Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/Uttarakhand-Pithoragarh-Hill-Station-2.jpg)
ઉત્તરાખંડમાં કુદરતી સૌંદર્યથી ભરપૂર ઘણા ફરવા લાયક સ્થળો છે. ઉત્તરાખંડમાં ઘણા હિલ સ્ટેશન આવેલા છે, જ્યાં બફરથી ઢંકાયેલા હિમાયલના પર્વતો, ખળખળ વહેતા ઝરણાં, ઉંચા વૃક્ષો અને મસ્ત મસ્ત ઠંડી પ્રવાસીઓને અદભુત આનંદ આપે છે. ઉત્તરાખંડાં એક ખાસ હિલ સ્ટેશન પિથોરાગઢ છે, જેને મિની કાશ્મીર પણ કહેવાય છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/Pithoragarh-Hill-Station-Uttarakhand.jpg)
પિથોરાગઢ હિલ સ્ટેશન ઉત્તરાખંડનું મિની કાશ્મીર કહેવાય છે. કુદરતી સૌંદર્યના મામલે પિથોરાગઢ કાશ્મીરને પણ ટક્કર આપે છે. પ્રકૃતિના ખોળે વસેલું આ હિલ સ્ટેશન અત્યંત સુંદર છે અને અહીનું કુદરતી સૌંદર્ય જોઇ પ્રવાસીઓ મંત્રમુગ્ધ થઇ જાય છે. પિથોરાગઢ હિલ સ્ટેશનને કમાઉની શાન પણ કહેવાય છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/Pithoragarh-Hill-Station-himalaya.jpg)
ઉત્તરાખંડમાં પિથોરાગઢ સમૃદ્ધની સપાટીથી 1,650 મીટરની ઉંચાઇ પર આવેલી 5 કિમી લાંબી અને 2 કિમી પહોંળી એક ખીણ છે.પિથોરાગઢ હિલ સ્ટેશન પર કુદરતી સૌંદર્ય માણવા લાયક હોય છે. અહીં ટ્રેડિંગ, કેપિંગ અને એડવેન્ચર માટે ઘણા વિકલ્પો છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/Pithoragarh-Hill-Station-Tour-Plan.jpg)
પિથોરાગઢ ફરવા માટે પ્રખ્યાત હિલ સ્ટેશન છે. આ હિલ સ્ટેશનની આસપાસ ઘણા એવા સ્થળો છે જ્યાં પ્રવાસીઓ ફરવા માટે જઇ શકે છે. પ્રવાસીઓ પિથોરાગઢમાં ચંડાકમાં જઇ શકે છે. અહીં તમને હિમવર્ષા જોવા મળશે. અહીં પિથોરાગઢની સૌથી ઉંચી ટોચ છે અને અહીંથી સંપૂર્ણ શહેરનો સુંદર નજારો જોવા મળશે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/Uttarakhand-Pithoragarh-Hill-Station.jpg)
પિથોરાગઢમાં પ્રવાસીઓ મુનસ્યારી, ચૌકારી, પિથોરાગઢ કિલ્લો, ગંગોલીહાટ અને બેરીનાગની મુલાકાત લઇ શકાય છે. પિથોરાગઢમાં પ્રવાસીઓ ચૌકારી હિલ સ્ટેશન ફરવા જઇ શકે છે. પ્રવાસીઓને અહીંથી નંદા દેવી, નંદા કોટ અને પંચાવૂલીના પર્વતોનો સુંદર નજારો જોવા મળે છે. બરફાચ્છાદિત હિમાલયની પર્વતમાળા જોવી રોમાંચક હોય છે. આ પાંચ શિખરોના કારણે તેમને પંચાચૂલી કહેવાય છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/Pithoragarh-Hill-Station.jpg)
પિથોરાગઢમાં ચૌકારી નજીક બેરીનાગની મુલાકાત લઇ શકાય છે. તે એક નાનું પહાડી ગામ છે, ચૌકારીથી 10 કિમી દૂર છે.બેરીનાગ એક સમયે ચાના બગીચા માટે પ્રખ્યાત હતું. અહીં ઘણા પ્રસિદ્ધ નાગ મંદિરો છે. અગાઉ આ સ્થળનું નામ બેણીનાગ હતું,જે પાછળથી બેરીનાગ થઇ ગયું. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/Pithoragarh-Temple.jpg)
પિથોરાગઢમાં ઘણા મંદિરો આવેલા છે. તમે લક્ષ્મીનારાયણ મંદિર અને શિવાલય તથા શહેરની આસપાસ, ગુરના દેવી અને ઇગ્યારા દેવી, ગંગનાથ, ભૂમિયા, એરી, ચામુ, બદન, હારુ જેવા સ્થાનિક લોક દેવાઓને સમર્પિત મંદિરોમાં દર્શન કરી શકાય છે. (Photo: Social Media)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us