Rakul Preet Singh : રકુલ પ્રીત સિંહ બોલિવૂડ અભિનેત્રી છે. દિલ્હીની આ યુવતીએ પોકેટ મની માટે કન્નડ ફિલ્મમાં હિરોઇન તરીકે ડેબ્યૂ કર્યું હતું. ટોલીવૂડ બાદ રકુલ પ્રીત સિંહ બોલિવૂડમાં પણ સફળ રહી. દે દે પ્યાર દે, છત્રીવાલી સહિત અનેક સફળ ફિલ્મો કરી છે.
Rakul Preet Singh Photos Barbie Swag: અભિનેત્રી રકુલ પ્રીત સિંહ બાર્બી સ્વેગથી ફરી એકવાર ઇન્ટરનેટ પર છવાઇ છે.રકુલે ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા પિંક ડ્રેસ બાર્બી લુકના ફોટા વાયરલ થઇ રહ્યા છે. તેણીનો પિંક બાર્બી સ્વેગ જોઇ ફેન્સ ફિદા થઇ રહ્યા છે. અહીં જુઓ લેટેસ્ટ ફોટો.
રકુલ પ્રીત સિંહ પિંક ડ્રેસ : રકુલ પ્રીત સિંહ તાજેતરમાં પિંક લોન્ગ ગાઉનમાં બાર્બી સ્વેગમાં જોવા મળી હતી, એકટ્રેસએ યુનિક બેબી પિંક કલરનું બેકલેસ ગાઉન પસંદ કર્યું છે, જેમાં તેણે અલગ અલગ પોઝમાં ફોટોઝ શેર કર્યા છે, જેને જોઈને ચાહકો ખુશ થઇ ગયા છે અને પોસ્ટ વાયરલ થઇ રહી છે.
રકુલ પ્રીત સિંહ પિંક ડ્રેસ હેરસ્ટાઇલ : રકુલ પ્રીત સિંહએ આ ડ્રેસ પર સિમ્પલ કર્લી હેર સાથે પોનીટેઈલ હેરસ્ટાઇલ સાથે લુક કંપ્લીટ કર્યો છે, આ હેરસ્ટાઇલ પિંક ગાઉન લુક માટે પરફેક્ટ છે, એકટ્રેસ મિનમલિસ્ટિક લુક અપનાવ્યો છે.
રકુલ પ્રીત સિંહ પિંક ડ્રેસ મેકઅપ : રકુલ પ્રીત સિંહ પિંક ડ્રેસ પર નેચરલ અને મિનિમલ લુક માટે બહુ હેવી નહિ એવો લાઈટ મેકઅપ લુક પસંદ કર્યો છે, જેમાં તેણે ન્યૂડ ગ્લોસી લિપસ્ટિક અને નોર્મલ મેચિંગ આઈશેડો સાથે આઈ મેકઅપ સાથે લુક કંપ્લીટ કર્યો છે.
રકુલ પ્રીત સિંહ પિંક ડ્રેસ જવેલરી : એકટ્રેસનો વેસ્ટર્ન લુક હોવાથી તેણે સિમ્પલ જવેલરી પસંદ કરી છે તેણે લોન્ગ ગોલ્ડન ઈયરિંગ્સ પસંદ કરી છે જે તેના પાર વડભરે શૂટ કરે છે, તેણે પિંક પર આ ગોલ્ડન ઈયરિંગ્સ પસંદ કરી છે જે કોન્ટ્રાસ્ટ સાથે એલિગન્ટ ટચ આપે છે.