Post Raksha Bandhan Detox Tips : રક્ષા બંધન પછી બોડી ડીટોક્સ કરવા આ ટિપ્સ ફોલૉ કરો
Post Raksha Bandhan Detox Tips : રક્ષાબંધન પછીના ડિટોક્સ માટે વર્કઆઉટ રૂટિન જરૂરી છે . તમે શરૂઆતના થોડા દિવસો માટે સરળ કાર્ડિયો અને સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરી શકો છો. હેલ્થી મોર્નિંગ રૂટિન ફોલૉ કરી શકો છો. વધુમાં અહીં વાંચો.
તહેવારોમાં આપણે કુટુંબ અને પ્રિયજનો સાથે ભેગા થઈએ છીએ અને હાઈ કેલરીવાળા ખોરાક લેતા એન્જોય કરતા હોઈએ છીએ. લોકો નમકીનથી લઈને મીઠાઈઓથી ભરેલી પ્લેટ્સનો ભરપૂર આનંદ ઉઠાવે છે.
રક્ષાબંધન દરમિયાન લેવામાં આવતા કેલરીયુક્ત ખોરાકમાંથી અશુદ્ધિઓ દૂર કરવામાં ડિટોક્સિફાયીંગ સહાયક છે. તે તમારા ચયાપચય(મેટાબોલિઝ્મ)ને વેગ આપવા અને તમારા એકંદર આરોગ્યને સુધારવામાં મદદ કરે છે.
ગરમ પાણી પીવાનું શરૂ કરો : રક્ષાબંધન જેવા પ્રસંગોએ, લોકો નમકીન સાથે દૂધ આધારિત મીઠાઈઓ જેમ કે ખીર ખાતા હોય છે. આનાથી આપણી પાચનક્રિયા ખરાબ થાય છે. દિવસભર ગરમ પાણી પીવાથી ઝેર, વધારાની ચરબી અને ખાંડ દૂર થાય છે. સંપૂર્ણ ડિટોક્સની ખાતરી કરવા માટે દરરોજ બે થી ચાર લિટર પાણી પીવો.
વધુ ફાઇબર શામેલ કરો :ફાઈબર એ કુદરતી ડિટોક્સિફાઈંગ એજન્ટ છે, જે તહેવારો પછીની સફાઈ માટે આદર્શ પોષક તત્વો પુરા પાડી શકે છે. તમારા ફાઈબરની માત્રા વધારવા માટે કાકડી, ગાજર, સલાડ, સ્પ્રાઉટ્સ અને અન્ય લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન કરો. તમે તમારા આહારમાં પલાળેલા અખરોટ અને બદામનો પણ સમાવેશ કરી શકો છો , પરંતુ માત્ર થોડી માત્રામાં. લીલા પાંદડાવાળા અને ક્રુસિફેરસ શાકભાજી, જેમ કે કોબીજ, બ્રોકોલી, પાલક અને અન્ય શાકભાજી જેમાં એન્ટીઑકિસડન્ટ વધુ હોય છે અને તે બળતરા સામેની લડાઈમાં મદદ કરી શકે છે. આ શાકભાજી પેટનું ફૂલવું ઘટાડવામાં અને પાચનતંત્રને સાફ કરવામાં મદદ કરે છે.
તમારા ડાયટમાં એન્ટીઑકિસડન્ટો ઉમેરો : સવારે ઉઠીને સૌથી પહેલા એક કપ ગ્રીન ટી અથવા લીંબુ ચિયા સીડ્સનું પાણી પીવો કારણ કે તેમાં પોલીફેનોલ્સ હોય છે, જે શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ છે. ગ્રીન ટીમાં જોવા મળતું એપિગાલોકેટેચિન ગેલેટ, એક એન્ટીઑકિસડન્ટ, શરીરમાંથી અશુદ્ધિઓ અને ઝેર દૂર કરવામાં મદદ કરે છે. કોલેસ્ટ્રોલનું ઓછું લેવલ રાખવું મહત્વપૂર્ણ છે કારણ કે તે વજન મેઈન્ટેઈન રાખવામાં અને હૃદય રોગને રોકવામાં મદદ કરે છે.
પ્રોસેસ્ડ ફૂડ ટાળો : પ્રોસેસ્ડ ફૂડ્સમાં ચરબી, ખાંડ, હાઇડ્રોજનયુક્ત તેલ, મીઠું અને કેલરી વધુ હોય છે. તમારી સિસ્ટમને શુદ્ધ કરવા માટે, તેમનાથી દૂર રહો. ખાંડ, પ્રોસેસ્ડ કાર્બોહાઇડ્રેટ્સ અને ચરબીવાળા ખોરાકની તમારી ક્રેવિંગ કંટ્રોલ કરો. બ્રાઉન રાઇસ, દાળ અને બાફેલા શાકભાજી જેવા આરોગ્યપ્રદ પસંદગીઓ કરો. તમે એવા ખોરાક ખાઈ શકો છો જે તમને લાંબા સમય સુધી ભરપૂર રાખે.
પ્રોબાયોટીક્સનું સેવન કરો : તમારા આહારમાં પ્રોબાયોટિક યુક્ત ખોરાકનો સમાવેશ કરો, જેમ કે છાશ,કિમચી, દહીં, ઢોકળા વગેરે. તેમાં સારા બેક્ટેરિયા હોય છે અને તે આંતરડાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, જે તમારી બોડીને ડીટોક્સિફાઇ કરવામાં મદદ કરી શકે છે.
નિયમિત કસરત કરવાનું શરૂ કરો : રક્ષાબંધન પછીના ડિટોક્સ માટે વર્કઆઉટ રૂટિન પણ જરૂરી છે . તમે શરૂઆતના થોડા દિવસો માટે સરળ કાર્ડિયો અને સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરી શકો છો. હેલ્થી મોર્નિંગ રૂટિન ફોલૉ કરો.
ખાંડનું સેવન ઓછું કરો : તમે કાજુ કટલી, લાડુ, ખીર અને અન્ય ખાંડવાળી વાનગીઓનું સેવન કર્યું હશે. પરંતુ હવે તમારા ખાંડના સેવન પર નજર રાખવાનો સમય આવી ગયો છે. તહેવારો દરમિયાન વપરાતી વધારાની ખાંડને સંતુલિત કરવામાં મદદ કરવા માટે આગામી 2-3 અઠવાડિયા માટે તમારી ખાંડનો વપરાશ ઓછો કરો.