New Car Launch in September 2025: મારુતિ SUV થી લઇ વોલ્વો EX30 સુધી, સપ્ટેમ્બરમાં આ 5 નવી કાર લોન્ચ થશે
સપ્ટેમ્બર 2025માં નવી એસયુવી કાર લોન્ચ : મારૂતિ સુઝુકીની નવી મીડ એસયુવી, સિટ્રોન બેસાલ્ટ એક્સ સહિત ઘણી એસયુવી કાર સપ્ટેમ્બરમાં લોન્ચ થવાની છે. જો તમે નવી કાર ખરીદવાનું વિચારો છો, તો અહીં સપ્ટેમ્બરમાં લોન્ચ થનાર એસયુવી કાર પર એક નજર કરવી જ જોઇએ.
સપ્ટેમ્બર 2025માં કાર એસયુવી લોન્ચ કાર, એસયુવી ખરીદવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. નવરાત્રી અને દિવાળી પહેલા ઘણી ઓટો કંપનીઓ નવી કાર લોન્ચ કરવાની તૈયારીઓ કરી રહી છે. ઓગસ્ટ બાદ સપ્ટેમ્બર મહિનો ઓટો સેક્ટર માટે ખૂબ જ રોમાંચક બની રહેવાનો છે. મારુતિ સુઝુકી, સિટ્રોન, વિનફાસ્ટ અને વોલ્વો જેવી કંપનીઓ આ મહિને ભારતીય બજારમાં નવી એસયુવી કાર લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. જો તમે નવી કાર ખરીદવાનું વિચારો છો, તો અહીં સપ્ટેમ્બરમાં લોન્ચ થનાર એસયુવી કાર પર એક નજર કરવી જ જોઇએ. (Photo: Freepik)
New Maruti Suzuki SUV : નવી મારુતિ સુઝુકી એસયુવી (3 સપ્ટેમ્બર લોન્ચ થશે) મારુતિ સુઝુકી પોતાની નવી 5 સીટર મિડસાઇઝ એસયુવી કાર લોન્ચ કરવા જઇ રહી છે. આ એસયુવી હ્યુન્ડાઇ ક્રેટા અને કિયા સેલ્ટોસ જેવી કંપનીઓને ટક્કર આપશે, પરંતુ તેને એરેના ડીલરશીપ નેટવર્ક દ્વારા વેચવામાં આવશે. કોડનેમ Y17, આ કારનું નામ Victoris રાખી શકાય છે. તેમાં ગ્રાન્ડ વિટારાનું 1.5L માઇલ્ડ હાઇબ્રિડ અને 116hp સ્ટ્રોંગ હાઇબ્રિડ એન્જિન મળશે. સીએનજી ઓપ્શન પણ આપી શકાય છે. (Photo: Jansatta)
Citroen Basalt X : સિટ્રોન બેસાલ્ટ એક્સ (5 સપ્ટેમ્બર લોન્ચ થશે) સિટ્રોન તેના બેસાલ્ટ, એક્સની નવી ટોપ-એન્ડ ટ્રિમ કાર રજૂ કરશે. ₹11,000માં પ્રી-બુકિંગ શરૂ થઈ ગયું છે. તેમાં નવી ડેશબોર્ડ પેટર્ન, બ્રોન્ઝ એક્સેન્ટ અને બ્લેક-ટેન અપહોલ્સ્ટ્રી જેવા કોસ્મેટિક ફેરફારો જોવા મળશે. ઉપરાત 360 ડિગ્રી કેમેરા જેવા નવા ફીચર્સ પણ એડ કરી શકાય છે. મિકેનિકલ રીતે અપકમિંગ કારમાં કોઈ ફેરફાર થશે નહીં. (Photo: Jansatta)
Vinfast VF6 : વિનફાસ્ટ વીએફ 6 (6 સપ્ટેમ્બર લોન્ચ થશે) વિનફાસ્ટ VF7ની સાથે જ કંપની નાની EV વિનફાસ્ટ VF6 પણ લોન્ચ કરશે. તેમાં 59.6kWhની બેટરી અને 204hpની FWD મોટર મળશે. તેની WLTP રેન્જ480 કિમી જણાવી છે. ફીચર્સમાં મોટી ટચસ્ક્રીન, ગ્લાસ રૂફ અને એડીએએસ સામેલ હશે. તેની કિંમત ₹20-25 લાખની વચ્ચે હશે અને તે ટાટા કર્વ ઇવી અને હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિક જેવી કંપનીઓને ટક્કર આપશે. (Photo: Jansatta)
Volvo EX30 : વોલ્વો ઇએક્સ 30 (લોન્ચ તારીખ: સપ્ટેમ્બરના મધ્યમાં) વોલ્વો ભારતમાં પોતાની પહેલી ગ્રાઉન્ડ અપ ઈલેક્ટ્રિક કાર વોલ્વો EX30 લોન્ચ કરશે. તેની કિંમત આશરે ₹50 લાખ હશે અને તેની સ્પર્ધા BMW iX1 અને BYD Sealion 7 સાથે થશે. તેમાં 69kWhની બેટરી અને 272hpની ઇલેક્ટ્રિક મોટર મળશે, જેની રેન્જ 480 કિમી હશે. તેનું ઇન્ટિરિયર રિસાયકલ મટિરિયલથી બનેલું છે અને લગભગ તમામ કન્ટ્રોલ 12.3 ઇંચની ટચસ્ક્રીન દ્વારા ઉપલબ્ધ થશે. (Photo: Jansatta) (સ્ત્રોત- ઓટોકાર ઇન્ડિયા)