Pohe Recipe : નાસ્તા માટે પૌંઆ બનાવવાની 5 યુનિક રેસીપી, નાના બાળકથી લઇ દરેકને ભાવશે
Morning Breakfast Pohe Recipe Five Different Types: પૌંઆ સૌથી પ્રખ્યાત નાસ્તો છે. અહીં અમે તમારા માટે 5 પ્રકારના પૌંઆ બનાવવાની રેસીપી આપી છે. તે ઓછા સમય અને સામગ્રીમાં પૌઆ બની જાય છે. તે આયર્ન, ફાઇબર અને કાર્બોહાઇડ્રેટ્સથી ભરપૂર છે.
પૌંઆ રેસીપી : Pohe Recipe પૌંઆ પ્રખ્યાત વાનગી છે. સવારનો નાસ્તા હોય કે રાતે હળવું જમવુ હોય ત્યારે લોકોને પૌંઆ યાદ આવે છે. જો કે મોટાભાગના લોકો એક જ પ્રકારના પૌંઆ ખાઇ કંટાળી જાય છે. અહીં 5 અલગ અલગ પૌંઆ બનાવવાની રીત આપી છે, જે તમારે ઘરે ટ્રાય કરવી જ જોઇએ. (Photo: Social Media)
પૌંઆ પોષક તત્વોથી ભરપૂર પૌંઆમાં આયર્ન, કાર્બોહાઇડ્રેટ, ફાઇબર અને આવશ્યક પોષક તત્વો હોય છે, જે શરીરને ઉર્જા આપે છે અને દિવસભર સક્રિય રાખે છે. આવી સ્થિતિમાં, અમે તમારા માટે 5 પ્રકારની પોહા રેસિપી લાવ્યા છીએ, જેને તમે સરળતાથી તૈયાર કરી શકો છો. (Photo: Social Media)
મસાલા પૌંઆ જો તમને ચટાકેદાર વાનગી ખામી ગમતી હોય તો મસાલા પૌંઆ બનાવી શકાય છે. ટામેટા સોશ, ચાટ મસાલા, લીલા મરચા અને લીલા ધાણા ઉમેરીને મસાલા પૌંઆ બને છે. તે ઓફિસ અને ટિફિન માટે પણ ઉત્તમ વાનગી છે. (Photo: Social Media)
ઈન્દરી પૌંઆ નાસ્તા માટે ઈન્દોરી પૌંઆ ઉત્તમ વાનગી છે. ઇન્દોરના પ્રખ્યાત પૌઆ તેના સોફ્ટ અને મીઠા સ્વાદ માટે જાણીતા છે. તે થોડી મીઠાશ, સિંગદાણા અને લીંબુનો રસ, ચાટ મસાલા સાથે તૈયાર કરવામાં આવે છે. પૌંઆ ઉપર રતલામી સેવ ઉમેરવાથી વધુ સ્વાદિષ્ટ લાગે છે. (Photo: Social Media)
વેજીટેબલ પૌંઆ જો તમે પૌંઆને વધુ હેલ્ધી બનાવવા માંગતા હોવ તો તમે વેજીટેબલ પૌંઆ ટ્રાય કરી શકો છો. તેમા ગાજર, બીટ, વટાણા, કેપ્સિકમ, ટામેટા, બટાકા અને કઠોળ જેવા શાકભાજી ઉમેરી શકાય છે. તે માત્ર સ્વાદિષ્ટ જ નથી, પરંતુ ફાઇબર અને વિટામિન્સથી પણ સમૃદ્ધ છે. તે બાળકોને પણ ખૂબ પસંદ આવે છે. (Photo: Social Media)
ફણગાવેલા કઠોળ સાથે પૌંઆ રેસીપી આ પૌંઆ બનાવવા માટે તેમા અંકુરિત મગ, ચણા ઉમેરવામાં આવી છે. તેનાથી પૌંઆમાં પ્રોટીન વધી જાય છે. એક કઢાઇમાં તેલ ગરમ કરી, પછી તેમા રાઇ, મીઠા લીમડાનો તડકો લગાવો. પછી ડુંગળી, ટામેટાં અને લીલા મરચાં સાંતળી લો. હવે તેમા ફણગાવેલી મગ, ચણા અને પૌઆ ઉમેરો, ત્યાર પછી મીઠું અને હળદર ઉમેરી બધી સામગ્રી સારી રીતે મિક્સ કરો. છેલ્લે તેમા લીંબુનો રસ અને લીલા કોથમીરના પાન ઉમેરીને સર્વ કરો. (Photo: Social Media)
બટાકા ડુંગળી પૌઆ સાદા પૌંઆ ખાવાના બદલે તમે બાફેલા બટાકા અને ડુંગળી ઉમેરવાથી તે વધુ સ્વાદિષ્ટ લાગે છે. તેમા મીઠા લીમડાનો તડકો લગાવ્યા બાદ ઝીણી સમારેલી ડુંગળી, લીલા મરચા, લીલા ધાણા અને લીંબુનો રસ ઉમેરવામાં આવે છે. આ પ્રકારના પૌંઆ મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં ખૂબ લોકપ્રિય છે. (Photo: Social Media)