-
PM Narendra Modi wears chola dora Dress – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 21 ઓક્ટોબરે ઉત્તરાખંડ પહોંચ્યા છે. જ્યાં તેમણે કેદારનાથ ધામમાં પુરી વિધિ-વિધાન સાથે પૂજા અર્ચના કરી હતી. આ દરમિયાન પીએમના વસ્ત્રોએ ફરી એક વખત બધાનું ધ્યાન ખેંચ્યું હતું. પીએમ મોદી હિમાચલ પ્રદેશના પારંપરિક ડ્રેસ ‘ચોલા-ડોરા’માં જોવા મળ્યા હતા. તેમણે પારંપરિક પહાડી ટોપી પણ લગાવી રાખી હતી. (તસવીર સોર્સ: પીઆઈબી)
-
પીએમ મોદીનો ડ્રેસ કેમ છે ખાસ? કેદારનાથ ધામમાં પૂજા-અર્ચના દરમિયાન પીએમ મોદીએ જે ડ્રેસ પહેર્યો તે હિમાચલ પ્રદેશની ગદ્દી જનજાતિનો પારંપરિક ડ્રેસ છે. ખાસ કરીને ઠંડીના દિવસોમાં આ જનજાતિના લોકો આ વેશભૂષામાં જોવા મળે છે. તેને ચોલા-ડોરા કે ચોલૂ પણ કહેવાય છે. (તસવીર સોર્સ: પીઆઈબી)
-
ચોલા-ડોરા એક રીતે ઓવરકોટની જેમ હોય છે અને પુરી રીતે ઉનથી બનેલ હોય છે. ચોલા એટલે ઓવરકોટ નુમા ડ્રેસ (ઉપરનો ડ્રેસ) અને ડોરા એટલે ડ્રેસને ઉપરથી બાંધનાર પટ્ટી કે બેલ્ટ. (તસવીર સોર્સ: પીઆઈબી)
-
બીબીસી હિન્દી પોતાના એક રિપોર્ટમાં ઓસી હાંડાના પુસ્તક ટેક્સટાઇલ્સ, કોસ્ટટ્યૂમ એન્ડ ઓર્નામેંટ્સ ઓફ વેસ્ટર્ન હિમાયલાજ (Textiles, Costumes, and Ornaments of the Western Himalaya) ના હવાલાથી લખે છે કે ગદ્દી જનજાતિના લોકો ભગવાન શંકરને ઘણા માને છે. એવી માન્યતા છે કે તેમના પૂર્વજોમાંથી એક જયસ્તંભની પૂજાથી ભગવાન શિવ પ્રશન્ન થયા અને એક ચોલા, ડોરા અને ટોપી પ્રદાન કરી હતી. ત્યારથી ગદ્દી જનજાતિના પુરુષોની વેશભૂષાનું અભિન્ન અંગ બની ગયું છે. (તસવીર સોર્સ: પીઆઈબી)
-
પીએમ મોદીએ જે ચોલા ડોરા પહેર્યો છે તેની એક તરફ સ્વસ્તિકનું નિશાન છે તો બીજી બાજુ મોર પંખની કઢાઇ બનેલી છે. તેને હાથથી બનાવવામાં આવ્યું છે. (તસવીર સોર્સ: પીઆઈબી)
-
ઉત્તરાખંડમાં હિમાચલ પ્રદેશનો ડ્રેસ કેમ? પીએમ મોદી કેટલાક દિવસો પહેલા હિમાચલ પ્રદેશના પ્રવાસે ગયા હતા. જ્યાં રાજ્યના ચંબા જિલ્લામાં તેમને ગદ્દી જનજાતિની એક સ્થાનીય મહિલાએ પોતાના હાથથી બનાવેલ ખાસ ચોલા-ડોરા ડ્રેસ ભેટમાં આપ્યો હતો. રિપોર્ટ્સ પ્રમાણે ત્યારે પ્રધાનમંત્રી મોદીએ મહિલાને વાયદો કર્યો હતો કે જ્યારે તે કોઇ ઠંડા સ્થળે જશે તો આ ડ્રેસને અવશ્ય પહેરશે. હવે તેમણે ઉત્તરાખંડ પ્રવાસ દરમિયાન આ ડ્રેસ પહેરીને પોતાનો વાયદો નિભાવ્યો છે અને એક સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો છે. (તસવીર સોર્સ: પીઆઈબી)
-
તમને જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશના ત્રણ જિલ્લા મંડી, કાંગડા અને ચંબામાં ગદ્દી જનજાતિની સારી એવી સંખ્યા છે અને ત્યાંની રાજનીતિમાં પણ સારી પકડ છે. (તસવીર સોર્સ: પીઆઈબી)
