Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/New-Maruti-suzuki-Dzire-launched-.jpg)
મારૂતિ સુઝુકી દ્વારા નવી ડિઝાયર કાર લોન્ચ કરવામાં આવી છે. નવી મારુતિ સુઝુકી ડિઝાયર કારની કિંમત 6.79 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે. નવી મારૂતિ ડિઝાયર કાર પેટ્રોલ અને સીએનજી મોડલમાં ઉપલબ્ધ છે. લોન્ચ સાથે જ મારૂતિ ડિઝાયર કાર ગ્લોબલ એનસીએપી ક્રેશ ટેસ્ટ માં 5 સ્ટાર સેફ્ટી રેટિંગ મેળવનાર મારૂતિ સુઝુકી કંપનીની પ્રથમ કાર બની ગઇ છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/New-Maruti-Suzuki-Dzire-Car.jpg)
નવી મારૂતિ ડિઝાયર કારમાં 1.2-લિટર, 3-સિલિન્ડર Z-સિરીઝ પેટ્રોલ એન્જિન છે, જે 82 bhp પાવર અને 112 Nm ટોર્ક જનરેટ કરે છે. તેમાં ટ્રાન્સમિશન માટે એન્જિન સાથે 5-સ્પીડ મેન્યુઅલ અથવા AMT વિકલ્પ આવે છે. મારુતિ સુઝુકી તેની નવી ડિઝાયરને 4 વેરિઅન્ટ્સ - LXi, VXi, ZXi અને ZXi+ માં લોન્ચ કરી છે. ગ્રાહકને તેમની પસંદગી અને બજેટ પ્રમાણે મારૂતિ ડિઝાયર કાર પસંદગી કરવાની તક મળશે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/New-Maruti-suzuki-Dzire-Price.jpg)
નવી મારૂતિ ડિઝાયર કાર પેટ્રોલ અને સીએનજી મોડલ સાથે 4 વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. વેરિયન્ટ અને મોડલ અનુસાર નવી મારૂતિ ડિઝાયરની કિંમત અલગ છે. નવી મારૂતિ ડિઝાયર કાર 6.79 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને ટોપ મોડલની 10.14 લાખ રૂપિયા એક્સ શોરૂમ છે. (Photo: Social Media)
મારૂતિ ડિઝાયર પેટ્રોલ કાર કિંમત (એક્સ-શોરૂમ)
LXi મેન્યુઅલ: 6.79 લાખ
VXi મેન્યુઅલ: 7.79 લાખ
ZXi મેન્યુઅલ: 8.89 લાખ
ZXi+ મેન્યુઅલ: 9.69 લાખ
VXi AGS (ઓટો ગિયર શિફ્ટ)
ZXi AGS: 9.34 લાખ
ZXi+ AGS: 10.14 લાખ
CNG વેરિઅન્ટની કિંમત (એક્સ-શોરૂમ)
LXi મેન્યુઅલ: 8.24 લાખ
VXi મેન્યુઅલ: 8.74 લાખ
ZXi મેન્યુઅલ: 9.84 લાખ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/New-Maruti-Suzuki-Dzire-Interior.jpeg)
નવી મારુતિ સુઝુકી ડિઝાયરમાં એક લક્ઝુરિયસ કેબિન આવે છે. તેમાં 9-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ડ્યુઅલ-ટોન અપહોલ્સ્ટરી અને સ્ટાઇલિશ થ્રી-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ છે. ટેક પ્રેમીઓ માટે, તેમાં બ્લાઈન્ડ સ્પોટ મોનિટર, ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ, રીઅર એર કન્ડીશનીંગ વેન્ટ્સ, ક્રુઝ કંટ્રોલ અને સેગમેન્ટ ફર્સ્ટ ઈલેક્ટ્રીક સનરૂફ જેવી ઘણી સારી સુવિધાઓ છે. વધુમાં, 360-ડિગ્રી પાર્કિંગ કેમેરા પાર્કિંગને વધુ વિશેષ બનાવે છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/new-maruti-suzuki-dzire-features-2.jpeg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/New-Maruti-Suzuki-Dzire-Features.jpeg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/new-maruti-suzuki-dzire-safety-features.jpeg)
નવી મારુતિ ડિઝાયરે તાજેતરમાં યોજાયેલા ગ્લોબલ એનસીએપી ક્રેશ ટેસ્ટમાં એડલ્ટ રેસિડન્ટ પ્રોટેક્શન (એઓપી)માં શાનદાર 5 સ્ટાર અને ચાઇલ્ડ રેસિડન્ટ પ્રોટેક્શન (સીઓપી)માં 4-સ્ટાર સેફ્ટી રેટિંગ સાથે 5-સ્ટાર સેફ્ટી રેટિંગ હાંસલ કર્યું છે, જે ગ્લોબલ એનસીએપીથી 5-સ્ટાર રેટિંગ મેળવનારી પ્રથમ મારુતિ સુઝુકી કાર બની છે. સેફ્ટી ફીચર્સની વાત કરીએ તો નવી ડિઝાયરમાં છ6 એરબેગ, ઇએસપી, હિલ હોલ્ડ આસિસ્ટ, ઇબીડી સાથે એબીએસ, બ્રેક આસિસ્ટ, તમામ સીટ માટે ત્રણ પોઇન્ટ સીટ બેલ્ટ અને આઇએસઓફિક્સ માઉન્ટ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Maruti-Suzuki-Dzire-Engine.jpg)
નવી મારુતિ ડિઝાયર ભારતીય સબ 4 મીટર સેડાન માર્કેટમાં પ્રવેશી રહી છે, જ્યાં તે હ્યુન્ડાઈ ઓરા, હોન્ડા અમેઝ અને ટાટા ટિગોર જેવા વાહનો સાથે સ્પર્ધા કરશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે અપગ્રેડેડ ડિઝાઇન, એડવાન્સ ટેકનોલોજી ફીચર અને પાવરફુલ એન્જિન વિકલ્પો સાથે, નવી મારૂતિ સુઝુકી Dezire ભારતીય બજારમાં સેડાન ખરીદદારોમાં તેની લોકપ્રિયતા જાળવી રાખશે. (Photo: Social Media)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us