Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/summer-travel-destination.jpg)
ઉનાળામાં ગરમી વધી રહી છે. મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રી ઉપર પહોંચી ગયું છે. ઉનાળામાં લોકો હિલ સ્ટેશન જેવા ઠંડા વિસ્તારમાં ફરવા જવાનું વધારે પસંદ કરે છે. હિલ સ્ટેશનનું નામ પડે એટલે ભારતીયોને શિમલા કુલ્લુ મનાલી યાદ આવે છે. આ હિલ સ્ટેશનો પર આખું વર્ષ પ્રવાસીઓની ભીડ હોય છે. આવી સ્થિતિમાં લોકોએ ફરવા માટે ઓછી ભીડ હોય તેવા સ્થળો પસંદ કરવા જોઇએ, જ્યાં સુખદ હવામાન અને શાંતિ હોય છે. આ માટે પ્રખ્યાત ન હોય તેવા ઓફબીટ હિલ સ્ટેશન વિશે વિચારી શકાય છે. શહેરથી દૂર અને ઓછી ભીડ વાળા સ્થળો પર પ્રવાસીઓ ફરવાના ભરપૂર આનંદ માણી શકે છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Tawang-tour.jpg)
અરણાચલ પ્રદેશનું તવાંગ ઠંડા હવામાન અને સુંદર બૌદ્ધ મઠો માટે પ્રખ્યાત છે. અહીં ઉનાળામાં પણ તાપમાન 2 થી 14 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહે છે. તવાંગમાં માત્ર ભારત જ નહીં દુનિયાનું સૌથી મોટું મઠ આવેલું છે. કુદરતી સુંદરતા, સુખદ હવામાન વચ્ચે અદભૂત શાંતિ પ્રવાસીઓને અકલ્પનિય આનંદ આપે છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Tawang-Trip.jpg)
તવાંગ માટે નજીકનું તેજપુર એરપોર્ટ 387 કિમી દૂર છે. ગુવાહાટીથી તવાંગ 450 કિમી દૂર છે, જો કે પહાડી વિસ્તારના કારણે રોડ માર્ગ આવવામાં વધારે સમય લાગે છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Spiti-Valley-1.jpg)
સ્પીતિ વેલી હિમાચલ પ્રદેશના સૌથી ઠંડા હિલ સ્ટેશનોમાં સામેલ છે. અહીં શિયાળામાં ભારે હિમવર્ષા થાય છે. ઉનાળામાં પણ અહીંયા બફરથી ઢંકાયેલા હિમાલયના પહાડોના લીધા ઉનાળામાં પણ તાપમાન માઇનસમાં રહે છે. માર્ચ થી જૂન સુધીનો સમયગાળો સ્પીતિ વેલી ફરવા માટે યોગ્ય હોય છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Spiti-Valley-trip.jpg)
સ્પીતિ વેલીનું નજીકનું રેલવે સ્ટેશન જોગિંદર નગર સ્ટેશન છે, જે 169 કિમી દૂર છે. અહીંથી સ્પીતિ વેલી જવા માટે ટેક્સી કે બસ મળે છે. જોગિંદર નગર આવવા માટે પઠાણકોટ થી ટ્રોય ટ્રેનનો પ્રવાસ યાગદાર રહે છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/kalga-village-trip.jpg)
હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં પહાડોની ખીણમાં પુલગા ડેમ પાસે કલગા ગામ આવેલું છે, જે ટ્રેકિંગ માટે પ્રખ્યાત છે. ઉનાળામાં પણ અહીં તાપમાન 14 થી 20 ડિગ્રીની આસપાસ રહે છે. અહીં 28 કિમી લાંબો ટ્રેકિંગ રૂટ છે, જે પુરું કરવામાં 3 દિવસનો સમય લાગે છે. પહાડની ટોચ પરથી મણિકર્ણ ખીણનો અદભૂત નજરો જોવાલાયક છે. સૂર્યાસ્તના સમયે સનસેટનો નજારો મનમોહક હોય છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/kalga-village-tour.jpg)
કલગા ગામ જવા માટે નજીકનું એરપોર્ટ 25 કિમી દૂર મણિકર્ણ છે, જ્યાંથી બસ કે ટેક્સી ઉપલબ્ધ હોય છે. મણિકર્ણથી 10 કિમી દૂર કલગા ગામ છે, જ્યાંથી ટ્રેકિંગ શરૂ થાય છે. ઉપરાંત તમે કુલ્લુ જિલ્લાથી ભુંતર સુધી રોડ માર્ગે કલગા ગામ પહોંચી શકાય છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/zero-point-Sikkim.jpg)
ઝીરો પોઇન્ટ સિક્કિમના યુમથાંગ ખીણમાં આવેલું છે. અહીં બરફથી ઢંકાયેલા પહાડનું અદ્વિતીય દ્રશ્ય જોવા મળે છે. બરફ જોવાના શોખીન લોકો માટે આ મનપસંદ સ્થળ છે. અહીં હિમાલયની વિશાળ પર્વતમાળાનો મનમોહક દ્રશ્ય દેખાય છે, જેમાં કંચનજંગા સામેલ છે. અહીં તાપમાન માઇનસમાં રહે છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Sikkim-zero-point-trip.jpg)
ઝીરો પોઇન્ટ સિક્કમ આવવા માટે નજીકનું એરપોર્ટ ગંગટોક 140 કિમી દૂર છે. યુમથાંગથી 13 કિમીનું અંતર કાપી ઝીરો પોઇન્ટ પહોંચી શકાય છે. (Photo: Freepik)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us