Navratri 2025 Fashion: નવરાત્રીમાં ચણિયાચોળી નહીં આ ટ્રેડિશનલ ડ્રેસનો છે ટ્રેન્ડ, જુઓ ફોટા
Navratri 2025 Fashion Trends: નવરાત્રીમાં ગરબા માટે હાલ ફ્યુઝન ટ્રેડિશનલ ડ્રેસનો ટેન્ડ છે. લાઇટ ફેબ્રિક સાથે કચ્છ વર્ક પીચ માંથી બનેલા આ ટ્રેડિશનલ ડ્રેસ એકદમ યુનિક લુક આપે છે.
Navratri 2025 Garba Traditional Dress : નવરાત્રી 2025 ગરબા ટ્રેડિશનલ ડ્રેસ લુક નવરાત્રીમાં ગરબા રમવા માટે મોટાભાગે યુવતીઓ અને મહિલાઓ પરંપરાગત લાલ પીળા કલરની ચણિયાચોળી પહેરે છે. જો કે સમયની સાથે ફેશન પર બદલાય છે. આજે ટ્રેડિશનલ સાથે ટ્રેન્ડ મુજબ યુવતીઓ ફેશનેબલ કપડા પહેરવાનું પસંદ કરે છે. અહીં નવરાત્રીમાં ગરબા માટે પહેરી શકાય તેવા ફ્યુઝન ટ્રેડિશનલ ડ્રેસ વિશે જાણકારી આપી છે, જે પહેરીને તમે ગરબામાં સૌનું આકર્ષણનું કેન્દ્ર બની શકો છો. સૌથી ખાસ વાત એ છે કે, આ ફ્યુઝન ટ્રેડિશનલ ડ્રેસ પહેર્યા બાદ પણ સહજ અનુભવ થશે.
Navratri 2025 Fashion Trends આ વખત નવરાત્રીમાં ચણિયા સાથે કેડિયાનું ફ્યુઝન જબરદસ્ત લાગે છે. આ ફ્યુઝન ટ્રેડિશનલ ડ્રેસમાં 3 પીસ છે, જેમા સ્લીવલેસ સાદો બ્લાઉઝ, સાદો ચણિયો અને કેડિયું છે. નવરાત્રીમાં આ ટ્રેડિશનલ ડ્રેસ પહેર્યા બાદ સૌથી હટકે દેખાશો. (Photo: radha.fashion.__)
Navratri 2025 Fashion Trends હાલ ઘેર વાળા ચણિયાની ફેશન છે. આ ચણિયામાં સફેદ કળી સાથે મલ્ટિ કલરના ફ્રેબ્રિકની કળી છે. કચ્છી વર્કના બ્લાઉઝ સાથે સિફોનનો દુપટ્ટો ટ્રેડિશનલ સાથે ફેશનેબલ લુક આપે છે. (Photo: radha.fashion.__)
Navratri 2025 Fashion Trends જેમને બ્લેક કલર ગમે છે તેમના માટે આ નવરાત્રીમાં પહેરવા માટે ટ્રેડિશનલ ડ્રેસ પરફેક્ટ છે. 14 કળીના બ્લેક અને મલ્ટી કલરનો ચણિયો જોરદાર લાગે છે. તો કચ્છી વર્ક અને મોતી વર્કથી સુંદર કાઠિયાવાડી કાપડું તમારી સુંદરતામાં ચાર ચાંદ ઉમેરે છે. આ ચણિયાચોળી સાથે તમારે દુપટ્ટો કે ઓઢણીની જરૂર પડતી નથી. (Photo: radha.fashion.__)
Navratri 2025 Fashion Trends જો તમને નવરાત્રીમાં સફેદ ટ્રેડિશનલ ડ્રેસ પહેરવો છે તો આ આઉટફિટ જરૂર ટ્રાય કરવા જોઇએ. સફેદ ચણિયાની કિનારીમાં કચ્છી વર્કની બોર્ડર ટ્રેડિશનલ લુક આપે છે. ઉપરના ટોપમાં નેક, સ્લીવ અને કમરના ભાગે કચ્છી વર્કના પેચ યુનિક લુક આપે છે. (Photo: radha.fashion.__)
Navratri 2025 Fashion Trends જો તમને ચણિયાચોળી કે વેસ્ટર્ન આઉટફિ પસંદ ન હોય તો આ અનારકલી સ્ટાઇલમાં લોંગ ફ્રોક ટ્રાય કરી શકાય છે. આ ફ્રોક વાઇબ્રન્ટ કલરની બ્રાંધણી કાપડ માંથી બનેલા છે. ફ્રોકના ઉપરના ભાગમાં કચ્છી વર્ક પીચ છે. તો શિફોન ફેબ્રિકની લોંગ સ્લીવ પહેરનારને સહજ અનુભવ કરાવે છે. (Photo: radha.fashion.__)