો. થાણે, અંબરનાથ, બદલાપુર, કલ્યાણ અને ઉલ્હાસનગર જેવા શહેરોમાં પણ તોફાની પવન સાથે મધ્યમ વરસાદ પડ્યો હતો. (Express photo by Pradip Das)
મહારાષ્ટ્રના સરકારે ઇજાગ્રસ્તોની સારવાનો ખર્ચો ઉઠાવવાનો નિર્ણય કર્યો છે અને જે લોકોના જીવ ગયા છે તેમના પરિવારોને 5-5 લાખ રૂપિયા સહાય આપવાનો નિર્ણય કર્યો છે. (Express photo by Pradip Das)