Summer Fashion Tips: સોના – ચાંદી નહીં ઉનાળામાં પહેરો આ ખાસ જ્વેલરી, સૌથી સુંદર અને રોયલ લુક આપશે
Summer Season Womens Fashion Pearl Jewellery: ઉનાળામાં અસહજતા અનુભવ્યા વગર તમારા લુકને ચાર ચાંદ લગાવવા માંગો છો, તો તમે સોના અને ચાંદીના દાગીનાથી હટકે મોતીના દાગીના એટલે કે પર્લ જ્વેલરી ટ્રાય કરી શકો છો.
મહિલાઓ પોતાના દરેક લુકને કમ્પ્લીટ કરવા માટે જ્વેલરી પહેરવાનું પસંદ કરે છે. આઉટફિટ ઇન્ડિયન હોય કે વેસ્ટર્ન જ્વેલરી તમારા લુકને ચાર ચાંદ લગાવે છે. જો કે ઉનાળાની ગરમીમાં ભારે આઉટફિટ સાથે જ્વેલરી પહેરવી મુશ્કેલ છે. ઉનાળાના મેરેજમાં મોટાભાગની મહિલાઓ ભારે જ્વેલરી પહેરવાનું ટાળે છે, ખાસ કરીને ગળામાં. આ સિઝનમાં સોના-ચાંદીથી બનેલા દાગીના પહેરવામાં આવે ત્યારે લાલ નિશાન થવાની ચિંતા રહે છે. આવી સ્થિતિમાં જો તમને પણ વારંવાર આવી સમસ્યાનો સામનો કરવો પડતો હોય તો અહીં અમે તમને એક ખાસ જ્વેલરી ટીપ્સ જણાવી રહ્યા છીએ.
ઉનાળામાં પહેરો આ ટ્રેન્ડી પર્લ જ્વેલરી જો તમે ઉનાળાની ગરમીમાં અસહજતા અનુભવ્યા વગર તમારા લુકને ચાર ચાંદ લગાવવા માંગો છો, તો તમે સોના અને ચાંદીની જ્વેલરીથી એકદમ હટકે મોતીની જ્વેલરી ટ્રાય કરી શકો છો. મોતીના નેકલેસ, ઇયરિંગ્સ અને વીંટી ખૂબ જ સુંદર લાગે છે, સાથે જ તેને પહેરતી વખતે તમે અસહજતા અનુભવતા નથી. પર્લ જ્વેલરી અત્યંત હળવી હોય છે, સાથે જ તે ઇન્ડિયન અને વેસ્ટર્ન બંને આઉટફિટ્સ પર પરફેક્ટ લૂક આપે છે. (Photo - @ishaambanipiramal)
પર્લ જ્વેલરીને તમે કોઈપણ સમયે અને ગમે ત્યાં કોઈપણ સમયે પહેરી શકો છો. પર્લ જ્વેલરી પણ આજકાલ ટ્રેન્ડમાં છે. તમે બીટાઉનની ઘણી અભિનેત્રીઓને ખાસ પ્રસંગોએ મોતીના હાર સાથે પ્રયોગ કરતી જોઈ હશે. તો ચાલો જોઇએ મોતીના દાગીનાને કેવી રીતે સ્ટાઇલ કરી શકાય છે- (Photo - @ishaambanipiramal)
જાહ્નવી કપૂર (Janhvi Kapoor) જો તમે ગળામાં કંઈ પણ પહેરવા નથી માંગતા તો જાહ્નવી કપૂરની જેમ તમે પણ મોતીની બુટ્ટી અને મોતીના બ્રેસલેટ કેરી કરી શકો છો. આ રીતે પહેરવામાં આવતી જ્વેલરી મહિલાની સુંદરતા વધારી દે છે. (Photo - Social Media)
આલિયા ભટ્ટ (Alia Bhatt) આલિયા ભટ્ટના આ લુકને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. તમે એક્ટ્રેસ પાસેથી પ્રેરણા પણ લઈ શકો છો. આલિયા ભટ્ટની જેમ તમે સાડી પર મલ્ટી લેયર પર્લ નેકલેસ પહેરી શકો છો. આ સાથે મેચિંગ પર્લ ઇયરિંગ્સ કેરી કરી શકે છે. સોના-ચાંદીથી અલગ પર્લ જ્વેલરી તમને ફ્રેશ અને રોયલ લુક આપશે. (Photo - Social Med
નોરા ફતેહી (Nora Fatehi) નોરા ફતેહીની જેમ ચોકર સ્ટાઇલમાં પર્લ જ્વેલરી પહેરી શકો છો. આ પ્રકારના દાગીના દેખાવમાં પણ ખૂબ જ સુંદર લાગે છે અને પહેરીવામાં પણ સરળતા રહે છે. (Photo - Social Media)
દીપિકા પાદુકોણ (Deepika Padukone) દીપિકા પાદુકોણની આ સુંદર તસવીરો પર કોઈની પણ નજર અટકી શકે છે. અભિનેત્રીના આ લુકથી પ્રેરણા લઈને તમે હેવી પર્લ ચોકર પહેરી શકો છો. વળી, આજકાલ બજારમાં મોતીના બ્લાઉઝ પણ જોવા મળી રહ્યા છે. (Photo - Social Media)
કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) ફિલ્મ વીરે દી વેડિંગના કરીના કપૂર ખાનના આ લુકને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. જો તમે કંઇક હળવા પહેરવા માંગતા હો, તો તમે આ રીતે સિંગલ લેયર મોતીનો હાર પહેરી શકો છો. (Photo - Social Media)