Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/navratri-traditional-kurta-for-men.jpg)
નવરાત્રી એટલે ગરબા રમવાની નવ રાત્રી. ગરબા રમવા માટે યુવતીઓ જેટલી ઉત્સુકતા, તરવરાત અને થનગનાટ યુવકોમાં હોય છે. યુવતીઓમાં ચણિયા ચોળીની જેમ યુવકો પણ સ્પેશિયલ ગરબા કુર્તા પહેરી ગરબા રમવાનો ક્રેઝ રાખે છે. દર વર્ષે નવરાત્રીમાં યુવકો માટે ટ્રેડિશનલ સ્ટાઇલ કુર્તા ફેશન આવે છે. અહીં યુવકો માટે લેટેસ્ટ નવરાત્રી સ્પેશિયલ કુર્તા વિશે જણાવી રહ્યા છે. (Photo: @magnet_ethnic_wear)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/navratri-mens-kurta-fashion-style.jpg)
નવરાત્રીમાં કુર્તા પહેરી ટ્રેડિશનલ લુકમાં ગરબા રમવાની મજા જ કંઇક અલગ હોય છે. તમે બ્લેક અને વ્હાઇટ રંગમાં ટ્રેડિશનલ વર્ક વાળા કુર્તા ટ્રાય કરી શકો છો. સ્પેશિયલ મેન્સ નવરાત્રી કુર્તામાં આગળ અને પાછળના ભાગમાં સુંદર વર્ક હોય છે. (Photo: @sugan_design_studio)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/navratri-mens-kurta-fashion-style-2.jpg)
નવરાત્રીમાં ટ્રેડિશનલ કુર્તા પહેરી ગ્રૂપમાં સૌથી અલગ ઇમ્પ્રેશન પાડી શકશો. ટ્રેડિશનલ વર્ક વાળા કુર્તા સાથે તમે મેન્સ ઓર્નામેન્ટ પર ટ્રાય કરી શકો છો. તમે કાનમાં ઇયરિંગ, ગળામાં હાંસલી ટ્રાય કરી શકો છો. (Photo: @sugan_design_studio)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/navratri-mens-kurta-.jpg)
નવરાત્રીમાં ટ્રેડિશનલ કલરમાં વર્ક વાળા કુર્તા હાલ ટ્રેન્ડમાં છે. તમે યલો, ગ્રીન, રેડ, બ્લુ, ઓરેન્જ કલરના હેન્ડ વર્ક વાળા કુર્તા પહેરી ગરબા રમવાની મજા માણી શકો છો. (Photo: @sugan_design_studio)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/mens-kurta-for-navratri.jpg)
નવરાત્રમાં કુર્તા સાથે વધારે ટ્રેડિશનલ ગેટઅપ માટે તમે પેન્ટ કે ચુડીદાર ચોયણી સાથે કમરમાં હેન્ડ વર્ક વાળી પછેડી બાંધી શકો છો. હાલ હેન્ડ વર્ક વાળા કુર્તા સાથે મેચંગ ચુડીદાર પણ, જેમાં નીચેની બાજુ વર્ક હોય છે. (Photo: @sugan_design_studio)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/mens-kurta-fashion-style.jpg)
જો તમને ભપકાદાર રંગ પસંદ નથી તો તમે ફ્લોરલ પ્રિન્ટમાં વ્હાઇટ કુર્તા ટ્રાય કરી શકો છો. આ સિમ્પલ અને સોબર સ્ટાઇલ સૌનું ધ્યાન ખેંચશે. વ્હાઇટ ફેબ્રિકમાં કલરફુલ ફ્લોરલ પ્રિન્ટ ટ્રેન્ડમાં છે. (Photo: @sugan_design_studio)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/Boys-kurta-fashion-style-.jpg)
નવરાત્રીમાં અજરખ પ્રિન્ટ ફેશનમાં છે. ચુવતીઓની ચણિયા ચોળીની જેમ યુવકો માટે અજરખ પ્રિન્ટ કુર્તા પણ બજારમાં ઉપલબ્ધ છે. ડાર્ક કલરમાં અજરખ પ્રિન્ટ કુર્તા સ્ટાઇલિશ લુક આપશે. (Photo: @magnet_ethnic_wear)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/navratri-traditional-kurta-style.jpg)
હાલ ડિજિટલ ફ્લોરલ પ્રિન્ટ પણ ટ્રેન્ડમાં છે. મલ્ટિપલ કલર અને સ્ટાઇલમાં ડિજિટલ પ્રિન્ટ કુર્તા પહેરવામાં કમ્ફર્મ હોય છે. સૌથી ખાસ વાત એ છે કે, ડિજિટલ પ્રિન્ટ કુર્તા વાજબી કિંમતે બજારમાં ઉપલબ્ધ છે.(Photo: @magnet_ethnic_wear)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/navratri-mens-kurta-fashion-traditional-style.jpg)
ચિકન કર્તા પણ ઓન ફેશન ટ્રેન્ડમાં છે. ચિકન કુર્તા સ્ટાઇલ સાથે ટ્રડિશનલ લુક આપે છે. ચિકન કુર્તામાં કાર્ડ કલર અને લાઇટ કલર ટ્રેન્ડ્સમાં છે. (Photo: @magnet_ethnic_wear)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us