રક્ષા બંધન 2025 મહેંદી ડિઝાઇન | રક્ષાબંધનને હવે થોડા દિવસ બાકી છે, એવામાં બધાના ઘરે પર્વની તૈયારીઓ શરૂ થઇ ગઈ છે. ખાસ કરીને મહિલાઓ ખાસ શરગાર કરે છે તેઓ પાર્લરમાં મહેંદી મુકાવે છે, પરંતુ તમે પાર્લર વગર ઘરેજ સુંદર અને સરળ મહેંદી ડિઝાઇન બનાવી શકો છો. પૈસા ખર્ચવાની જરૂર નથી. રક્ષાબંધન માટે અહીં ખાસ અમે તમારા માટે કેટલીક સરળ, ટ્રેન્ડી અને સ્ટાઇલિશ મહેંદી ડિઝાઇન લાવ્યા છીએ, જેને તમે ઘરે સરળતાથી જાતે લગાવી શકો છો.
પરંતુ દર વખતે પાર્લરમાં જઈને મહેંદી લગાવવી શક્ય નથી, ખાસ કરીને જ્યારે તમારી પાસે ઓછો સમય હોય અથવા બજેટ ઓછું હોય.આવી સ્થિતિમાં, તમે ઘરે કેટલીક સરળ અને આકર્ષક મહેંદી ડિઝાઇન અજમાવી શકો છો
આજકાલ, ઇન્ટરનેટ પર ઘણી સરળ મહેંદી ડિઝાઇન ઉપલબ્ધ છે જે એક શિખાઉ માણસ પણ સરળતાથી લાગુ કરી શકે છે.ફ્લોરલ વાઈન, મંડલા સ્ટાઇલ અને ફિંગર ટીપ મહેંદી જેવી સ્ટાઇલ ફક્ત સુંદર જ નથી લાગતી, પણ તેને લગાવવામાં પણ વધુ સમય લાગતો નથી.
મહેંદી લગાવતી વખતે હાથ સ્થિર હોવો જોઈએ જેથી ડિઝાઇન સુંદર દેખાય., મહેંદી લગાવ્યા પછી, તેને ઓછામાં ઓછા બે થી ત્રણ કલાક સુધી સુકાવા દો અને પછી તેને સરસવના તેલથી ઘસો, આનાથી રંગ વધુ ઘાટો થશે.