pm modi meets vaibhav suryavanshi : પીએમ નરેન્દ્ર મોદીએ શુક્રવારે પટના એરપોર્ટ પર 14 વર્ષના યુવા સ્ટાર ક્રિકેટર વૈભવ સૂર્યવંશી અને તેમના પરિવાર સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીએ પોતાના એક્સ હેન્ડલ પર આ માહિતી આપી હતી. પીએમ નરેન્દ્ર મોદીએ વૈભવ સૂર્યવંશી અને તેમના પરિવાર સાથેની તસવીરો શેર કરી છે. (તસવીર - પીએમ મોદી ટ્વિટર)
પીએમ મોદીએ આ તસવીરોના કેપ્શનમાં લખ્યું છે કે પટના એરપોર્ટ પર યુવા ક્રિકેટ સેનસની વૈભવ સૂર્યવંશી અને તેમના પરિવાર સાથે મુલાકાત થઇ. તેની ક્રિકેટિંગ સ્કિલના દેશભરમાં વખાણ થઈ રહ્યા છે. તેના ભવિષ્ય માટે મારી શુભકામનાઓ. (તસવીર - પીએમ મોદી ટ્વિટર)
પીએમ મોદી વૈભવ સૂર્યવંશીના કરી ચૂક્યા છે વખાણ - પીએમ નરેન્દ્ર મોદી આ પહેલા પણ વૈભવ સૂર્યવંશીની પ્રશંસા કરી ચૂક્યા છે. તેમણે બિહારમાં 4 મે ને રવિવારે ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સ શરૂ કરવાની જાહેરાત કરતા કહ્યું હતું કે મેં આઈપીએલમાં બિહારના પુત્ર વૈભવ સૂર્યવંશીનું શાનદાર પ્રદર્શન જોયું. આટલી નાની ઉંમરમાં વૈભવે આટલો મોટો રેકોર્ડ બનાવ્યો. વૈભવના પ્રદર્શન પાછળ મહેનત છે. (તસવીર - પીએમ મોદી ટ્વિટર)
તે આઇપીએલના ઈતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારવાના મામલેબીજા ક્રમે છે. આ મામલે ક્રિસ ગેઇલ પહેલા નંબર પર છે. ક્રિસ ગેલે 30 બોલમાં સદી ફટકારી હતી. વૈભવ સૂર્યવંશીના આ પ્રદર્શન પછી દુનિયાભરમાં તેના પ્રશંસક વધી ગયા છે. (તસવીર - સોશિયલ મીડિયા)
વૈભવ આઈપીએલ 2025માં કુલ મેચ રમ્યો છે. જેમાં તેણે 36.00ની એવરેજથી 252 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઇક રેટ 206.55નો રહ્યો છે. તેણે 18 ફોર અને 24 સિક્સર ફટકારી છે. (તસવીર - સોશિયલ મીડિયા)