PM Modi Fitness Secret: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 74 વર્ષના થયા. આ ઉંમરે પણ તેઓ એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત છે. તેઓ સવારે જાગ્યા બાદ શું છે કરે અને કેટલા કલાક ઉંઘે છે તેના વિશે ચર્ચા થતી હોય છે. જાણો તેમની તંદુરસ્તીનો રાઝ
PM Narendra Modi Birthday: પીએમ નરેન્દ્ર મોદી જન્મદિવસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 74મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. પીએમ મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ ગુજરાતના વડનગરમાં થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર 8 વર્ષની ઉંમરે આરએસએસમાં જોડાયા હતા. 74 વર્ષની ઉંમરે પણ પીએમ મોદી એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત છે. પરંતુ શું તમે જાણો છો કે તેઓ કેટલા સમય સુધી ઊંઘે છે, તેઓ સવારે જાગ્યા બાદ સૌથી પહેલા શું કરે છે? જાણો પીએમ નરેન્દ્ર મોદીની તંદુરસ્તીનું રાઝ (Photo: PMO)
પીએમ નરેન્દ્ર મોદી દિવસની શરૂઆત કેવી રીતે કરે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તંદુરસ્ત રહેવા માટે સંતુલિત આહાર અને યોગ પર વધુ ધ્યાન આપે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિવસની શરૂઆત યોગ સાથે થાય છે. તેઓ લગભગ 40 મિનિટ સુધી નિયમિત રીતે યોગ કરો.(Photo: PMO)
પીએમ મોદી આ યોગ કરે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૂર્ય નમસ્કાર, પ્રાણાયામ, વજ્રાસન, સેતુબંધાસન, ભુજંગાસન અને ઉત્તાનપાડાસન જેવી યોગ એક્સરસાઇઝ કરે છે. પીએમ મોદીની દિનચર્યા થી કેન્દ્રીય મંત્રી એલ. મુરુગન ખૂબ જ પ્રભાવિત છે. એકવાર તેમના એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેટલા સમયે સૂઈ જાય છે અને સાંજે કેટલા વાગ્યા પછી તેઓ કંઈ ખાતા નથી. (Photo: PMO)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેટલા કલાક ઉંઘે છે? એલ મુરુગનના જણાવ્યા અનુસાર, પીએમ નરેન્દ્ર મોદી માત્ર સાડા 3 કલાક જ ઉંઘે છે. આ સાથે પીએમ મોદી અઠવાડિયામાં બે વાર નિદ્રા યોગ કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એકવાર કહ્યું હતું કે અનિદ્રાથી બચવા માટે યોગ નિદ્રા ખૂબ જ ફાયદાકારક છે. (Photo: PMO)
પીએમ મોદી ઉપવાસ કેમ રાખે છે? વડાપ્રધાન નરેન્દ્ર મોદી આયુર્વેદમાં વધુ વિશ્વાસ ધરાવે છે. અહીંયા સુધી કે શરદી ઉધરસ માટે પણ ઘરગથ્થુ ઉપચાર અપનાવવામાં આવે છે. એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તેઓ આટલું કઠિન જીવન જીવ્યા છે પરંતુ ક્યારેય ડૉક્ટરો અને મોંઘી દવાઓ પર નિર્ભર નથી રહ્યા. જો ઠંડી હોય તો તેઓ ગરમ પાણી પીવે છે. આ ઉપરાંત બે દિવસ ઉપવાસ કરે છે. (Photo: PMO)
શરદી અને ઉધરસ હોય તો આ ઉપાય કરો શરદી થઇ હોય ત્યારે રાત્રે સરસવનું તેલ ગરમ કરી નાકમાં થોડાંક ટીપાં નાખે છે. તમને જણાવી દઇયે કે, આ એક આયુર્વેદિક ઉપચાર છે. પ્રાચીન કાળથી, લોકો શરદી અને ઉધરસના કિસ્સામાં આવા પ્રકારના ઉપાયો અજમાવતા હતા. (Photo: PMO)
પીએમ મોદી ભોજનમાં શું જમે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાકાહારી ભોજનને પ્રાથમિકતા આપે છે. તેમને ગુજરાતી ભોજન ખૂબ જ ગમે છે. પીએમ મોદી દાળ, ભાત અને ખીચડી જમવાનું વધારે પસંદ કરે છે. આ સાથે તેઓ સાંજે 6 વાગ્યા પહેલા ભોજન કરી લે છે અને ત્યાર પછી કંઈપણ ખાતા નથી. (Photo: PMO)
નરેન્દ્ર મોદી 3 વખત વડાપ્રધાન બન્યા નરેન્દ્ર મોદી ભારતના ત્રીજી વખત ભારતના વડાપ્રધાન બન્યા છે. તેઓ પ્રથમવાર 2014માં પ્રથમ વખત ભારતના વડાપ્રધાન બન્યા હતા. ત્યારબાદ 2019માં બીજી વખત વડાપ્રધાન તરીકે ચૂંટાઇ આવ્યા હતા. તાજેતરમાં મે 2024માં થયેલી લોકસભા ચૂંટણીમાં પણ તેઓ ત્રીજી વખતે ભારતના વડાપ્રધાન બન્યા છે.