PM Narendra Modi Gujarat Ambaji Temple Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. જેમાં પ્રથમ દિવસે શક્તિપીઠ અંબાજી મંદિરમાં શીશ ઝુકાવી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત મુલાકાતે આવ્યા છે. ગુજરાત પ્રવાસની શરૂઆત તેમણે પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરમાં પૂજા-અર્ચના અને દર્શન સાથે કરી હતી. દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા બાદ પીએમ મોદી સીધા અંબાજી મંદિરે પહોંચ્યા હતા. (Photo - PMOIndia)
વડાપ્રધાન નરેન્દ્ર દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા બાદ સીધા બનાસકાંઠા સ્થિત શક્તિપીઠ અંબાજી મંદિરે પહોંચ્યા હતા. આ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે હતા. અંબાજી મંદિરના પ્રાંગણમાં તેમણે લોકોનું અભિવાદન કર્યુ હતુ. (Photo - PMOIndia)
પીએમ મોદીએ માતાજીની મૂર્તિ સમક્ષ બે હાથ જોડી નમસ્કાર કર્યુ હતુ. એવું કહેવાય છે કે, અહીંયા માતા સતીનું હૃદય પડ્યુ હતુ. તેથી આ શક્તિપીઠનું વિશેષ મહત્વ છે. (Photo - PMOIndia)
વડાપ્રધાન મોદીએ અંબે માતાને શ્રદ્ધાપૂર્વક નમસ્કાર કર્યા હતા. ભાદરવા મહિનામાં યોજાતો અંબાજી મંદિરનો મેળો વિશ્વ પ્રસિદ્ધ છે. દર વર્ષે લાખો લોકો પગપાળા ચાલીને અંબાજી મંદિરે દર્શન કરવા આવે છે. (Photo - PMOIndia)
અંબાજી મંદિરના પૂજારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માતાજીની ચૂંદડી ભેટમાં આપી છે. અંબાજી મંદિરમાં ચૈત્ર અને આસો નવરાત્રીમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે. (Photo - PMOIndia)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંબાજી મંદિરમાં દર્શન કર્યા બાદ ખેરાલુના ડભાડા પહોંચી ગયા છે. અહીં તેમણે 5941 રૂપિયાના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટોનું ખાતમુહૂર્ત કર્યુ હતુ. (Photo - PMOIndia)