Gujarat Tour: ગુજરાતનો એક માત્ર ટાપુ જ્યાં ફરવાની મંજૂરી, દરિયા કિનારે શાંતિનો અનુભવ
Pirotan Island Of Gujarat : ગુજરાતના 42 ટાપુ માંથી માત્ર એક જ પિરોટન ટાપુ મુલાકાતીઓ માટે ખુલ્લો છે. જામનગરથી 22 કિમી દૂર પિરોટન આઈલેન્ડ પ્રવાસીઓ પક્ષીઓનું છે. અહીં દરિયાઇ સજીવોને નજીકથી જોવાની તક મળે છે.
ગુજરાતના 42 ટાપુ માંથી માત્ર 1 ફરવા જવાની મંજૂરી ગુજરાતના નાના મોટા 42 ટાપુઓ છે. જો કે તેમાથી માત્ર એક જ ટાપુ છે જ્યાં મુલાકાતીઓને પ્રવેશવાની અને અન્વેષણ કરવાની પરવાનગી છે તેનું નામ છે પિરોટન ટાપુ, પિરોટન ટાપુ ગુજરાતના જામનગર જિલ્લામાં મુખ્ય શહેરથી 22 કિમી અને દ્વારકાથી 108 કિમી દૂર આવેલું છે. (Photo: gidb.org
પિરોટન ટાપુ દિવાદાંડી પિરોટન ટાપુ પર દીવાદાંડીના કર્મચારીઓ સિવાય બહુ ઓછા લોકો અહીં આવે છે. આથી દરિયાઇ જીવસૃષ્ટિને જોવાનો અને એકાંતનો આનંદ માણવા માટે આ ઉત્તમ સ્થળ છે. (Photo: ecotourismgujarat.com)
પિરોટન ટાપુ પર દરિયાઇ જીવો જોવાની તક પિરોટન ટાપુ પર ઓટ બાદ દરિયાના છિછર પાણી માંથી બહાર આવતા દરિયાઇ જીવોને નજીકથી જોવાની તક મળે છે. જેલી ફિશ, કુકુમ્બર ફિશ, કરચલા, કેક્ટર્સ જેવા દુર્લભ દરિયાઇ જીવ જોવા મળે છે. (Photo: Gujarat Tourism)
પિરોટન ટાપુ પ્રવાસી પક્ષીઓનું ઘર પિરોટન આઇલેન્ડ લગભગ 3 કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે. અહીં પ્રવાસીઓ અરબ સાગરની લહેરને નજીકથી જોઇ શકે છે. આ ટાપુ પ્રવાસી પક્ષીઓનું ઘર છે. (Photo: Gujarat Tourism)
પિરોટન ટાપુ ફરવાનો શ્રેષ્ઠ સમય પિરોટન ટાપુની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબર અને જૂન સુધી શ્રેષ્ઠ ગણાય છે. આ સમયગાળા દરમિયાન હવામાન ખુશનુમા હોય અને દરિયો શાંત હોય છે. (Photo: gidb.org