કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ પ્રોવિડન્ટ ફંડ (PF) ખાતાધારકોને ઈ-નોમિનેશનની સુવિધા આપી છે. EPFO પણ તમામ પીએફ ખાતાધારકોને ઈ-નોમિનેશન કરવા માટે સુચના આપી રહ્યુ છે જેમણે હજુ સુધી તેમના પીએફ એકાઉન્ટ માટે નોમિનીની વિગતો આપી નથી. તમે અહીં જણાવેલી સંપૂર્ણ તબક્કાવાર પ્રક્રિયા અનુસાર તમે ઈ-નોમિનેશનની કામગીરી ખૂબ જ સરળતાથી પૂર્ણ કરી શકો છો. ચાલો જાણી…
-
પીએફ મેમ્બર પોર્ટલ ઓપન કરવા માટે સૌથી પહેલા અહીં આપેલી લિંક પર ક્લિક કરો :- unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/
હવે UAN અને પાસવર્ડની મદદથી તમારું લોગીન કરો. -
કોમ્પ્યુટરની સ્ક્રીન પર ખુલેલી વિંડોમાં દેખાતી મેનેજ ટેબ પર જાઓ અને ઇ-નોમિનેશનનો ઓપ્શન પસંદ કરો.
હવે જરૂરી વિગતો યોગ્ય રીતે દાખલ કરો. -
ફેમિલી ડિક્લરેશન (Family Declaration)ને અપડેટ કરવા માટે ‘Yes’ના ઓપ્શન પર ક્લિક કરો.
તમે એડ ફેમિલી ડિરેટ (Add Family Details) ઓપ્શન પર ક્લિક કરીને એકથી વધારે નોમિનીના નામનો ઉલ્લેખ કરી શકો છો. -
હવે નોમિનેશન ડિટેલ ઓપ્શન પર ક્લિક કરીને પોતાની પીએફ રકમનો કેટલાં ટકા હિસ્સો ક્યાં નોમિનીને આપવા ઇચ્છો છો, તેની દાવેદારી માટે 20 ટકા, 30 ટકા કે 50 ટકા અથવા પોતાની મરજી મુજબ આંકડો લખો અને તમામ નોમિનીના હિસ્સાની વિગત દાખલ કરીને EPF નોમિનેશન ડિટેલને ‘save’ કરો.
-
ત્યારબાદ ‘E-sign’ (ઇ-સાઇન) પર ક્લિક કરો, આધાર અને પીએફ પોર્ટલ સાથે જોડાયેલા સમાન મોબાઈલ નંબર પર આવેલો OTP દાખલ કરીને E-signની પ્રક્રિયા પૂર્ણ કરવા આગળ વધો.
-
જો તમે નોમિનીને દૂર કરવા માંગો છો, તો પછી PF પોર્ટલ પર તમારા એકાઉન્ટ સાથે જોડાયેલા નોમિનીને ડિટેલ કરી નાંખો અથવા જો તમે અન્ય કોઈ નવા વ્યક્તિને નોમિની બનાવવાનું વિચારો છો, તો આ માટે તમારે ફક્ત તમારી પ્રોફાઇલ અપડેટ કરવાની છે.