PM Modi In Maha Kumbh: પીએમ મોદીનું મહા કુંભ મેળામાં સ્નાન, ગળામાં રુદ્રાક્ષની માળા, ભક્તિમાં તલ્લીન
PM Narendra Modi Visit In Maha Kumbh 2025 Snan: પીએમ નરેન્દ્ર મોદી એ મહા કુંભ મેળામાં 5 ફેબ્રુઆરીના રોજ નદીમાં સ્નાન કર્યું હતું. મહા કુંભમાં સ્નાન દરમિયાન પીએ મોદી ભક્તિમાં તલ્લીન દેખાતા હતા.
મહા કુંભ મેળામાં પીએમ મોદીનું ભક્તિ સ્વરૂપ પ્રયાગરાજ મહા કુંભ મેળામાં સ્નાન દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીનું ભક્તિ સ્વરૂપ જોવા મળ્યું છે. પીએમ મોદીના મહા કુંભ મેળાની મુલાકાત અને નૌકા વિહાર દરમિયાન યુપીના સીએમ યોગી આદિત્યનાથ સાથે હતા. મહા કુંભ મેળામાં સ્નાન કરવાની પહેલા પીએમ મોદીએ ગંગા નદીની શાસ્ત્રોક્ત પૂજા કરી હતી. (Photo: @narendramodi)
મહા કુંભ મેળામાં સ્નાન પહેલા નદીની પૂજા પીએમ નરેન્દ્ર મોદીએ મહા કુંભ મેળામાં સ્નાન કરવાની પહેલા પવિત્ર નદીઓની શાસ્ત્રોક્ત પૂજા વિધિ કરી હતી. પૂજા દરમિયાન પીએમ મોદીએ નદીને દૂધ અને જળ અર્પણ કર્યું હતું. (Photo: @narendramodi)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહા કુંભ મેળામાં ત્રિવેણી સ્નાનની પહેલા નદીની પૂજા કરી હતી. તે સમયે પીએમ મોદી બ્લેક કુર્તો, સફેદ ચુડીદાર ગળામાં કેસરી શાલ અને માથા પર હિમાચલ પ્રદેશની ટોપી પહેરી હતી. (Photo: @narendramodi)
મહા કુંભ મેળામાં પહોંચેલા પીએમ મોદીએ ગંગા સ્નાન કર્યું હતુ. પ્રયાગરાજમાં ગંગા, યમુમના અદ્રશ્ય પૌરાણિક સરસ્વતી નદીનું સંગમ થાય છે. મહા કુંભ મેળા દરમિયાન આ ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ હોય છે. (Photo: @narendramodi)
પીએમ મોદીએ મહા કુંભ મેળામાં સ્નાન કરતી વખતે ગળામાં અને હાથમાં રુદ્રાક્ષની માળા ધારણ કરી હતી. નદીમાં ઉભા રહી તેમણે માળા વડે મંત્રજાપ પણ કર્યો હતો. (Photo: @narendramodi)