શું છે Porn Star Martini? ભારતમાં ગુગલ પર 2024માં સૌથી વધારે સર્ચ કરાઇ આ રેસીપી
Porn Star Martini : 2024નું વર્ષ પુરું થવાને હવે બહુ દિવસો બાકી નથી. આ વર્ષે લોકોએ ગૂગલ પર ઘણી વસ્તુઓ સર્ચ કરી છે. ગુગલે ભારતમાં સૌથી વધુ સર્ચ કરવામાં આવેલી વસ્તુઓની યાદી જાહેર કરી છે
Porn Star Martini : 2024નું વર્ષ પુરું થવાને હવે બહુ દિવસો બાકી નથી. આ વર્ષે લોકોએ ગૂગલ પર ઘણી વસ્તુઓ સર્ચ કરી છે. ગુગલે ભારતમાં સૌથી વધુ સર્ચ કરવામાં આવેલી વસ્તુઓની યાદી જાહેર કરી છે. (Photo: Pexels)
આ લિસ્ટમાં એવી ઘણી વાનગીઓ છે જેને લોકો ગુગલ પર સૌથી વધુ સર્ચ કરે છે. પરંતુ સૌથી ઉપર પોર્ન સ્ટાર માર્ટીની રેસીપી છે જેને ભારતમાં સૌથી વધુ સર્ચ કરવામાં આવી છે. (Photo: Pexels)
પોર્ન સ્ટાર માર્ટીની પૈશન ફ્રુટનું ફ્લેવર આવે છે. વોડકા ઉપરાંત તેમાં પાસોયા, પૈશન ફ્રૂટ જ્યુસ અને લીંબુના રસ સાથે તૈયાર કરવામાં આવે છે. (Photo: Bake Play Smile/FB)
એવું કહેવાય છે કે પોર્ન સ્ટાર માર્ટીનીને સૌપ્રથમ વર્ષ 2002માં ડગલસ અન્ક્રા નામના વ્યક્તિએ તૈયાર કરી હતી, જે બ્રિટનમાં બારના માલિક હતા. (Photo: Bake Play Smile/FB)