Rajasthan Election Result 2023: રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ કરતા ભાજપ અગ્રેસર દેખાઈ રહી છે. જયપુરના ભાજપ કાર્યાલયની બહાર પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા જીતની ઉજવણી
રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીની મત ગણતરી ચાલી રહે છે. વિધાનસભા ચૂંટણીમાં જીતને લઇ ભાજપ બહુ જ ઉત્સાહી છે. સવારથી જ જયપુરના ભાજપ કાર્યાલય આગળ કાર્યકર્તાઓ ઉત્સાહ સાથે ઉજવણી કરી રહ્યા છે. (Express Photo By Praveen Khanna)
કોંગ્રેસે રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી જીતીને ફરી સત્તા હાંસલ કરવા પ્રયત્ન કર્યા છે. તો ભાજપ રાજસ્થાનના રિવાજ અનુસાર રાજ્યમાં સરકાર બનાવશે તેવી અપેક્ષાઓ છે. (Express Photo By Praveen Khanna)
રાજસ્થાનમાં કોંગ્રેસ તરફથી અશોક ગહેલોત મુખ્યમંત્રી પદના દાવેદાર છે. તો ભાજપે હજી સુધી મુખ્યમંત્રી પદ માટે કોઇ નેતાની ઘોષણા કરી હતી. (Express Photo By Praveen Khanna)
જો રાજસ્થાનમાં ભાજપ જીતે તો મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદારોમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે, રાજસ્થાનના યોગી કહેવાતા બાબ બાલકનાથનો સમાવેશ થાય છે. (Express Photo By Praveen Khanna)
ભાજપના યુવા કાર્યકર્તાઓ પણ જોરશોરથી જીતની ઉજવણી કરી રહ્યા છે. જેમાં એક યુવા કાર્યકર્તાએ પીએમ મોદીનો માસ્ક પહેરેલા એક કાર્યકર્તાને ખંભે બેસાડ્યો છે. (Express Photo By Praveen Khanna)
નોંધનિય છે કે, રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી માટે 27 નવેમ્બર 2023ના રોજ 199 બેઠકો માટે મતદાન થયું હતુ, જેમાં 75.45 ટકા રેકોર્ડ બ્રેક મતદાન નોંધાયું હતુ. (Express Photo By Praveen Khanna)
જો રાજસ્થાની અગાઉની ચાર વિધાનસભા ચૂંટણીના મતદાન પર નજર કરીએ તો, વર્ષ 2018માં 74.06 ટકા, વર્ષ 2013માં 75.04 ટકા, વર્ષ 2008માં 66.25 ટકા અને વર્ષ 2003માં 67.18 ટકા મતદાન નોંધાયું હતું. (Express Photo By Praveen Khanna)