Kerala Trip Plan: કેરળનું છૂપું રત્ન મુનરો આઇસલેન્ડ, નદી અને તળાવનું સંગમ, પ્રવાસનો અદભૂત અનુભવ
Kerala Munroe Island Trip Plan: કેરળમાં વાયનાડ, કુર્ગ અને મુન્નારથી પણ સુંદર અને અદભૂત છે મુનરો ટાપુ. નદી અને તળાવના સંગમ પર આવેલું મુનરો ટાપુનું કુદરતી સૌંદર્ય પ્રવાસીઓને ખેંચી લાવે છે.
કેરળ દક્ષિણ ભારતનું એક સુંદર રાજ્ય છે. ગાઢ જંગલ, ઉંચા પહાડ, શાંત વાતાવરણ, નદી અને તળાવ થી સજેલું અદભુત કુદરતી સૌંદર્ય ધરાવતું કેરળ દેવોની ધરતી કહેવામાં આવે છે. દેશ અને વિદેશ માંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ કેરળ ફરવા આવે છે. કેરળના મુન્નાર, વાયનાડ, કુર્ગ, ત્રિશુર જેવા પ્રવાસ સ્થળો દુનિયાભરમાં પ્રખ્યાત છે. પરંતુ મુનરો ટાપુ વિશે બહુ ઓછા લોકો જાણે છે. આ લેખમાં આપણે મુનરો આઇલેન્ડની ખાસયત, ઇતિહાસ અને ફરવા લાયક સ્થળો વિશે જાણકારી મેળવીશું. (Photo: Social Media)
કેરળમાં મુનરો ટાપુ ક્યાં આવેલું છે? મુનરો ટાપુ કેરળમાં કોલ્લમ જિલ્લામાં આવેલું અદભુત અને અનોખું સ્થળ છે. મુનરો ટાપુ મુંદ્રોથુરથુ નામે ઓળખાય છે. કેરળમાં અષ્ટમુડી તળાવ અને કલ્લદા નદીના સંગમ પર આવેલું મુનરો ટાયુ કેરળના પાટનગર તિરુવનંતપુરમ્થી 90 કિમી દૂર છે. (Photo: Social Media)
મુનરો ટાપુનો ઇતિહાસ મુનરો ટાપુનો ઇતિહાસને તેને વધુ રોચક અને રસપ્રદ બનાવે છે.આ ટાપુ વિશે કહેવાય છે કે, તેનું નામ પૂર્વ બ્રિટિશ નિવાસી કર્નલ મુનરોના નામ પરથી રાખવામાં આવ્યું છે. એવું મનાય છે કે, કર્નલ મુનરોએ જ્યારે જોયું કે, સિંચાઇ માટે આસપાસના વિસ્તારમાં બહુ મુશ્કેલી પડી છે તો, ત્યારે તેમણે આ ટાપુનું નિર્માણ કરાવ્યું હતું. (Photo: Social Media)
મુનરો ટાપુની ખાસિયત મુનરો ટાપુ કેરળની સાથે સાથે દક્ષિણ ભારતનું એક એવું ટાપુ છે, જે નદી અને તળાવના કિનારે આવેલું છે. મુનરો ટાપુ અષ્ટમુડી તળાવ અને કલ્લદા નદીના સંગમ પર આવેલો છે, તે પોતાનામાં જ અનોખું છે. મુનરો ટાપુને કેરળનું એક છુપાયેલું રત્ન કહેવાય છે. જે લગભગ 8 ટાપુથી બનેલું છે. મુનરો ટાપુની આસપાસ બેકવોટર અને લેગૂન પ્રવાસીઓને આકર્ષિક કરે છે. (Photo: Social Media)
મુનરો ટાપુના આકર્ષણ મુનરો ટાપુની કુદરતી સુંદરતા જાવો મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. અહીંનું શાંત વાતાવરણ પ્રવાસીઓના મનને શાંતિ આપે છે. મુનરો ટાપુમાં પ્રવાસીઓ બોટિંગની મજા માણે છે. ચોમાસામાં આ ટાપુ સોળે કળાએ ખીલી ઉઠે છે. (Photo: Social Media)
મુનરો ટાપુ આસપાસ ફરવાના સ્થળો મુનરો ટાપુ આસપાસ ફરવા માટે ઘણા સુંદર સ્થળો છે. મુનરો ટાપુ પર અષ્ટમુડી તળાવ, પેસ્ટ અને ઇસ્ટ કલ્લાડા, થેવલક્કરા ગામની મુલાકાત લઇ શકાય છે. (Photo: Social Media)
મુનરો ટાપુ કેવી રીતે પહોંચવું કેરળમાં આવેલા મુનરો ટાપુ જવા સૌથી નજીકનું રેલવે સ્ટેશન કોલ્લમ રેલવે સ્ટેશન છે, જે લગભગ 27 કિમી દૂર છે. તો ત્રિવેન્દ્ર એરપોર્ટ 80 કિમી દૂર છે. એરપોર્ટ પરથી ટેક્સી કે કેબ કરી સરળતાથી મુનરો ટાપુ પહોંચી શકાય છે. (Photo: Social Media)