Rajkot Game Zone Fire Photos : રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ બાદ તબાહીના દ્રશ્યો, જોઈ લો હચમચાવી નાંખે એવી તસવીરો
Rajkot Game Zone Fire Photos : એક સમયે આનંદ અને ખુશીઓથી ઝુમી ઉઠતો ટીઆરપી ગેમ ઝોન અત્યારે વેનાર થઈ ગયો છે. આ જગ્યાએ મોત સામે લડી રહેલા લોકોની ચીસો સાથે સંનાટો છવાયો છે.
Rajkot Game Zone Fire Photos : રાજરોટમાં 25 મે 2024, શનિવારના રોજ કાલાવાડ રોડ ઉપર આવેલા TRP ગેમ ઝોનમાં આગ લાગતા અગ્નિકાંડ સર્જાયો હતો. આ અગ્નિકાંડમાં એક બાદ એક કરીને અત્યાર સુધીમાં 28 લોકોના મોત નીપજ્યા હતા. કેટલાક બાળકો અને મોટા લોકો જીવતા જ ભડથું થયા હતા. અગ્નિકાંડ બાદ આગે વિનાશ વેર્યો હતો. અને તબાહીના દ્રશ્યો સર્જ્યા હતા. (Express photo)
એક સમયે આનંદ અને ખુશીઓથી ઝુમી ઉઠતો ટીઆરપી ગેમ ઝોન અત્યારે વેનાર થઈ ગયો છે. આ જગ્યાએ મોત સામે લડી રહેલા લોકોની ચીસો સાથે સંનાટો છવાયો છે. (Express photo)
અગ્નિકાંડ એટલો વિકરાળ હતો કે જોત જોતામાં આખો ભાગ આગની ભઠ્ઠીમાં ફેરવાયો હતો. અને ફાયર બ્રિગેડની ટીમોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે, હવે અહીં માત્ર બેળી ગયેલો ભંગાર જ વધ્યો છે. (Express photo)
અગ્નિકાંડ બાદ તરત જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી ઘટના સ્થળે અને હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી. અને સ્વજનોને આસ્વાસન આપી અને મૃતકો માટે શ્રદ્ધાંજલિ પાઠવી હતી. (Express photo)
અગ્નિકાંડ બાદ આગમાં હોમાયેલા લોકોના પરિવાજનોએ આખી રાત ભારે હૈયા સાથે વિતાવી હતી. જ્યારે મૃતકોની ઓળખ ન થતાં કેટલાક પરિવારોએ પોતાના સ્વજનો જીવે છે કે નહીં એ ખબર ન રહેતા દર્દભરી આખી રાત વિતાવી હતી. (Express photo)
ઉલ્લેખનીય છે કે શનિવારે રાત્રીના 9 વાગ્યે આગ ઓલવી દીધા બાદ શેડ તોડવાનો નિર્ણય લેવાયો હતો. આ માટે જેસીબી ચાલુ કર્યું હતું અને તેનો પાવડો બીજા માળ સુધી પહોંચીને પતરું તોડતાં જ બહારની હવા અંદર ગઈ હતી અને ફરી આગ ભભૂકી હતી. (Express photo)