Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/pumpkin-seeds-meaning-in-gujarati.jpg)
પમ્પકિન સીડ એટલે કોળાના બીજ ભલે દેખાવામાં નાના હોય છે પણ ઘણા ગુણકારી હોય છે. પમ્પકિન સીડ્ પોષક તત્ત્વોનું પાવરહાઉસ છે. બદામની જેમ, કોળાના બીજ પણ પ્રોટીન અને અસંતૃપ્ત ચરબીનો શ્રેષ્ઠ સ્રોત છે, તેમા ઓમેગા -6 ફેટી એસિડ્સ પણ હોય છે. પમ્પકિન સીડ્સ સેવન કરવાના ફાયદા જાણી તમને પણ આશ્ચર્ય થશે. તમારા ડાયટ ફુડમાં પમ્પકિન સીડ્સ સામેલ કરી ઘણા સ્વાસ્થ્ય લાભ મેળવી શકો છો. કોળાના બીજમાં આયર્ન, કેલ્શિયમ, બી2, ફોલેટ અને બીટા કેરોટીન સહિત ઘણા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે, જેને શરીર વિટામિન એ માં રૂપાંતરિત કરે છે. કોળાના બીજમાં હાઇ લેવલનું ફેટી એસિડ્સ હોય છે જે તંદુરસ્ત રક્ત વાહિનીઓને જાળવવામાં અને લોહીમાં અનિચ્છનીય કોલેસ્ટરોલ ઘટાડવામાં મદદ કરે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે કોળાના બીજ પણ ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/Pumpkin-Seeds-Health-Benefit.jpg)
પમ્પકિન સીડ્સ પોષક તત્વોનું પાવરહાઉસ છે. તેમા ઝીંક, મેગ્નેશિયમ, મેંગેનીઝ, કોપર, એન્ટિઓક્સિડન્ટ્સ અને ફાયટોસ્ટેરોલ જેવા મૂલ્યવાન પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. આ અદભુત સીડ્સનું સેવન પુરુષો અને સ્ત્રીઓ બંને માટે હેલ્ધી સ્નેક્સ તરીકે થઈ શકે છે. તે આદર્શ બ્રેકફ્રાસ્ટ છે કારણ કે તે લાંબા સમય સુધી તમારું પેટ ભરે છે. ચાલો જાણીયે કોળાના બીજ એટલે કે પમ્પકિન સીડ્સનું સેવન કરવાના 8 અદભુત ફાયદા (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/pumpkin-seeds-protein.jpg)
કોળાના બીજ ઓક્સિડેટીવ તણાવ ઘટાડીને બ્લડ સુગર લેવલ કન્ટ્રોલ કરવામાં મદદ કરી શકે છે. કોળાના બીજમાં સુપાચ્ય પ્રોટીન પણ ભરપૂર માત્રામાં હોય છે, જે બ્લડ સુગર લેવલ સ્થિર કરવામાં મદદરૂપ થાય છે. ડાયાબીટીસ દર્દી આ સીડ્સ ડાયટમાં સામેલ કરીને ઘણા સ્વાસ્થ્ય ફાયદા મેળવી શકે છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/Health-Benefit-Of-Pumpkin-Seeds.jpg)
પમ્પકિન સીડ્સ વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. ફ્રિટનેસ પ્રત્યે જાગૃત લોકો કોળાના બીજનું સેવન કરી શરીરનું વજન કન્ટ્રોલમાં રાખી શકે છે. કોળાના બીજ પોષક તત્વોથી ભરપૂર હોય છે, જે તમને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખવામાં મદદ કરે છે. તેમા ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે જે તમને તૃપ્ત રાખે છે અને તમને બિનજરૂરી ખાવાથી રોકે છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/Health-Benefit-Pumpkin-Seeds.jpg)
પમ્પકિન સીડ્સમાં ક્યુકરબીટાસિન હોય છે, જે એક વિશિષ્ટ એમિનો એસિડ છે, જે વાળના વિકાસમાં મદદ કરે છે. તેમાં વિટામિન સી પણ ભરપૂર માત્રામાં હોય છે, જે વાળના વિકાસમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપે છે. તમે માથાની ટાલ પર પમ્પકિન સીડનું તેલ લગાવી શકો છો અથવા દરરોજ મુઠ્ઠીભર કોળાના બીજનું સેવન પણ કરી શકો છો. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/Pumpkin-Seeds.jpg)
પમ્પકિન સીડ્સમાં વિટામિન ઇ અને કેરોટીનોઇડ્સ જેવા એન્ટીઓકિસડન્ટો હોય છે. તે બળતરા ઘટાડવામાં મદદ કરે છે અને કોષોને હાનિકારક મુક્ત રેડિકલથી સુરક્ષિત કરી શકે છે. જે બદલામાં શરીરને વિવિધ બીમારીથી બચાવવામાં પણ મદદરૂપ થાય છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/pumpkin-seeds-bowl-trivet-marble.jpg)
પમ્પકિન સીડ્સમાં તંદુરસ્ત ચરબી, ફાઇબર અને એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવે છે. કોળાના બીજમાં મોનોઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ પણ હોય છે જે બેડ કોલેસ્ટરોલ ઘટાડવામાં અને ગુડ કોલેસ્ટરોલ વધારવામાં મદદ કરે છે. કોળાના બીજમાં રહેલું મેગ્નેશિયમ બ્લડ પ્રેશર લેવલ કન્ટ્રોલ રાખવામાં મદદ કરી શકે છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/pumpkin-seeds-nutrition.jpg)
પમ્પકિન સીડમાં સેરોટોનિન હોય છે, જે એક ન્યુરોકેમિકલ છે, જેને કુદરતી નિંદ્રા માટે પ્રેરક માનવામાં આવે છે. તેમા ટ્રિપ્ટોફન પણ ભરપૂર માત્રામાં હોય છે, જે એક એમિનો એસિડ છે, જે શરીરમાં સેરોટોનિનમાં રૂપાંતરિત થાય છે, જે તમારી ઊંઘની ગુણવત્તામાં સુધારો કરી શકે છે. સૂતા પહેલા મુઠ્ઠીભર બીજનું સેવન રાતે નિરાંતે ઉંઘ મેળવવાનો એક સરળ અને કુદરતી રીત છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/pumpkin-seeds-benefits-for-female.jpg)
પમ્પકિન સીડ્સમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે, જે સંધિવા કે ગઠિયાનો દુખાવો ઘટાડવામાં મદદ કરે છે. કોળાના બીજ સાંધાના દુખાવાની સારવારમાં એક સરળ ઘરેલું ઉપાય તરીકે અસર કરે છે. શિયાળામાં કોળાના બીજનું સેવન ઘણો ફાયદો કરે છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/kaddu-ke-beej.jpg)
ઝિંકનું ઓછું લેવલ શુક્રાણુની ગુણવત્તામાં ઘટાડો અને પુરુષોમાં વંધ્યત્વના વધતા જોખમ સાથે જોડાયેલું છે. પમ્પકિન સીડ્સમાં ઝિંક ભરપૂર પ્રમાણમાં હોય છે, તેથી તેનું સેવન કરવાથી શુક્રાણુની ગુણવત્તામાં સુધારો થઈ શકે છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/kola-na-bij-na-fayda.jpg)
પમ્પકિન સીડ્સ શેકીને તમે નાસ્તામાં સેવન કરી શકો છો.
કોળાના બીજનો પાઉડર બનાવી તમે સલાડ કે ચાટમાં ઉમેરી સેવન કરી શકાય છે.
કોળાના બીજ કપ કેક કે મીઠાઇ પર ગાર્નિશ માટે ઉપયોગ કરી શકાય છે.
સુકી દ્રાક્ષ જેવા અન્ય ડ્રાયફ્રુટ્સ સાથે પમ્પકિન સીડ્સ રાત્રે પાણીમાં પલાળી સવારે સેવન કરી શકાય છે.
તમે સ્મૂધીમાં પમ્પકિન સીડ્સ મિક્સ કરી સેવન કરી શકો છો.
(Photo: Freepik)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us