Happy Raksha Bandhan 2024 : રક્ષાબંધન પર મોકલો ભાઈ/બહેનને શુભેચ્છાઓ, સંદેશા અને ક્વોટ્સ
Happy Raksha Bandhan 2024 : રક્ષાબંધન (Rakshabandhan) શ્રાવણ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધન આજે એટલે કે 19 ઓગસ્ટ 2024ના રોજ ઉજવવામાં આવી રહી છે.
રક્ષાબંધન (Rakshabandhan) શ્રાવણ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધન આજે એટલે કે 19 ઓગસ્ટ 2024ના રોજ ઉજવવામાં આવી રહી છે. આજે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર છે અને શ્રાવણ પૂર્ણિમા પણ છે. આવી સ્થિતિમાં રક્ષાબંધનનો દિવસ વધુ શુભ માનવામાં આવે છે. હિંદુ ધર્મમાં રક્ષાબંધનને સંબંધોમાં મધુરતા અને વિશ્વાસ વધારવાનો તહેવાર માનવામાં આવે છે. આ દિવસે, બહેનો તેમના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે, તેના લાંબા આયુષ્ય અને પ્રગતિની કામના કરે છે. આ સમય દરમિયાન, ભાઈ જીવનભર બહેનની રક્ષા કરવાનું વચન આપે છે.
ભારતમાં, ભાઈ બહેનનો તહેવાર વિવિધ માન્યતાઓ સાથે ખૂબ જ પ્રેમથી ઉજવવામાં આવે છે. આવી સ્થિતિમાં, તમે આ સુંદર સંદેશાઓ દ્વારા તમારી બહેનો, ભાઈઓ અને સંબંધીઓને રક્ષાબંધનના શુભ દિવસે શુભેચ્છા આપી શકો છો.
બહેનનો પ્રેમ કોઈ આશીર્વાદથી ઓછો નથી, ભલે તે દૂર હોય, તોય કોઈ દુ:ખ નથી, ઘણી વખત અંતરના કારણે સંબંધો ફિક્કા પડે છે, પરંતુ ભાઈ-બહેનનો પ્રેમ ક્યારેય ઓછો થતો નથી. રક્ષાબંધન ની હાર્દિક શુભકામનાઓ