Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/navratri-chaniya-choli-design.jpg)
નવરાત્રી એટલે નવલાં નોરતાંની નવ રાત્રી જેમાં યુવતીઓ મનપસંદ ચણિયા ચોળી પહેરી ગરબા રમે છે. સમયની સાથે ચણિયા ચોળીમાં દર વર્ષે અલગ અલગ ટ્રેન્ડ્સ આવે છે. અગાઉ બહુ હેવી વર્ક વાળા ટ્રેડિશનલ ચણિયા ચોળી ડિમાન્ડમાં હતા. જે પહેરી ગરબા રમવામાં મુશ્કેલી પડતી હતી. (Photo: Cotoresha Fashion)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/navratri-chaniya-choli-design-13-rotated.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/navratri-chaniya-choli-design-12-rotated.jpg)
જો કે હાલની યુવતીઓ વજનદાર અને ભપકાદાર ચણિયા ચોળીના બદલે સરળતાથી કેરી કરી શકાય તેવા ટ્રેડિશનલ આઉટફિટ વધારે પસંદ કરે છે. અમદાવાદમાં કોરોરેશા ફેશન સ્ટોરના ઓનર શ્રેયા અડેસરા જણાવે છે, હાલ ચણિયા ચોળીમાં વિન્ટેજ લૂક સાથે સાથે મોનો મિનિલિઝમ ટ્રેન્ડ્સ ચાલી રહ્યો છે. (Photo: Cotoresha Fashion)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/navratri-chaniya-choli-design-7-rotated.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/navratri-chaniya-choli-design-10-rotated.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/chaniya-choli-design-4.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/navratri-chaniya-choli-design-5.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/navratri-chaniya-choli-design-9.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/navratri-chaniya-choli-design-14-rotated.jpg)
નવરાત્રી ચણિયા ચોળીમાં યુવતીઓ ઘેર વાળા ચણિયા વધારે પસંદ કરે છે. હાલ 28 થી 36 કળીના ચણિયાની ડિમાન્ડ વધારે છે. કળી વાળા ચણિયામાં એક કલર અથવા બે અલગ અલગ કોન્ટ્રાસ્ટ કલરની કળી મેચિંગ કરીને ચણિયો તૈયાર કરવામાં આવે છે. કળીવાળો ચણિયો 15 થી 20 મીટર કાપડમાંથ તૈયાર થાય છે. (Photo: Cotoresha Fashion)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/navratri-chaniya-choli-design-11-rotated.jpg)
ગરબામાં યુવતીઓ ગોળ ફરે ત્યારે કળી વાળા ચણિયા ચોળી સ્ટાઇલ લુક આપે છે. કળી વાળા ચણિયા લાઇટ ફેબ્રિકમાંથી તૈયાર કરવામાં આવે છે, આથી પહેર્યા બાદ ગરબા રમતી વખતે પણ કમ્ફર્ટ ફીલ થાય છે. ચણિયામાં દોરી વાળા લટકણ સ્ટાઇલિશ લુક આપે છે. (Photo: Cotoresha Fashion)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/chaniya-cholis-fashion-in-Navratri-2024-.jpg)
નવરાત્રીના ચણિયા ચોળીના બ્લાઉઝમાં યુવતીઓ કાપડું સ્ટાઇલ બ્લાઉઝ વધારે પસંદ કરે છે. કાપડું બ્લાઇઝમાં શોર્ટ અને લોંગ બંને સ્ટાઇલ ડિમાન્ડમાં છે. હેન્ડ વર્ક, બનારસી ફેબ્રિકના પેચ વર્ક, લેસ પટ્ટી, તોઇ પટ્ટીથી ટ્રેડિશનલ કાપડું સ્ટાઇલમાં બ્લાઇઝ તૈયાર કરવામાં આવે છે. (Photo: Cotoresha Fashion)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/navratri-chaniya-choli-design-8-rotated.jpg)
નવરાત્રીમાં ચણિયા ચોળી સાથે મેચ થાય તેવી સ્ટાઇલિશ જ્વેલરીનો યુવતીઓ વધારે પસંદ કરે છે. આ વખતે ગોલ્ડ અને સિલ્વર કલરમાં ઓક્સિડાઇઝ જ્વેલરીનો ફેશન ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ઉપરાંત મોતી વાળી જ્વેલરી ક્લાસિસ લુક આપે છે. (Photo: Cotoresha Fashion)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/navratri-chaniya-choli-design-2.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/navratri-chaniya-choli-design-6-rotated.jpg)
નવરાત્રીમાં યુવતીઓ લાઇટ મેકઅપ ફેશન વધારે પસંદ કરે છે. ખાસ કરીને વોટરપ્રુફ મેકઅપનો ટ્રેન્ડ છે. ગરબા રમવા જતા હોવ તો વાળ ખુલ્લા રાખવાના બદલે હેર બન સ્ટાઇલ વધારે કમ્ફર્ટેબલ રહેશે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/navratri-chaniya-choli-design-4.jpg)
મોનો મિનિલિઝમ ટ્રેન્ડ ચણિયા ચોળી, જેમા યુવતીએ કોફી બ્રાઉન કલરના સિમ્પલ ચણિયો કેરી કર્યો છે જેમાં કિનારીમાં બનારસી બોર્ડર અને તોઇ લેસ પટ્ટી છે. બનારસી ફેબ્રિકમાં કાપડું સ્ટાઇલ બ્લાઉસ છે. સિફોન ફેબ્રિકનો સિમ્પલ દુપટો છે,જે કેરી કરવામાં આસન હોય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us