Ayodhya Ram Darbar Pran Pratishtha: અયોધ્યાના રામ મંદિરમાં રામ દરબાર પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. રામ દરબારમાં ભગવાન રામ, સીતા, ભક્ત હનુમાન અને ત્રણ ભાઇઓ સાથે બિરાજમાન થયા છે. (Photo: Social Media)
અયોધ્યા રામ મંદિરમાં રામ દરબાર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ અયોધ્યા રામ મંદિરમાં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થઇ છે. તારીખ 5 જૂન, 2025 ગુરુવારના રોજ 17 મિનિટનો અભિજિત મુહૂર્તમાં રામ દરબારનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો હતો. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથન હસ્તે રામ દરબાર પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. આ દરમિયાન સમગ્ર મંદિર સંકુલ વિશેષ વૈદિક મંત્રોચ્ચાર સાથે ગુંજી ઉઠ્યું હતું. સવારે 11:25 થી 11:40 દરમિયાન શુભ મુર્હૂતમાં રામ દરબાર મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠ કરવામાં આવી હતી. (Photo: Social Media)
અયોધ્યામાં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યાના રામ મંદિરમાં ફરીવાર ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો હતો. રામ મંદિરના પહેલા માળે રામ દરબારની સ્થાપના કરવામાં આવી હતી. રામ દરબારમાં ભગવાન રામ, માતા સીતા, પરમ ભક્ત હનુમાન તેમજ ભગવાન રામના ત્રણ ભાઈઓ લક્ષ્મણ, ભરત, શત્રુઘ્નની મૂર્તિઓ છે. હવે ભક્તો રામ લલ્લાના દર્શન બાદ રામ દરબારના દર્શન કરી શકશે. રામ દરબાર ઉપરાત રામ મંદિર પરિસરમાં સ્થિત અન્ય 6 મંદિરોમાં પણ મૂર્તિઓને પવિત્ર કરવામાં આવી હતી. આ ખાસ પળ માટે ગંગા દશેરાનો ખાસ દિવસ પસંદ કરવામાં આવ્યો છે. (Photo: Social Media)
પ્રાણ પ્રતિષ્ઠા માટે અભિજિત મુહૂર્ત કેમ ખાસ છે? રામ દરબારના અભિષેક માટે ગંગા દશેરાના દિવસે ખાસ 17 મિનિટના અભિજીત મુહૂર્તની પસંદગી કરવામાં આવી હતી. તેની પાછળનું કારણ એ છે કે માન્યતા અનુસાર ભગવાન રામનો જન્મ ત્રેતા યુગમાં અભિજીત મુહૂર્તમાં થયો હતો. તેથી અભિજીત મુહૂર્તમાં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. (Photo: Social Media)
રામ મંદિર મૂર્તિઓની પાલખી શોભયાત્રા રામ મંદિરમાં ભવ્ય પાલખીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમા રામ દરબાર, ભગવાન શિવ, શેષાવતર, માતા અન્નપૂર્ણા, માતા દુર્ગા, ભગવાન સૂર્યદેવ, ગણેશ અને બજરંગબલી સહિત 8 દેવી-દેવતાઓની મૂર્તિઓને રામ લલ્લાના દર્શન કરાવવામાં આવ્યા હતા. આ તમામ મૂર્તિઓને પાલખીમાં મખમલની ચાદર પર બિરાજમાન કરી ભ્રમણ કરાવવામાં આવ્યું હતું. આ આયોજન દેવાઓની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ફરજિયાત નગર ભ્રમણનું પ્રતિક છે. (Photo: Social Media)
સુર્વણજડિત વસ્ત્ર આભૂષણથી સજ્જ અલૌકિક દર્શન રામ દરબારની તમામ મૂર્તિઓને સુર્વણજડિત વસ્ત્ર આભૂષણથી સુશોભિત કરવામાં આવી છે. રામ ભગવાનની મૂર્તિને અદભુત રીતે ડિઝાઇન કરાયેલા મુકુટ, જડતરના કમરબંધ, જરદોશી વર્ક જરી અને કિંમતી રત્નથી જડેલા વસ્ત્રોથી સુશોભિત કરવામાં આવી છે. રામ દરબારના વસ્ત્રો પ્રસિદ્ધ કોસ્ચ્યુમ ડિઝાઇનર મનીષ તિવારે તૈયાર કર્યા છે. (Photo: Social Media)
રામ દરબારની દિવ્ય મૂર્તિ રામ દરબારની ઉંચાઇ કુલ 4.5 ફુટ ઉંચી છે. રામ દરબારમાં ભગવાન રામ અને માતા સીતાની મૂર્તિઓને બે ફૂટ ઊંચા સફેદ આરસપહાણના સિંહાસન પર બિરાજમાન કરવામાં આવી છે. તેમની સાથે ભગવાન હનુમાન અને લક્ષ્મણની મૂર્તિઓને પણ નીચે બિરાજમાન મુદ્રામાં રાખવામાં આવી હતી. તમામ મૂર્તિઓ અને સિંહાસનની કોતરણી રાજસ્થાનના જયપુરમાં સફેદ આરસપહાણમાંથી નાગર શૈલીમાં કરવામાં આવી છે. (Photo: Social Media)
અયોધ્યા રામ મંદિરનું ઉદ્ઘાટન તમને જણાવી દઇયે કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા.