વરસાદની સિઝનમાં રાજસ્થાનમાં ફરવાલાયક છે આ 7 સ્થળો, તમારું દિલ ખુશ થઇ જશે
Rajasthan Best Places Visit Monsoon : રાજસ્થાનમાં ફરવા માટે ઘણા સ્થળો છે. પરંતુ અહીં કેટલીક જગ્યાઓ છે જ્યાં ચોમાસામાં વધારે મજા આવે છે. જ્યારે વરસાદથી હરિયાળી છવાઇ જાય છે. અહીં કેટલાક આવા સ્થળોની માહિતી આપી છે
Rajasthan Best Places Visit Monsoon : દેશભરમાં વરસાદની શરૂઆત થઇ ગઇ છે. વરસાદની સિઝનમાં ફરવાની ઘણી મજા આવે છે. રાજસ્થાનમાં ફરવા માટે ઘણા સ્થળો છે. પરંતુ અહીં કેટલીક જગ્યાઓ છે જ્યાં ચોમાસામાં વધારે મજા આવે છે. જ્યારે વરસાદથી હરિયાળી છવાઇ જાય છે. સૌથી સારી વાત એ છે કે રાજસ્થાનના આ સ્થળો વરસાદ દરમિયાન ફરવા માટે સંપૂર્ણપણે સલામત છે. જો તમે વરસાદની સિઝનમાં પ્રવાસનો પ્લાન બનાવી રહ્યા છો તો આ સ્થળોની મુલાકાત અવશ્ય લો.(Pics : rajasthan tourism)
માઉન્ટ આબુ : માઉન્ટ આબુ ગુજરાતીઓ માટે ફેમસ પ્રવાસનું સ્થળ છે. જોકે તે રાજસ્થાનમાં આવેલું છે. ચોમાસા તે પ્રવાસીઓના સૌથી પ્રિય સ્થળોમાંથીએક છે. આ શહેર અરવલ્લીની ટેકરીઓથી ઘેરાયેલું છે અને વરસાદની ઋતુ દરમિયાન વધુ લીલુંછમ દેખાય છે. પહાડો અને ચારેબાજુ હરીયાળી તમારું મન મોહી લેશે. નકી લેક ચોમાસામાં વધુ રોમેન્ટિક લાગે છે.(Pics : rajasthan tourism)
બુંદી : ચોમાસા દરમિયાન બુંદીનો નજારો સંપૂર્ણપણે બદલાઈ જાય છે. અહીં તમને ભીમતાલ ધોધ જોવા મળશે. લોકો તેને જોવા માટે દૂર-દૂરથી આવે છે. વરસાદની ઋતુમાં તેની સુંદરતા વધુ વધી જાય છે. આ પછી તારાગઢ કિલ્લાની ટોચ પરથી શહેરનો નજારો તમને મંત્રમુગ્ધ કરી દેશે. સુંદર પગથિયાઓથી ઘેરાયેલું, બુંદી, જૈત સાગર, નવલ સાગર અને દુગારીના સુંદર ઝીલોથી ઘેરાયેલું છે.(Pics : rajasthan tourism)
બાંસવાડા : સો ટાપુઓનું શહેર બાંસવાડા ચોમાસા દરમિયાન રાજસ્થાનમાં ફરવા માટે ખરેખર શ્રેષ્ઠ સ્થળોમાંથી એક છે. ઘણા તળાવો, હરિયાળી અને પર્વતોનું આકર્ષણ અદભુત છે. નદી પર બનેલો વિશાળ માહી ડેમ ચોમાસા દરમિયાન ખૂબ જ આકર્ષક લાગે છે. તે ખરેખર જોવાલાયક દૃશ્ય છે.(Pics : rajasthan tourism)
કુંભલગઢ : કુંભલગઢ કિલ્લો તેની લાંબી દિવાલ અને ઊંચાઈ માટે પ્રખ્યાત છે. ચોમાસામાં આ કિલ્લો વાદળોની ચાદરમાં લપેટાયેલો જોવા મળે છે. આસપાસના જંગલો લીલાછમ અને તાજગીભર્યા બની જાય છે. વરસાદ બાદ અહીં એકદમ લીલોતરી જોવા મળે છે. (Pics : Instagram)
પુષ્કર : વરસાદ શરૂ થતાં જ પુષ્કરની આસપાસ અરવલ્લીની ટેકરીઓ ખીલી ઉઠે છે. પર્વતોમાંથી પડતું વરસાદનું પાણી પુષ્કરના પ્રખ્યાત તળાવમાં એકઠું થાય છે. ચોમાસામાં પુષ્કરનો માહોલ એકદમ અલગ હોય છે. લોકો માને છે કે આ પાણીમાં સ્નાન કરવાથી ફક્ત પાપોથી મુક્તિ મળતી નથી, પરંતુ શરીરના અનેક રોગો પણ મટે છે. ભારતમાં કુલ 6 બ્રહ્મા મંદિરો છે, જેમાંથી સૌથી પ્રખ્યાત મંદિર પુષ્કરમાં છે. (Pics : rajasthan tourism)
ઉદયપુર : ઉદયપુર ઝીલોની નગરી છે. તે રાજસ્થાનના સૌથી ફેમસ સ્થળોમાંથી એક છે. વરસાદની ઋતુ દરમિયાન ઉદયપુરના 7 ઝીલોનું સ્તર ઘણું વધી જાય છે અને પ્રવાસીઓને અહીં બોટિંગ કરતી વખતે સૌથી વધુ મજા આવે છે. આ ઉપરાંત તમે પિચોલા ઝીલ પાસે સિટી પેલેસ જોઈ શકો છો. આ તળાવની મધ્યમાં લેક પેલેસ પણ બનેલો છે. આ મહેલ આરસપહાણથી બનેલો છે. ઉદયપુરમાં આ સ્થળો ઉપરાંત ઘણા સ્થળોની મુલાકાત લઇ શકો છો. (Pics : rajasthan tourism)
સવાઇ માધોપુર : ચોમાસા દરમિયાન રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન પ્રવાસીઓ માટે બંધ રહે છે, પરંતુ રણથંભોર કિલ્લો અને આસપાસના વિસ્તારો ખુલ્લા રહે છે. વરસાદની ઋતુ દરમિયાન અહીંની હરિયાળી અને જંગલની સુગંધ મનને શાંત કરે છે. (Pics : rajasthan tourism)